________________
ઝરણાં
સ્તવન ચોવીશી
૩૫૫
(૬૯) (૩૦-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન (લુંગાંકી લકડી જાનું ગંઠિગઠિલી લાલન ગલી-એ દેશી.)
વંદે ભવિકા સંભવનાથ જિર્ણોદા જિતારિ–નરવર વંસે ઉો દિદા–લાલન ઉગ્યો માત સેના દેવી ઉદરી અવતરિયા, કરમ ખપાવી પ્રભુ ભવજળ તરિયા–લાલન ભવજળ૦ (૧)
અને પમ સાહિબ તેરી સેવા મેં પામી, તે લહી વંછિત સુખ સંપદ સ્વામી–લાલન સંપદ)
તારો દરિશણુ જિનજી લાગે છે પ્યારે, એકવાર મહિનેહ નિજરે નિહાળ-લાલન નિજરે (૨)
જિમ દિનકર ઉગે કમળ વિકાસ, તિમ તુમ દીઠે મેરું મનડું હસે –લાલન મનડું,
તમે નિરોગી માહરા મનડાના રાગી, તુમશું પુરવ ભવની પ્રીતડી જાગી–લાલન પ્રીતડી. (૩)
તું મેરે દિલકે જાની તું હી છે જ્ઞાની, માહરા પ્રભુજી તાહરી અકળ કહાની -લાલન અકળ૦
અકળ-સરૂપ નિરંજન કહીયે, તાહરી આણુ સદા શિર વહીવે-લાલન સદા (૪)
વાહાલ ધરી સાહિબ ચાકરી કીજે, તે મન મનાવ્યા વિણ કિમ રીઝે–લાલન વિષ્ણુ
પંડિત મેરૂવિજય ગુરૂ ચરણે, સેવક વિનીત કહે રાખે શરણે લાલન-રાખે(૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org