________________
શ્રી શ્રીપુર-અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ:
(૫૮
પ્રગટ પ્રભાવશાળી શિરપુરનાં આભરણ સ્વરૂપ પાર્શ્વનાથને પ્રણામ કરીને અંતરીક્ષ તીર્થમાં રહેલી પ્રતિમાનાં કલ્પને સંક્ષેપથી હું કહું છું.
પહેલાં લંકાનગરીનાં અર્ધચક્રી (પ્રતિ વાસુદેવ) શ્રી રાવણે માલિ સુમાલિ નામનાં પોતાનાં નોકરોને કોઈ કામે ક્યાંક મોકલ્યા. વિમાનમાં આરૂઢ થઈ આકાશમાર્ગે જતાં ભોજનનો સમય આવ્યો. પુષ્પ બટુકે વિચાર્યુ. મા૨ા વડે આજે જિનપ્રતિમાનો કરંડીયો ઉતાવળથી ઘે૨ ભૂલાઈ ગયો. આ બંને પુણ્યવંતો દેવપૂજા કર્યા વિના ભોજન ક૨શે નહિ. તેથી દેવપૂજાનાં અવસરે કરંડિયાને હિં દેખતાં મા૨ા ઉ૫૨ ક્રોધિત થશે. તે બટુકે વિદ્યાબલથી પવિત્ર વાલુકાથી નવાં વ જિનેશ્વ૨ શ્રીપાર્શ્વનાથની પ્રતિમાનું નિર્માણ કર્યુ. માલી-સુમલિ એ તે પ્રતિમાને પૂજીને ભોજન કર્યુ. ત્યા૨૫છી તે બંનેએ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. તે પ્રતિમાને નજીકના સરોવ૨નાં પાણીની મધ્યે બટુક વડે પધરાવાઈ. સોવ૨ની મધ્યે તે પ્રતિમા દેવતાનાં પ્રભાવથી અખંડ ધૂપવાળી ત્યાં જ તે જ રીતે સ્થિત રહી. કાળક્રમે તે સરોવરનું પાણી ઓછું થયું. પાણીથી ભરેલું ખાબોચીયા જેવું દેખાય છે. કેટલાક કાળ પછી ચિંગઉઘ્રદેશનાં ચિંગ ઉલ્લનગરમાં શ્રીપાલ નામનો રાજા થયો. તે ૨ાજા ગાઢ કોઢ રોગથી પીડાતાં સર્વ અંગવાળો હતો. એકવા૨ શિકા૨ માટે બહા૨ ગયો. ત્યાં આગળ તરસ લાગવાથી તે ખાબોચિયા પાસે ગયો. ત્યાં પાણી પીધુ, મુખ અને હાથને પ્રક્ષાલન કર્યા. તેથી તે રાજાનાં અંગનાં અવયવો સ્વચ્છ સોનાનાં કમળો સરખાં નીરોગી થયાં. ત્યા૨૫છી ઘે૨ ગયેલાં રાજાને દેખીને આશ્ચર્યપૂર્વક ૨ાણીએ પૂછ્યું : 'સ્વામી ! ક્યાં આગળ તમા૨ા વડે આજે સ્નાન કરાયું ?
'રાજાએ યથાર્વાસ્થત વૃત્તાંત કહ્યો. ૨ાણી વડે વિચારાયું : 'આ તો દિવ્ય પાણી
છે!'
બીજા દિવસે ૨ાજાને ત્યા લઈ જઈ રાણીએ રાજાનાં સર્વ અંગને પખાળ્યા. જેથી ૨ાજાના બધા શ૨ી૨નાં અવયવો નવાં થયાં. તેથી ૨ાણીએ લિપૂર્બાદ કરીને કહ્યું : ‘જે અહીં દેવતા વિશેષ રહેલું હોય તે સ્વયં પ્રગટ થાવો.' ત્યા૨ પછી ઘે૨ પહોંચ્યા પછી ૨ાણીને સ્વપ્નમાં દેવતાએ કહ્યું : ‘આ સરોવ૨માં ભાવી તીર્થંક૨ પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે. તેનાં પ્રભાવ વડે રાજાનાં સર્વ અંગ આરોગ્યવાળાં થયા. આ પ્રતિમાને ગાડામાં આરોપણ કરીને સાત દિવસનાં જન્મેલાં વાછડાને કાચા સૂતરનાં તાંતણાથી બાંધીને ૨ાજા પોતે સાથી થઇને પોતાનાં સ્થાન પ્રતિ આ પ્રતિમા ચલાવવી. જ્યાં ઈતિહાસકારોના મતે રાષ્ટ્રકુટનરેશ ઇન્દ્રે ચોથાનો સામંત શ્રીપાલ હતો. (જૈન તીર્થંકા ઐતિહાસિક અધ્યયન પૃ.૨૭૮)
૧.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org