________________ પિતાના ઉપયોગને અવસરે તે અમૂલ્ય ગણાય છે. જેમકે સોયના ઉપગ કાળે સેય જ અમૂલ્ય છે અને અન્ય શસ્ત્રના ઉપયોગ કાળે અન્ય શસ્ત્ર જ અમૂલ્ય છે. આ જ રીતે જિનાગમરૂપી સમુદ્રમાં અસંખ્ય સૂક્તરૂપી (ઉપદેશરૂપી) રત્નો છે, તે સર્વે ગ્રાહકે અને પાત્રને આશ્રી ઉપયોગી અને અમૂલ્ય છે. તેની સંખ્યા. ગણતરીને અવિષય છે, છતાં વાનકીની જેમ કેટલાંક સૂક્તરો આગમસાગર માંથી શ્રીમાન પરમોપકારી હર્ષ (નિધાન) સૂરિએ ઉદ્ધરીને તેને આ ગ્રંથમાં સંચય કર્યો છે. તેથી તેનું નામ કર્તાએ જ “રત્નસંચય રાખ્યું છે.. આ ગ્રંથમાં સંપાદકે ઉપર્યુક્ત ચારે અનુયોગના ઓછાવત્તા વિષયે તરતભતાએ ભેળા કરેલા છે અને તે સર્વે આધુનિક ધર્મજિજ્ઞાસુઓને માટે, ધર્મોપદેશકોને માટે અને ધર્માભ્યાસીઓને માટે અતિ ઉપયેગી છે. એમ આ ગ્રંથ અથવા તેના વિષયની અનુક્રમણિકા વાંચવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. ' ગ્રંથસંપાદક સૂરિમહારાજના જન્માદિક, જન્મભૂખ્યાદિક, સંસારિસ્થિતિ અને અનગારત્વ સ્થિતિ વિગેરે કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થઈ નથી. તેમ જ તેમણે બીજા કોઈ ગ્રંથો ઉદ્ધર્યા કે રમ્યાનું કાંઈ જણાયું નથી. માત્ર–“ગુજરાતમાં આવેલા લેલપાટક નામના નગરમાં અંચળગચ્છના નાયક ગણિશ્રી ગુણનિધાનસૂરિના ઉપદેશથી હર્ષના સમૂહવાળા હર્ષસૂરિ નામના શિષ્ય શ્રુતસાગરમાંથી ઉદ્ધરીને આ રત્નસંચય ગ્રંથ રચ્યો છે. તે દુપસહસૂરિ મહારાજા સુધી જય પામો. 'આવા અર્થવાળી અંતિમ બે ગાથાઓ કર્તાએ લખેલી છે, તેટલું જ તેમનું ચરિત્ર જાણવામાં છે. ઉપરાંત સંબોધસત્તરીની ટીકા, ઉપદેશ પ્રાસાદ અને દેવચંદ્રજીકૃત પ્રશ્નોત્તર વિગેરે ગ્રંથમાં આ રત્નસંચય ગ્રંથની સાક્ષી આપેલી જવામાં આવે છે. આ પ્રમાણે નગરના નામ ઉપરથી, સંક્ષિપ્ત પ્રશસ્તિ ઉપરથી અને સાક્ષીના ગ્રંથ ઉપરથી આ ગ્રંથની વધારે પ્રાચીનતા જણાય છે. - આ ગ્રંથમાં કર્તાએ કોઈપણ અનુક્રમથી વિષ લીધા હોય તેમ કહી શકાતું નથી. કેઈપણ વિષય પરિપૂર્ણ કહી શકાતો ની