________________ ( 2 ) આ ગાયનું દ્રષ્ટાંત બીજી રીતે આ પ્રમાણે જાણવું. કેઈએ ચાર બ્રાહમણને એક ગાય દાન તરિકે આપી. તેમણે પણ પૂર્વની જેમ વાર પ્રમાણે એક એક દિવસ રાખવાનો ઠરાવ કર્યો. પછી પહેલા બ્રાહ્મણે વિચાર કર્યો કે-“જે હું આ ગાયને ખાવા પીવા નહીં આપું અને બીજા પણ મારી જે વિચાર કરી નહીં આપે તે આ ગાય મરણ પામશે, તેથી તેમાં અમારી નિંદા થશે અને ફરી અમને કાઈ મૈદાન આપશે નહીં. અને જો આને હું ખાવા પીવાનું આપીશ તે તેથી પુષ્ટ થયેલી ગાયને બીજા બ્રાહ્મણે પણ જે દહન કરશે તેને પણ મને મોટે લાભ છે અને હું પણ ફરી ફરી વારા પ્રમાણે આને દઈ શકીશ.' એમ વિચારી તેણે ખાવા પીવાનું આપ્યું. તે જ પ્રમાણે બીજા ત્રણ બ્રાહ્મણોએ પણ તેવો જ વિચાર કરીને આપ્યું. તેથી તેઓએ ચિરકાળ ગાયનું દહન કર્યું. જેમાં તેમની પ્રશંસા થઈ અને બીજા બીજા દાન પણ લોક થકી તેઓ પામ્યા. એ જ પ્રમાણે જે શિ એ વિચાર કરે કે- જો અમે આચાર્યનો વિનયાદિક નહીં કરીએ તે આચાર્ય સીદાશે, લોકમાં અમારી નિંદા થશે અને બીજા ગચ્છમાં પણ અમને કઈ ભણાવશે નહીં. વળી આ ગુરૂએ અમને દીક્ષાદિક આપ્યાં છે તેથી તે અમારા મેટા ઉપકારી છે, માટે અવશ્ય તેનો વિનયાદિક અમારે કરવો જોઈએ. વળી અમારા કરેલા વિનયાદિકથી પ્રાતીચ્છિક સાધુઓને પણ ભણવાનો લાભ થશે. તે પણ અમને જ લાભ છે. ' ઇત્યાદિક વિચારીને ગુરૂની વૈયાવચ્ચ કરે. હવે પ્રાતીચ્છિક સાધુઓ પણ એ વિચાર કરે કે પ્રત્યુપકારની આશા વિના જ આ આચાર્ય અમને ભણાવવાને મહા ઉપકાર કરે છે, આને બદલે અમે શી રીતે વાળી શકીએ, તો પણ જે કાંઈક વિનયાદિક થાય તે અમે કરીએ. " એમ વિચારીને તેઓ પણ ગુરૂના વિનયાદિક કરવા લાગ્યા, તેથી લોકોમાં તેમની પ્રશંસા થઈ અને પિતાને સૂત્રાર્થનો લાભ ચિરકાળ સુધી થયે. આવા શિને ગ્ય જાણવા 15 શ્રેરી દ્વારકા નગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા 55 ન હતા. તે દોષવાળી વસ્તુમાંથી પણ ગુણને જ ગ્રહણ કરતા હતા તથા નીચ યુદ્ધવડે કદાપિ યુદ્ધ કરતા નહેતા,