________________ મેઘવિજયજી મહારાજે કરેલી છે અને જે હજુ સુધી અમુદ્રિત-અપ્રકાશિત છે. આ ગ્રંથની વિદ્વાનેમાં પણ બહુ ઓછી પ્રસિદ્ધિ છે. આમાં શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત બૃહત્ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની ઘણી બધી વાતે સંક્ષેપમાં આવી જાય છે. આની હસ્તલિખિત પ્રતિએ બહુ મર્યાદિત પ્રમાણમાં મળે છે તેમ જ અશુદ્ધિઓથી લિપ્ત હેવાને કારણે તથા ક્વચિત્ કવચિત્ હેવાને કારણે ગ્રંથ એવો દુર્બોધ બની ગયે છે કે ભાગ્યે જ કોઈ આ ગ્રંથ વાંચવા ઉત્સાહિત થાય. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજની નજર આ ગ્રંથ તરફ ગઈ અને તેમણે આનું સંશોધન સંપાદન કાર્ય હાથ લીધું. મુદ્રિત ગ્રંથ જ વાંચવા ટેવાયેલી વ્યક્તિને પ્રાયઃ ક્યારે પણ સંપૂર્ણ રીતે સાચે ખ્યાલ આવી શકે તેમ નથી કે હસ્તલિખિત ગ્રંથને આધારે સંશોધન કરીને મુદ્રણ કરનાર સંપાદકને કેટલે કેટલે મહાપરિશ્રમ કરે પડે છે. હસ્તલિખિત ગ્રંથમાં નથી હોતા પદચ્છેદ, નથી લેતા આપણી પદ્ધતિના અલ્પવિરામ, કે પૂર્ણવિરામ, નથી કહેતા પ્રશ્નચિહ્ન આદિ ચિહ્નો, નથી હોતા જુદા જુદા પેરેગ્રાફ. આદિથી અંત સુધી એક સરખું લખાણ ચાલ્યું જ આવે છે. કેટલીક વાર તે લખાણ ગદ્ય છે કે પદ્ય છે તે પણ નક્કી કરવું (ખાસ કરીને અવતરણોની બાબતમાં) મુશ્કેલ થઈ પડે છે. લિપિની દુર્બોધતા, અશુદ્ધિએ, તથા વિવિધ પાડભેદો વળી આ ક્લિષ્ટતામાં ઘણે ઘણે ઉમેરે કરે છે. માત્ર દેવ-ગુરુ કૃપાજન્ય પ્રતિભાથી જ આવા કાર્યો ઉત્તમ રીતે પાર પડી શકે છે. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે લઘુત્રિષષ્ટિનું કામ તે હાથમાં લીધું, પરંતુ અશુદ્ધિઓ અને ત્રુટિત પાઠોના કારણે ઘણીવાર કંટાળી ગયા અને આ કાર્ય સ્થગિત કરી દેવાના વિચાર ઉપર પણ આવી ગયા. આ વાત મારા જાણવામાં આવી એટલે મેં એમને ખાસ જણાવ્યું કે આ કામ ચાલુ જ રાખશે. જો તમે આ કામ ચાલુ નહિ રાખો તે ભાગ્યે જ કોઈ આવું લિષ્ટ કામ હાથમાં લેશે અને તે દિવસે આ ગ્રંથ ઉપયોગમાં ન આવવાથી કાળાંતરે નામશેષ થઈ જશે. અને વાચકેને સંક્ષેપમાં બોધ થાય એ માટે મહોપાધ્યાય શ્રીમેઘવિજયજી મહારાજે કરેલે પરિશ્રમ વિફળ જશે. એટલે ગમે તેવું કષ્ટદાયક લાગે તે યે, અને પ્રતિઓની અશુદ્ધિ તથા ત્રુટિઓને કારણે કદાચ કઈ અશુદ્ધિઓ રહી જાય તે યે સંશોધન કરીને જે છે તે પણ ગ્રંથ પ્રકાશમાં લાવો. મને જણાવતાં ઘણે આનંદ થાય છે કે તેમણે ઘણી મહેનત લઈને પણ આ કાર્ય સુંદર રીતે પાર પાડ્યું છે અને શ્રતજ્ઞાનની મિટી સેવા કરી છે. સંક્ષેપરુચિ છેને આ ગ્રંથ ઘણે ઉપયોગી બનશે. ગ્રંથકાર મહોપાધ્યાયશ્રી મેઘવિજ્યજી મહારાજ વિષે ઐતિહાસિક લખાણ તે પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પિતે જ કરવાના છે. ઘણીવાર વિસ્તારથી લખવું સહેલું હોય છે, પણ ઘણી ઘણી વિસ્તૃત વાતને સંક્ષેપમાં