________________
વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ
૫
અહીં આગળ દશ પુણ્યની માળા ને ભાવર્ષાથી જે અર્પણ કરે છે તે ભોજન લેવા છતા પણ ચોથ ભક્તનાં તપને મેળવે છે [[]]
છટ્ઠ તપ કરીને જે ફૂલની માળા આપે છે તે બે ગણુ પુણ્ય મેળવે, અટ્કમ કરીને આપે તે ત્રણ ગણું પુણ્ય અને ચાર ઉપવાસ કરીને ફૂલની માળા આપવાવાળો ચાર ગણા પુણ્ય ના ફળને મેળવે છે ||||
પાંચ ઉપવાસ કરીને ફૂલની માળા આપવાવાળો પાંચગણુ પુણ્ય મેળવે એ પ્રમાણે ઉત્તરોત્ત૨ તપની વૃદ્ધિ વડે ફૂલની માળા આપવવાળો ઉત્તરોત્તર ફળની વૃદ્ધિ નો પાત્ર બને છે ||૬||
પૂજા, પ્રક્ષાલ દ્વારા જે પુણ્ય શત્રુંજય ઉપ૨ થાય તેટલું પુણ્ય અન્યતીર્થોમાં સોનું, ભૂમિ, આભૂષણ ના દાનથી પણ થતું નથી ||૬૪||
અહીં આગળ ધૂપ ઉખેવવાવાળો પંદ૨ ઉપવાસ ના ફળને મેળવે અને કપૂર વડે પૂજા કરવાવાળો માસખમણના ફળને મેળવે છે [[૬૫]ા
આ તીર્થ ઉ૫૨ નિર્દોષ ભક્તાદિ વડે સાધુને જે પ્રતિલાભે (વહોરાવે) તે કાર્તિક માસખમણનાં (એટલે ચા૨ માસના ફળ વડે) તપ વડે જોડાય છે. ||૬૬||
આ તીર્થ ઉ૫૨ કાર્તિક અને ચૈત્રમાસની ત્રણે સંધ્યાએ મંત્રરૂપી પાણીથી સ્નાન કરીને પવિત્ર થયેલો ‘નમોડńભ્ય:' પદનું ધ્યાન ઘ૨ના૨ો તીર્થંક૨ પદને ઉપાર્જન કરે છે ||૬||
પાલીતાણા નગ૨માં પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં જિન પ્રાસાદો શોભી રહ્યા છે એમની નીચે નાં ભાગમાં નેમિનાથ ભગવાનનું મોટું જિનમંદિર શોભે છે [[૬૮] ત્રણ લાખ ન્યૂન ત્રણ કરોડ (૨, ૯૭,00,000) દ્રવ્યનાં ખર્ચ વડે વાગ્ભટ્ટમંત્રીએ આદિનાથ જિનાલયનો ઉદ્ધાર કરાવેલ. [૯]ા
તીર્થનાં પ્રથમ પ્રવેશ માં અહીં આગળ નેત્રપથમાં આવતી ઉજ્વલ એવી પ્રથમ તીર્થંક૨ની મૂર્તિ દેખતાં નયનયુગલને જાણે અમૃતનું પારણું કરાવે છે છા
શ્રી વિક્રમથી ૧૦૮ વર્ષ વીત્યે છતે ઘણાં દ્રવ્યનાં વ્યયથી જાવડિશેઠે બિંબની સ્થાપના ક૨ી [[૭૧]]
દેદીપ્યમાન કાંતિવાળા મમ્માણી પર્વતનાં તટ થી શિલામાંથી તૈયા૨ થયેલ છે, અને જ્યોતિસ નામના રત્નવડે તે મૂર્તિ ઘડાઈ છે ||9|ા
મઘુમતી (મહુવા) નગ૨ીમાં ૨હેવાવાળા જાડિશેઠે શ્રી વજ્રસ્વામીનાં શ્રીમુખથી (પાસેથી) શત્રુંજયનાં માહાત્મ્યને સાંભળ્યું. ||૩||
સુગંધી પાણીના સ્નાત્ર થી શોભાયમાન ખડી-ચૂનાની બનેલી પ્રતિમાને દેખી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org