________________
૧૧૯
ઝરણું
સ્તવન ચોવીશી નિરવહિએ હવે મુજને, જિમ પહેચે મનની આશ–
સસનેહા (૪) બહુલપણે શું દાખીયેજી, તુમે છે. બુદ્ધિનિધાન, પ્રેમ-વિબુધના ભણશું, રાખે પ્રીત પ્રધાન-સસનેહા (૫)
(૧૦૫) (પ-૯) શ્રી સુવિધિનાથ-જીન સ્તવન [અબકે ચોમાસે માં પૂજયજી મેં રહોને–એ દેશી સુવિધ જિર્ણોદ હાંને દરીસણ ઘોને, દિલભર દિલથી હાંરે સ્વામું શેં જુઓને, હસી થારા ચિત્તની વાત મહાને થેં કહેને, પ્રીતની રીતમાં ચું ચું.... વહોને–સુવિધિ. (૧) અંતર ચિત્તની વારતારે, પ્રભુ! કહું તે ચિત્ત ધરોને, પ્રીત-પ્રતીતર જિમ ઉપજે રે, તિમ અવિહડ પ્રીત કરીને
–સુવિધિ. (૨) સુંદર તુમ મુખ મહકડે; પ્રભુ! ભાવ્યા અમને, મુજ મન મળવા અતિ ઘણું રે, ચાહે ક્ષણમાં તમને
-સુવિધિ. (૩) લલચાવશે દિન કેટલા રે? ઈમ મુજને દિલાસા દઈને, હા-ના મુખથી ભાખીએ રે, બેસી શું રહ્યા? મૌન લઈને
–સુવિધિ. (૪) હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરેને, વંછીત દેઈ અમને, તુહે જગમાં સુજશ વરેને
-સુવિધિ. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org