________________ (84) 126 આણંદાદિક શ્રાવકોનું પ્રતિભાવહન તથા પરલેકગમન. इकारस पडिमाओ, वीसं परियाओ अणसणं मासे / सोहम्मे चउ पलिया, विदेहे सिज्झइस्संति // 191 // - ઉપર કહેલી અગ્યારે પ્રતિમાઓ આનંદાદિક દશે શ્રાવકેએ વહન કરી હતી, સર્વેએ વીશ વર્ષ દેશવિરતિ પાળી હતી, એ છેવટે એક માસનું અનશન કર્યું હતું અને સર્વે સૈધમ દેવકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉપજ્યા છે, ત્યાંથી એવી સર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે, 191 127 આનંદાદિક શ્રાવકો પહેલા દેવલોકમાં કયા ક્યા વિમાનમાં ઉપજ્યા છે ? अरुणे 1 अरुणाभे 2 खल्ल, अरुणप्पह 3 अरुणकंत 4 सिद्धे 5 य / अरुणज्झय 6 रुयए 7, सयमवडंसे(वडिंसए)८ एगथे९ कीले 10 // 192 // અરૂણ વિમાન 1, અરૂણુભ વિમાન 2, અરૂણુપ્રભુ વિસાન 3, અરૂણકાંત વિમાન 4, અરૂણસિદ્ધ વિમાન 5, અરૂણુવજ વિમાન 6, અરૂણરૂચિ વિમાન 7, અરૂણાવસક વિમાન 8, અથેર વિમાન 9 અને કલ વિમાન ૧૦-આ દશે વિમાનમાં અનુક્રમે આનંદાદિક દશે શ્રાવ ઉત્પન્ન થયા છે. ૧૯ર. (આ નામાં 9 મું, 10 મું નામ ગાથામાં અશુદ્ધ લાગે છે તે બંને વધમાનદેશનામાં અરૂણપ્રભ છે. બીજા નામમાં પણ કેટલાક નામે તેની સાથે મળતા આવતા નથી. ).