________________
श्री अढार अभिषेक विधि અઢાર અભિષેક
આ અઢાર અભિષેકનું વિધાન જૈન શાસનમાં પ્રચલિત વિશિષ્ટ અનુષ્ઠાનોમાંનું | એક છે. તેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. જિનબિંબો અને પટવિશુદ્ધિકરણ માટે આ વિધાન ખાસ ઉપયોગી છે. અંજનશલાકા થયેલ પુજનિક બિમ્બો જ્યારે એક સ્થળેથી બીજે સ્થળે વાહન વિગેરેમાં લઇ જવાયા હોય, પ્રાચીન બિમ્બોને લેપ કરાવ્યો હોય; કારણોસર કેટલોક સમય બિંબ અપૂજનિક [ રહ્યા હોય, કોઈ એવું આશાતનાનું કારણ બન્યું હોય, નવા તીર્થ પટો ભરાવ્યા
હોય વિગેરે સર્વે પ્રસંગમાં આ વિધાન કરાવાય છે. તેથી દોષ અશુદ્ધિ આદિ દૂર | થાય છે ને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. યોગ્ય રીતે ક્રિયાવિધિની યથોક્ત શુદ્ધિ સાચવવા પૂર્વક આ અનુષ્ઠાન થાય છે ત્યારે વાતાવરણમાં કોઈ જુદા જ પ્રકારના તેજ-ઓજસ અનુભવાય છે. આ ક્રિયાવિધિ સંપન્ન થયા બાદ બિમ્બો ઝળહળી ઉઠે છે, તેમનું આકર્ષણ અપૂર્વ હોય છે, આ વાત કેવળ શ્રદ્ધાથી માની લેવાની છે એમ નથી; પણ એ સકારણ છે. આ અનુષ્ઠાનમાં ઉપયોગમાં લેવાતા
ઔષધિ વગેરે પદાર્થો તરફ નજર કરવાથી ગમે તેવા તર્કવાદીઓને પણ કબૂલ કરવું પડે એવું છે. એ વિશિષ્ટ પદાર્થો વાતાવરણને વિશુદ્ધ કરવા માટે દરેક ક્ષેત્રમાં સમર્થ છે. અહીં તેનું અદૂભૂત સંયોજન કરવામાં આવેલ છે. એ પદાર્થો કિંમતી અને પ્રભાવ પૂર્ણ છે. આ વિધાનમાં ઉપયોગમાં આવતા સર્વોત્કૃષ્ટ પદાર્થોની નોંધ દરેક અભિષેક શરુ થતા પહેલાં આપેલ છે. આ પદાર્થોની ઉપયોગિતા વિગેરેનું વર્ણન વનસ્પતી શાસ્ત્રમાં-વૈદ્યક ગ્રંથોમાં વિસ્તારથી મળે | છે. આ અઢાર અભિષેકનું વિધાન વિશિષ્ટ કરાવવા માટે તે તે સ્નાત્રમાં જે જે
વનસ્પતિ આવે છે તેને યથાયોગ્ય રીતે ગ્રહણ કરી તેના ચૂર્ણ કરી રાખવા | જરૂરી છે. જ્યારે આ વિધાન કરવાનું હોય ત્યારે તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત એવું જોવાય છે અષ્ટક વર્ગ, સર્વોષધિ વિગેરે સ્નાત્રમાં એક પડીકી પાણીમાં નાંખી કળશાઓ ભરી આપવામાં આવે છે. અને શ્લોક બોલી અભિષેક કરવામાં આવે છે. એથી જેવી જોઈએ તેવી શુદ્ધિ થતી નથી. જેટલા બિમ્બોને અભિષેક કરવાના હોય તેના પ્રમાણમાં
ઔષધિ વિગેરે લેવા જોઈએ અને તેનો કસ બરાબર પાણીમાં મિશ્રિત થઈ જાય, | એ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાંક સ્નાત્રમાં તો ઉદ્વર્તન કરવાનું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org