________________ (12) જિનેશ્વરના આયુનું પ્રમાણ पउरासी विसत्तरी य, सट्ठी पन्नासमेव लक्खाई। बत्ता तीसा वीसा, दस दो एगं च पुव्वाणं // 34 // चउरासी बावत्तरीयं सट्ठी य होइ वासाणं। तीसा य दस य एगं च, एवमेए सयसहस्सा // 35 // पंचाणुई सहस्सा, चउरासी य पंचवन्ना य। तीसा य दस य एगं, सयं च बावत्तरी चेव / / 36 // પહેલા શ્રી કષભદેવનું આયુષ્ય ચારાશી લાખપૂર્વનું 1, અજિતનાથનું બહોતેર લાખપર્વનું 2, સંભવનાથનું સાઠ લાખપૂર્વનું 3. અભિનંદન સ્વામીનું પચાસ લાખપૂર્વનું 4, સુમતિનાથનું ચાલીશ લાખપૂર્વનું પ, પદ્મપ્રભનું ત્રીશ લાખપૂર્વનું 6, સુપાર્થ નાથનું વીશલાખપૂર્વનું 7, ચંદ્રપ્રભનું દશ લાખપર્વનું 8, સુવિધિનાથનું બે લાખપૂર્વનું 9, શીતળનાથનું એક લાખપૂર્વનું 10, શ્રેયાંસનાથનું ચોરાશી લાખ વર્ષનું 11, વાસુપૂજ્ય સ્વામીનું બહેતેર લાખ વર્ષનું 12, વિમલનાથનું સાઠ લાખ વર્ષનું 13, અનંતનાથનું ત્રીસ લાખ વર્ષનું 14. ધર્મનાથનું દશ લાખ વર્ષનું 15, શાંતિનાથનું એક લાખ વર્ષનું 16, કુંથુનાથનું પંચાણું હજાર વર્ષનું 17, અરનાથનું ચોરાશી હજાર વર્ષનું 18, મહિલનાથનું પંચાવન હજાર વર્ષનું 19, મુનિસુવ્રતનું ત્રીશહજાર વર્ષનું 20, નમિનાથનું દશહજાર વર્ષનું 21, નેમિનાથનું એકહજાર વર્ષનું 22, પાર્શ્વનાથનું એક વર્ષનું 23 અને શ્રી મહાવીર સ્વામીનું આયુષ્ય બહોતેર વર્ષનું કહેલું છે. 34-35-36 | તીર્થકર, ચકવતી, વાસુદેવ, તીર્થકરનું દેહમાન અને તીર્થકરેના આયુષ્યનું માન–આ પાંચ બાબતને યંત્ર બત્રીશરેખા ઉભી અને પાંચ રેખા આડી કરીને બતાવવામાં આવેલ છે. તે આ પ્રમાણે: