________________ - ઉત્તરદએક ચામડાની મસક ખાલી હોય તેને પ્રથમ બેએ અને પછી તેમાં વાયુ ભરી તેનું મુખ બંધ કરીને તળી સ્તપણ વાયુના ભાગનું વજન તેમાં વધતું નથી, સરખું જ થાય છે તેમ જીવનું વજન વધી શકતું નથી એમ સમજવું : ' , , , પ્રશ્ન –જીવ જોવાને માટે એક ચારના બે ભાગ કર્યા, ચાર ભાગ કર્યા, આઠ ભાગ કર્યા, એમ અનુક્રમે ખંડન કરતાં કરતાં તલતલ જેવડા કુકડા કર્યા પણ તેમાં જીવ દેખાશે નહીં, માટે તેમાં જીવ હતો તો કેમ નીકળે નહીં? ઉત્તર ૭-અરણિના કાણમાં અગ્નિ રહેલો છે છતાં તેના તલતલ જેવડા કકડા કરીએ તોપણ તેમાં કેઈ ઠેકાણે અગ્નિ દેખાતો નથી, પણ તેના બે કકડા ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં રહેલે જીવ શરીરના કકડા કરવાથી દેખી શકાતું નથી, પણ તેના ઉપગથી જ જાણી શકાય છે. આ પ્રશ્ન –જે જીવ શરીરથી ભિન્ન હોય તે તે નીકળતે કે પિસ કેમ દેખી શકાતું નથી? ઉત્તર-વાયુ રૂપી છે તો પણ તે દેખી શકાતું નથી, પરંતુ તે વૃક્ષને કંપાવે છે વિગેરે તેના કાર્ય ઉપરથી વાયુ છે એમ જાણી શકાય છે, તેમ જીવ અરૂપી હેવાથી દેખી શકાતો નથી, પરંતુ તેના કાર્ય ઉપરથી જીવે છે એમ જાણી શકાય છે, પ્રશ્ન -જે શરીર અને જીવ બને જુદા છે તે હાથી મરીને શું થાય અને કુંથુ મરીને હાથી થાય, તે વખતે હાથીને મે જીવ કુંથુના નાના શરીરમાં શી રીતે સમાય? અને કુંથુને ઝીણે જીવ હાથીના મોટા શરીરમાં કયે ઠેકાણે રહે? : 3 - ઉત્તર ૯-કંથ કે હાથી વિગેરે સર્વ જીવોના અસંખ્યાતા પ્રદેશે છે અને તે જેવડું શરીર હોય તેવડા શરીરમાં તે સર્વત્ર વ્યાપીને રહે છે. એ તેને સ્વભાવ છે. જેમ એક દીવો છે, તેને મેટા ઓરડામાં રાખીએ તે તેને પ્રકાશ આખા ઓરડામાં વ્યાપી જાય છે, નાની ઓરડીમાં રાખીએ તે તેટલામાંજવ્યાપીને