________________ - શ્રીમસુંદરસૂરિ, પોતાને સં. 1450 માં વાચકપદવી મળ્યા પછી તુરત જ આ નગરમાં આવ્યા હતા. આ વખતે તેમની ઉમર માત્ર 20 વર્ષની હતી. લાખા (લક્ષ) રાણાના માનીતા મંત્રી રામદેવ અને ચુંડ ઘણું ધનાલ્યોની સાથે તેમની હામે ગયા હતા. અને તે બધા ગ્રહસ્થાએ તેમને પ્રવેશોત્સવ મોટા આડંબર સાથે કર્યો હતો. તેમની ન્યાની ઉમરમાં પણ અપૂર્વ ઉપદેશનું માધુર્ય જોઈ લેકે ચકિત થતા હતા. આ વખતે હેમણે ઘણું ભવ્યને વ્રતાદિ ગ્રહણ કરાવ્યાં હતાં. બીજી વખત હારે શ્રીસેમસુંદરસૂરિ દેલવાડામાં પધાર્યા, ત્યારે નીંબ નામના શ્રાવકની વિનતિથી-હેણે કરેલા અપૂર્વ ઉત્સવપૂર્વક ભુવન સુંદર વાચકને આચાર્ય પદવી આપી હતી. આજ નીંબ શ્રાવકે ખાગહડીમાં ભવ્ય મંદિર પણ બંધાવ્યું હતું. - આચાર્યશ્રી ત્રીજી વખત મ્હારે પધાર્યા, હારે પણ પદે. ન્સ અને પ્રતિષ્ઠા વિગેરેના ઘણા ઉત્સવે થયા હતા. તે આ પ્રમાણે - 1 આ વખતેજ ચિત્તોડ (મેદપાટ)ની ગાદી પર લાખો (લક્ષ) રાણે રાજ્ય કરતા હતા. કેમકે સ. 1439 (સ. ૧૩૮૩)માં તે ગાદીએ બેઠો હતો. શ્રીચારિત્રરત્નમણિએ સં. 1495 માં બનાવેલી ચિત્તોડની પ્રશસ્તિમાં પણ લખ્યું છે કે" श्रीलक्षः क्षितिपालभालतिलकः प्रख्यातकीर्तिस्ततो निर्माति स्म तदङ्गजो वसुमती राजन्वतीमन्वहम् / न्यायश्रीः कलिकालभीषणतमग्रीष्मातपोत्तापिता भेजे यद्भुजदण्डमण्डपतले विश्रामलीलासुखम् " // 11 //