________________ સંપાદકીય નિવેદન પૂર્વથા : પ્રાપ્તિથી પ્રેસકોપી સુધી. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીજીના 25 જીવનચરિત્રોને પરિચય લખવાને પ્રસંગ આવ્યું ત્યારે આ લઘુત્રિષષ્ટિને પરિચય થયે. નામ મળ્યું. જ્ઞાનભંડારમાં તપાસ કરી તે આને અનુવાદ મળે. મૂળગ્રંથ હજી સુધી અપ્રકાશિત છે તેમ તેમાંથી જાણ્યું ! આશ્ચર્ય થયું ! મૂળ હજી અમુદ્રિત અને ભાષાંતર છપાઈ ગયું! ઠીક છે, તે વખતે તે ગ્રંથને ભાષાંતરના આધારે પરિચય - રસાસ્વાદ તે લખ્યો પણ એક બીજા પણ થયું. જિજ્ઞાસા જાગી. આ મૂળગ્રંથ કયાં છે? કેવી રીતે મળે? કેટલી: * નકલ છે આ ગ્રંથની? આટલા પ્રશ્નોના ઉત્તર મેળવતાં મેળવતાં ઠીક ઠીક સમય લાગે ! આખરે બધો પત્તો મળે. મૂળગ્રંથ પૂના ભાંડારકર ઇન્સ્ટિટયુટમાં અને તે એક માત્ર પિથી, વળી કર્તાના હાથે લખાયેલી ત્રુટક ! અપૂર્ણ પણ જે ગણે તે આ એક જ! : જ પછી આનું ભાષાંતર કરનાર પંડિત મફતલાલને સંપર્ક કર્યો. સઘન પૂછપરછ કરી ત્યારે જાણ્યું કે તેમણે મૂળગ્રંથ તે જે જ નથી, પણ તે ગ્રંથના આધારે કાચી-પાકી પ્રેસપી સ્વરૂપ જે નેટબુકે હતી તેના આધારે આ કામ પાર પાડ્યું હતું. એ નોટબુકનું પગેરું શોધવા નીકળ્યા. પહેલું ઠેકાણું મળ્યું હતું પંડિત ભગવાનદાસનું; પણ તેઓ તે સ્વર્ગના પ્રવાસે પધારી ગયા હતા. વળી પૂછપરછ દર સતત જાળવી રાખે તે બીજું ઠેકાણું મળ્યું કે પૂજ્યપાદ આ. ભ. શ્રી વિજયસૂરસૂરિજી મહારાજ પાસેથી આ નેટબુકે મળી હતી. ત્યાં પૂછાવ્યું તે પૂજ્ય આ. ભ. શ્રી ચંદ્રોદયસૂરિજી મહારાજે ઉદારતાપૂર્વક એ બધી નોટો મેકલી આપી. ઈ. પણ મૂળ તે જેવું જ પડે. તે વિના ડગલું ન માંડી શકાય. તે નોટમાં ક્યાંક આગળ પાછળ એક ઉલ્લેખ મળે. તેમાંથી ન ફણગો ફૂટ્યો કે આ નેટ પણ વિદ્યાશાળાના ભંડારમાંથી પૂજ્ય બાપજી મહારાજ હસ્તક મળેલી પોથીનાં આધારે તૈયાર કરાઈ છે, એટલે પહોંચ્યા વિદ્યાશાળાએ. પૂ. આ. ભ. શ્રી ભદ્રકરસૂરિજી મહારાજે તુર્તા કૃપા કરીને ભંડારમાં જે વિ. સં. ૧૯૯૫માં લખાયેલી નકલ હતી તે પિથી મોકલી આપી અને તે 7-8 વર્ષ જેટલા લાંબા વખત સુધી રાખવા દીધી. એ પોથી જોઈ તે તે મૂળ પૂનાની પોથીની નકલ હતી. આટલે પહોંચ્યા પણ મૂળ પિથી તે જોઈએ જ. એ મેળવવાનું કામ, અત્યાર સુધીનાં કામ કરતાં ઘણું અટપટું હતું. છતાં એ પિથી પણ લા. દ. વિદ્યામંદિરના સૌજન્યપૂર્ણ વ્યવસ્થાપકે ને વિદ્વાને શ્રી શ્રેણિકભાઈ, શ્રી દલસુખભાઈ, શ્રી કનુભાઈ શેઠ, શ્રી લક્ષ્મણભાઈ ભેજકના ઉષ્માભર્યા સહયેગથી સુલભ બની.