________________ રશિષ્ટ ]. लघुत्रिषष्टिशलाकापुरुषचरितम् [ 347 બીજા પણ ઘણા મુનિવર્યો તે શિલાના ઉપર મેક્ષે જવાથી તેનું નામ કેટિશિલા પડ્યું છે. તે શિલાને આ હુંડાવસર્પિણી કાળમાં, ઉત્પન્ન થએલા નવ વાસુદેવે અનુક્રમે ઉપાડેલી હતી. 1. ત્રિપૃષ્ઠ વાસુદેવે તે શિલાને ડાબે હાથે ઉપાડી મસ્તકના ઉપર છત્રના પેઠે ધારણ કરી હતી. 2. દ્વિપૃષ્ઠ વાસુદેવે, તે જ પ્રમાણે મસ્તક સુધી ઉપાડી હતી. 3. સ્વયંભૂ વાસુદેવે, છેક સુધી ઊંચી કરી હતી. 4. પુરુષોત્તમ વાસુદેવે, છાતી સુધી ઊંચી કરી હતી. પ. પુરુષસિંહ વાસુદેવે, પેટ સુધી ઊંચી કરી હતી. 6. પુરુષવર પુંડરીકે, કમ્મર સુધી ઊંચી કરી હતી 7. દત્ત વાસુદેવે, સાથળ સુધી ઊંચી કરી હતી. 8. લક્ષ્મણ વાસુદેવે, ઢીંચણ સુધી ઊંચી કરી હતી. 9. કૃષ્ણ વાસુદેવે ઢીંચણથી ચાર આંગળ નીચી ઊંચી કરી હતી. આ કેટિશિલા જ બૂદ્વીપમાં 34, ધાતકીમાં 68, પુષ્કરાર્ધમાં 68 મળી કુલ અઢી દ્વીપમાં 170 કેટિશિલા છે. (_વિવિધ વિષય વિચારમાળામાંથી સાભાર)