________________ ( 7 ) અનુક્રમણિકાની પાછળ બતાવેલ છે. સિવાય 280 થી 28 સુધીની 9 ગાથાઓ વિધિપક્ષની માન્યતાની છે, તથા તે સિવાય બીજે કેટલેક સ્થળે કાંઈક વિચારભેદ જણાય છે. તે ઠેકાણે અર્થ લખતાં તે તે બાબત મૂળ ગ્રંથમાં સૂચવવામાં આવેલ છે, છતાં અનુક્રમણિકા તથા વિસ્તૃત વિષના નેંધને અંતે “વિચારણીય સ્થળે” એવું મથાળું બાંધી તેની નીચે તે તે વિષય બતાવેલા પણ છે, તેથી તે બાબત અહીં લખવાની આવશ્યક્તા નથી ઈચછકે તે તે સ્થળો વાંચી જશે અને તેનાપર જાણવા જેવી હકિકત અમને લખશે, તો તેમને ઉપકાર માનવાપૂર્વક તેમની સૂચનાપર ધ્યાન આપવામાં આવશે. - આ ગ્રંથ છપાવવામાં જેમણે આર્થિક સહાય આપી છે કે તેમનાં નામો ટાઈટલ ઉપર જ આપવામાં આવ્યા છે. આ ગ્રંથના પ્રફે વાંચતાં કાંઈ પણ દૃષ્ટિદેષાદિકને કારણે ભૂલ રહી ગઈ હોય તે વાચકવર્ગ સુધારીને વાંચશે એવી આશા છે. અણચિંત લાભ–આ ગ્રંથની શુદ્ધિ માટે વધારે પ્રતો મેળવવાનો પ્રયાસ કરતાં એક પ્રત રત્નસંચયની ધારીને જ શ્રી હુબલીના ગૃહસ્થે મોકલી હતી, પરંતુ તે પ્રત વાંચતા તો રત્નસંચયની ઢબમાં જ તૈયાર કરેલ રત્નસમુચ્ચય નામને તે ગ્રંથ નીકળે. તે ગ્રંથની ગાથાઓ પણ આ ગ્રંથની જેટલી 57 છે. તેમાં જુદા જુદા 301 વિષયો સમાવેલા છે. વધારે તપાસ કરવા માટે તેની અનુક્રમણિકા કરી આ ગ્રંથની અનુક્રમણિકા સાથે મેળવી જોતાં 115 વિષય આમાં આવેલા છે તે જ તેમાં પણ છે અને ગાથાઓ પણ પ્રાયે તે જ છે. બાકીના વિષયો જુદા જ છે. આ રત્નસમુચ્ચય ગ્રંથ પણ આ રત્નસંચય ગ્રંથની જેવો જ ઉપયોગી થાય તે હેવાથી છપાવવા લાયક છે. ઉદાર ગૃહસ્થોનું તે તરફ ધ્યાન ખેંચવામાં આવે છે, - સં. 1985. અષાઢ શદિ 14 તે ( શા કુંવરજી આણંદજી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના પ્રમુખ. ભાવનગર,