________________
સહસ્ત્રકૂટ
શ્રી સિદ્ધાચલજી (શત્રુંજય) મહાતીર્થ તથા અન્ય કેટલાંક તીથોમાં સહસ્ત્રકૂટની રચના કરવામાં આવી છે. આ ચોરસ રચનામાં ચારે બાજુ મળીને કુલ ૧૦૨૪ જિનપ્રતિમા હોય છે. આ ૧૦૨૪ જિનપ્રતિમા નીચે પ્રમાણે હોય છે?
૭૨૦
જિનપ્રતિમા (પાંચ ભરતક્ષેત્રમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એમ દશ ક્ષેત્રમાં અતીત ચોવીસી, વર્તમાન ચોવીસી અને અનાગત ચોવીસીના મળીને ૭૨૦ તીર્થકરો.)
! ૧૬૦
જિનપ્રતિમા (આ અવસર્પિણીના ચોથા આરામાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાળે શ્રી અજિતનાથ ભગવાનના વખતમાં વિચરેલા ૧૬૦ તીર્થકરો.)
O
જિનપ્રતિમા (વર્તમાન કાળમાં પાંચ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા ૨૦ તીર્થકરો.)
૧૨૦
જિનપ્રતિમા (વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરોના પ્રત્યેકના પાંચ કલ્યાણક - એમ કુલ ૧૨૦ કલ્યાણકની ૧૨૦ પ્રતિમા. ઉપર ગણાવેલી ૭૨૦ પ્રતિમાઓમાં આ ૨૪ તીર્થકરોની પ્રતિમા આવી જાય છે, પણ તે પ્રતિમા સિદ્ધાવસ્થાની ગણવામાં આવે છે.)
જિનપ્રતિમા (ચાર શાશ્વત તીર્થંકરની પ્રતિમા ૧. ઋષભાનન ૨. ચન્દ્રાનન ૩. વારિષેણ ૪. વર્તમાન.).
૧૦૨૪
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org