________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર:
૧૯
એરાવણ-ગજપદ-મુદ્રાથી અલંકૃત ગજપદ કુંડ છે. ત્યાં આગળ જાત્રા કરવા માટે આવેલા લોકો અંગનું પ્રક્ષાલન કરીને દુ:ખોને જલાંજલ આપે છે. (નાશ પામે છે.)
છત્રશિલાની મેખલા ઉ૫૨ સહસ્ત્રાંબ નામનું વન છે. તે સ્થળે જાદવકુલ માં દીપક સમાન, શિવા-સમુદ્ર વિજયના પુત્ર, શ્રી નેમિનાથ ના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષ ત્રણ કલ્યાણક થયેલાં.
ગ્લેશિખ૨ ઉ૫૨ ચઢતાં અંબિકાદેવીનું મંદિ૨ દેખાય છે. ત્યાંથી અવલોકન નામનું શિખર આવે છે. ત્યાં આગળ ઉભાં રહેલાં ને ખરેખર દર્શાદશાઓથી નેમિનાથ ભગવાન દેખાય છે.
તેનાં પ્રથમ શિખ૨ ઉ૫૨ શાંબ કુમારનું અને બીજા શિખર ઉ૫૨ પ્રધુમ્ન નું બિંબ છે. એ પ્રમાણે પર્વતનાં સ્થાને સ્થાને દેાસરોમાં ૨ત્ન સુવર્ણમય જર્નાબંબો પ્રતિદિન અભિષેક, પૂજાથી પૂછત થયેલાં દેખાય છે.
સુવર્ણવર્ણી ભૂમિ અનેક પ્રકારનાં ધાતુમ્સને ભેદવાવાળી, ચમકે છે. રાત્રીમાં દીવાની જેમ ઝલકલતી ઔષધીઓ દેખાય છે. વિવિધ પ્રકારનાં તરૂવ૨-વેલડી-પત્ર-ફળ-ફુલ પગલે પગલે દેખાય છે. સતત ઝરતાં ઝરણાઓનો કલકલ અવાજ, ગુંજન ક૨તી મદોન્મત્ત કોયલ અને ભમરાનાં ઝંકારો સંભળાય છે.
આ ઉજ્યંત મહાતીર્થ કલ્પનો લેશ શ્રી જિનપ્રભસૂરિ વડે જેવી રીતે સંભળાયો તેવી રીતે લખાયો છે. ||૧||
// રૈવતગિરિ કલ્પ || ગ્રંથાગ્રં. શ્લો. ૧૬૧ અક્ષ૨ ૨૭
Jain Education International
ગણધર ભગવંત
શ્રીગીતાવવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org