________________ * પ્રકાશકીય પરમપૂજય અખંડબાલબ્રહ્મચારી ધર્મતીર્થપ્રભાવક વ્યાખ્યાનવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ. સા.ની. પુણ્ય પ્રેરણુથી સં. ૨૦૧૯માં સ્થપાયેલી પૂ. પં. પદ્મવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળા તરફથી 26 પુષ્પ પ્રગટ થઈ ચૂક્યા છે. આ 27 મું પુષ્પ આપના કરકમળમાં અમે અપી રહ્યા છીએ. * પ્રાત સુભાષિત સંગ્રહ નામના ગ્રંથરત્નમાં અનેક શાસ્ત્ર ગ્રંથમાંથી નવનીત રૂપે તારવેલા, અમૃત જેવો રસાસ્વાદ આપતા લગભગ 800 જેવા લોકે છે. સ્વાધ્યાય રસિક આત્માઓ માટે અમૃતના કુંડ જેવો આ ગ્રંથ છે. પ્રાકૃત વિશારદ પૂ. ગણિવર્ય શ્રી વીરશેખર વિજયજી મહારાજે આ લોકેનું પોતાનો અમૂલ્ય સમય કાઢી સંશોધન કરી આપ્યું છે. તેથી અમે તેઓશ્રીને આભારી છીએ.' - શ્રીમતી લલિતાબેન લલ્લુભાઈ ઝવેરી પૌષધશાળા ટ્રસ્ટ-સુરતના ટ્રસ્ટી સાહેબોએ આ ગ્રંથની અગત્યતા સમજી પૂ. આ. ભ. વિ. મિત્રાનંદ સૂરીશ્વરજી મ. ના સદુપદેશથી જ્ઞાનખાતામાંથી આર્થિક સહેગ આપે તેથી તેઓના પણ આભારી છીએ. તેઓને શતશઃ ધન્યવાદ આપીએ છીએ. જૈનશાસનના વિશ્વોપકારી આવા શ્રત–સાહિત્યના પ્રકાશનની યાત્રા અવિરત ચાલુ રહે તેજ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરી વિરમીએ છીએ. લિ. પૂ. પં. પદ્યવિજયજી ગણિવર જૈન ગ્રંથમાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શા. અજયકુમાર મયાભાઈ ચેરમેન શા. કુમારપાળ અમીચંદજી બાગટેચા શા. અનુભાઈ લાલભાઈ શા. સુમનલાલ મગનલાલ શા. અશોકકુમાર હિંમતલાલ