________________ પ્રકાશકીય નિવેદન શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભાના ૧૯મા પ્રકાશનરૂપે આ પુત્રાદિકાઢાજાપુજન્િને પ્રકાશિત કરતાં અમને આનંદની લાગણી થાય છે. આ ગ્રન્થ પહેલી જ વાર પ્રકાશિત થાય છે. એની હસ્તલિખિત એક માત્ર અને તે પણ-અરધાથી ઉપરનો ભાગ-કર્તાના હાથે લખાયેલી મળે છે. તેના ઉપરથી આ સંપાદન થયેલું છે. પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ તથા પૂજ્ય પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ દ્વારા આવા પ્રાચીન ગ્રંથો પણ સંપાદિત થઈને અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થતા રહે તે અમારા માટે ગૌરવની ઘટના છે. - આ પ્રન્થના પ્રકાશનમાં શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી-(ભાવનગર)એ જ્ઞાનદ્રવ્યને સાર્થક કરવા જે અનુમોદનીય લાભ લીધો છે તેથી અમારી આર્થિક ચિંતા હળવી થઈ છે. અમે તેની ઉદારતાની અનુમોદના કરીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. અન્ય સંધિએ પણ આ રીતે શાનદ્રવ્યને પ્રાચીન ગ્રંથોના પ્રકાશનલેખન–સંરક્ષણ દ્વારા સાર્થક કરવું જોઈએ તેવો મૂંગે બોધ આપવા બદલ તેઓની પ્રશંસા કરીએ છીએ. આ ગ્રન્થના મુદ્રણમાં કહાન મુદ્રણાલય, સોનગઢના જ્ઞાનચંદજી જેને પણ પિતાનાં અનેક કામો હાથ ઉપર હોવા છતાં આ ગ્રંથનું મુદ્રણ યથાશકય શુદ્ધ કરી આપ્યું છે તે માટે તેઓનો આભાર માનીએ છીએ. - પૂજ્ય મહારાજ સાહેબ વિહારમાં ગામેગામ વિચરતા હતા ત્યારે પ્રફ વગેરે વાંચવાનું કામ ખંતપૂર્વક નિયમિત રીતે કરવા બદલ પ્ર. પી. સી. શાહ (રાજકોટ)ને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2048, આસો સુદિ-૧. —પ્રકાશક