________________
શ્રી અમરકુંડ પદ્માવતી દેવી ૫:
(૫૩)
તૈલંગ દેશનાં આભૂષણ સમાન મનોહર એવાં આમ૨કુંડ નગ૨માં ગિરિશિખરભુવનનાં મધ્યે ૨હેલી પદ્મિની પદ્માવતી દેવી જય પામે છે. ||૧||
કલ્યાણને ક૨ના૨, સમસ્ત ગુણનાં સમૂહ વડે ગાઢ એવા આન્દ્રમાં આમ૨કુંડ નામનું નગર છે. ત્યાં ગગનચુંબી મનોહર હવેલીની પંક્તિઓ છે. આંખને આનંદ ઉત્પન્ન ક૨ના૨ નિધ વિવિધ પ્રકા૨નાં ઘટાદા૨ વૃક્ષથી પરિવરેલું, મધુરગુંજન ક૨તા ભમરાઓનાં સમૂહથી યુક્ત પુષ્પોનાં સૌરભના સમૂહથી સુગંધિત થયેલા દિશાવલયોવાળું નિર્મલ ૨.સ્વચ્છ પાણીથી ભરેલાં મોટા સરોવરોથી શોભિતું દુર્ગમ દુર્ગનાં કારણે શત્રુપક્ષથી ક્ષોભ સ્નહે પામવાવાળું છે. તે શ્રેષ્ઠ નગ૨નું શું વર્ણન કરીએ ? જ્યાં આગળ કેવડાનાં પુષ્પો પણ કસ્તુરીના જેવી સુગંધવાળા છે. વિશિષ્ટ સેલડીનાં સાંઠા, મોટા કેળનાં ફળો, મનોહર નારંગીઓ, અનેક પ્રકારનાં આશ્રો, ૨સવાળા ફણસો, પુન્નાગ, નાગરવલ્લી, સોપારી, ઘણાંજ સ્વાદિષ્ટ શíલ અને નોંરયલ આદિ મનોહર કુળો જોવા મળે છે. દરેક ઋતુમાં સૌરભથી ભ૨પૂ૨, દિશાઓ ને વાશિત ક૨વાવાળી શાલિઓ ફળે છે. પરીક્ષકો દ્વારા દુકાનોમાં રેશમી વસ્ત્રો પ્રમુખ વિવિધ પ્રકારનાં વસ્ત્રોનો સમૂહ, મૌક્તિક ૨સ્નાદિ અગણય વેચવા યોગ્ય વસ્તુઓ દેખાય છે.
આ બાજુ જાણે એક જ શિલામાંથી બનાવેલું નગ૨ હોય તેવું ઉરાંગલ નામનું નગ૨ છે. તેની પાસે ભૂમિનાં અલંકા૨ સ્વરૂપ ગગનચુંબી શિખોની પરંપરાવાળા ઉચા શ્રેષ્ઠ ચારેબાજુ પર્વતો છે. વિત્તગુપદ બીજા પર્વતનાં સૌન્દર્યનાં ગર્વને પાડવા માટે સમર્થ પર્વતરાજ છે. તે પર્વતની ઉપ૨ મોટા વિસ્તાર અને લબાઈવાળા શ્રી ઋષભદેવ અને શાંતિનાથાદ જિનપ્રતિમાઓથી અલંકૃત, માણસોનાં મનને પ્રસન્ન ક૨ના૨, આનંદ આપનાર શુભ પ્રાસાદો (ચૈત્યો) શોભે છે.
ત્યાં આગળ એક ઠેકાણે નિર્વાણ ભવનમાં મેઘચ નામના દિગંબર મુનિ છે તે કપટથી મુકાયેલાં મનવાળા, નિષ્કપટી અને વિષયસુખથી જેમનું મન જરા પણ ક્ષોભત થતું નથી તેવું સહૃદય સજ્જનોનાં હૃદયને આનંદિત ક૨વાવાળા કામદેવને જીતનારા, વિસ્મયકારી ચારિત્રની ક્રિયાથી વશ થયેલી પદ્માવતીદેવીથી મેળવેલી પ્રતિષ્ઠાવાળા શિષ્યોની પર્ષદાથી શેવાયેલ ચરણકમળવાળા છે. એક વખત શ્રાવકનાં પુજારીને કહીને બીજા સ્થાને વિચ૨વા માટે પ્રયાણ કર્યું. જ્યારે કેટલીક ભૂમિ ગયા ત્યારે પોતાનાં આભરણ સમાન પુસ્તક ન દેખાયું. ત્યારે 'અહો મારી કેવી પ્રમત્તતાં જેનાં કારણે હું પોતાનું પુસ્તક પણ ભૂલી ગયો.' એ પ્રમાણે ક્ષણ માત્ર વિષાદ પામીને, ક્ષત્રિય જાતિવાળા, માધવરાજ નામનાં પોતાનાં એક છાત્રને પુસ્તક લાવવા માટે પાછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org