________________
દિલીમાં રાષ્ટ્રપતિના સભહસ્તે ૧૦૮ સંસાર સ - હલરા થનાર મહાન ગ્રન્થનો એતિહાસિક ઉકળા
કારણથી બંધ રહો તેવી
ભગવાન શ્રી મહાવીરનું ચિત્રસંપુટ તૈયાર થયું એટલે તેનું ઉદ્ધાટન કયાં કરવું તે પ્રશ્ન મારા મનમાં ઉપસ્થિત થયો. સામાન્ય રીતે અમારી હાજરીમાં મુંબઈમાં જ ઉદ્દઘાટન થાય એ જ બરાબર હતું. સહુને પણ એવી જ ઈચ્છા હતી અને એ ન્યાયી પણ હતું, પણ કેટલાક બીજા કારણોસર મારી પ્રબળ ઈચ્છા દિલ્હીમાં રાષ્ટ્રપતિના હાથે જ ઉદ્દઘાટન કરાવવાની હતી. પૂ. ગુરુદેવને અને અમારી કમીટીને દિલ્હી કરવાની વાત મેં ગળે ઉતારી અને સહુએ સંમતિ આપી. દિલ્હી જઈ રાષ્ટ્રપતિને મળવાનું નકકી કર્યું. મારા જમણા હાથ જેવા, કર્મઠ કાર્યકુશળ શતાવધાની ૫. શ્રી ધીરજલાલ ટોકરશીની આગેવાની નીચે એક ડેપ્યુટેશને દિલ્હી જઈ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિને મારો પત્ર આપ્યો. વાંચીને પ્રસન્ન થયા અને થોડી વિચારણા કરીને તરત જ ઉદ્ઘાટન માટે સંમતિ આપી.
મારી બીજી પ્રબળ ઈચ્છા એ હતી કે આ પ્રસંગની કાર્યવાહક સમિતિ જે નીમાય તે સંસદ સભ્યોની જ હોવી જોઈએ અને તે સંસદ સભ્યો પૂરેપૂરા ૧૦૮ હોવા જોઈએ. આવો મારો દ્રઢ સંકલ્પ હતો એટલે ડેપ્યુટેશને સંસદના સભ્યોને મળવાનું શરૂ કર્યું. આઠ દિવસની અંદર પુસ્તક જોઈ લગભગ ૫૦ થી વધુ સંસદોએ સંમતિ આપી. તેમાં બનારસની યુનિવર્સિટીના ચાન્સેલર પાસે જે પ્રસંગ બન્યો તે ખાસ જાણવા જેવો અને મહત્ત્વનો છે તેથી તે જોઇએ,
બનારસના ચાન્સેલરના હાય નીચે ૨૨ સંસદો હતા એટલે ૨૨ સભ્યોની સહી લેવાની હતી. એ સંમતિ માટે આપણા ભાઈઓએ જરા વધુ પડતી નમ્રતાથી વિનંતી કરી ત્યારે ચાન્સેલર બોલી ઉઠયા કે -
મ! દમ ગોરો વદી વિક ૨૨ મંદ ગાદી સંત ઢો | ત્યારે આપણા લોકોએ કહ્યું કે અમારાથી જોરથી કેમ કહેવાય ? તો ચાનોકરને વા વિ થદ પુતવા ઉપરના समाचार जानकर तो मुझे अपार आनंद हुआ है। मेरे जीवनमें आज सुवर्ण तक आइ है। क्योंकि मेरे ब्राह्मण लोगने महावीरके समय भगवान महावीरको पूरा पहचाना नहीं । न महावीरका उपदेशको ध्यानसे सुना और सोचा । और भगवान महावीरका विरोध करके पाप किया था । उसका प्रायश्चित करनेका मौका यह पुस्तक द्वारा हमेरे सामने आया है तो हम क्यों प्रायश्चित्त નદી ને ? તો gિ સો ૨૨ નાના ચાન્સેલરે કેટલી ન્યાયી, આશ્ચર્યજનક અને ગૌરવ પૂર્ણ વાત કરી. કોઈ જાહેરમાં આવી વાત ભાગ્યેજ કરે !
તે પછી ડેપ્યુટેશન કલાના મર્મજ્ઞ દિલ્હીના કેબીનેટના ભૂતપૂર્વ પ્રધાન ડો. કરણસિંહજી પાસે પહોંચ્યું તમણે સહી આપવા વિનંતી કરી વિનંતી સાંભળીને ચિત્રસંપુટ જોયું અને અત્યંત भुधनी य. चित्रोंकी अच्छी प्रशंसा करके मुनिश्री यशोविजयजी कहाँ है वो पुछा । फिर १०८ संसद सभ्योंकी समितिकी बात की तो उसने पुछा कि समितिके कोइ प्रमुख बने है ? तो अपने लोगोंने कहा कि नहीं । तो उसने सामनेसे कहा कि मेरा नाम लिख लो । कितनी भावभरी उदारता और कहा कि मेरी नम्र विनंती है कि उद्घाटन के दिन मुनिजी जो दिल्हीमें आ सके तो मेरे लिये नहीं लेकिन सभीके लिये आनंदकी बात हो जायेगी । मैं सभामें पुस्तक ऊपर और संपादक साधुकी अनेक विषयमें जो मास्टरी जानकारी मुझे लगी है उसी ऊपर पन्द्रह मिनिट बोलूंगा अस्तु ।
हमारे कार्यकर्ताओंने इतना परिश्रम करनेके बाद भी दिल्हीमें उद्घाटन न हो सका । इसकी कारणकथा बहुत लंबी और दुःखद है। किन्तु संक्षेपमें कहा जाय तो अपने धर्मबंधु दिगंबर भाइयों कारण बनें । उनको हुआ कि जो ग्रंथका प्रकाशन हो रहा है उसमें चित्र श्वेतांबर मान्यताका महावीरके हैं, दिगंबर मान्यताका नहीं है। यह विवाद खड़ा कर दिया । ग्रन्थका उद्घाटन दिल्हीमें न हो सके इस लिये पूरा प्रयत्न किया । यह बात राष्ट्रपति तक पहुँचा दी । राष्ट्रपति उलझनमें पड़ गये । फिर सब परिस्थितिका तोलकर बडे खेदकी साथ दिल्हीका कार्यक्रम हमारी समितिने रद किया और इस ग्रन्थका उद्घाटन बम्बईमें शानदार समारोहके साथ हुआ ।
यदि १०८ संसद सभ्योंका सहकारसे यह काम होता तो जैन इतिहासमें ही नहीं लेकिन भारतवर्षके इतिहासमें सुवर्णाक्षरसे लिखा जाय ऐसी पहली ही बार बेजोड अभूतपूर्व घटना વન તાતી | દિલ્હીમાં વડાપ્રધાનથી લઈને અન્ય પ્રધાનો, આચાર્ય શ્રી તુલસીજી, સ્વામીજી શ્રી વિદ્યાનંદજી આદિને ગ્રંથસમર્પણની અનેરી, અજોડ ઘટના
મુંબઈમાં તા.૧૬-૬-૭૪ ના રોજ બીરલા માતુશ્રીગૃહમાં ચિત્રસંપુટનું ઉદ્ઘાટન થયા બાદ તે જ દિવસે રાત્રે પૂ.આ. શ્રી સમુદ્રસૂરિજીની દિલ્હીની સ્વાગત સમિતિના પ્રમુખે મુંબઈ ગોડીજી ઉપર કોલ કરીને ચિત્રસંપુટની બુકો લઈને તરત જ દિલ્હી આવવા સૂચના કરી. મેનેજરે મને એ વાત કરી એટલે પં. શ્રી ધીરજલાલ ટોકરશીની આગેવાની નીચે મુંબઈથી ચાર ભાઈઓ દિલ્હી પહોંચ્યા. પૂ.આ.શ્રી સમુદ્રસૂરિજીને વંદન કરી પુસ્તક બતાવ્યું, અત્યન્ત પ્રસન્ન થયા. પુસ્તકની ખૂબ ખૂબ પ્રશંસા કરી. તે પછી વડાપ્રધાન શ્રીમતી ઈંદીરા ગાંધી વગેરે પ્રધાનોને ચિત્રસંપુટ સમર્પણ કરવાનું હોવાથી પ્રથમ શ્રીમતિ ઈદિરાગાંધીને મલ્યા. ચિત્રસંપુટ અર્પણ કર્યું. ખોલીને પ્રથમ ભગવાન મહાવીરનું ભવ્ય ચિત્ર જોઈ, નમન કરી ખૂબ રાજી થયા. પુસ્તકની ભવ્યતાની પ્રશંસા કરી. આવું ચિત્ર કદી જોયું નથી અને કહાં કે દેશની મહાન વિભૂતિનું જીવન સમય મેળવીને હું વાંચી જઈશ. ત્યારબાદ સંરક્ષણ ખાતાના પ્રધાન શ્રી જગજીવનરામ તથા પર્યટનખાતાના પ્રધાન કલામર્મજ્ઞ ડો. કરણસિંહજીને આ ગ્રંથ અર્પણ કર્યો ત્યારે ચિત્રકારને અને વિશેષ તો ગ્રંથના સંપાદકને ધન્યવાદ આપ્યા અને કહયું કે આવાં પુસ્તકોને હજારોની સંખ્યામાં છપાવીને પ્રચાર કરવો જોઈએ અને ભારત સરકારે તેમાં સક્રિય સહકાર આપવો જોઈએ,
ત્યારબાદ તેરાપંથીના અગ્રણી વયોવૃદ્ધ આચાર્ય શ્રીમાન્ તુલસીજીને ભેટ આપવા ગયા ત્યારે તેમને કહયું કે આ મહાન ગ્રન્થ હું અહીં અંગત રીતે પ્રાયવેટમાં) નહીં લઉ પણ આવતી કાલે એક સભા રાખશું. આવા મહાન ગ્રન્થને આદર અને બહુમાનપૂર્વક સ્વીકારીશ, એટલે બીજા દિવસે આ. શ્રી તુલસીજી અને તેઓશ્રીના પ્રધાન શિષ્ય મહાપ્રજ્ઞ શ્રીમદ્ નથમલજી આદિની નિશ્રામાં ભવ્ય સમારંભ યોજાયો. મુનિશ્રી નથમલજીએ મુનિ યશોવિજયજીના ભગીરથ પ્રયાસને ભાવભીની રીતે બિરદાવી અભિનંદન આપી જણાવ્યું કે આ ગ્રંથ વિષે ઘણું કહી શકાય તેવું છે પણ અત્યારે ટૂંકમાં કહું તો આ ગ્રન્ય અદ્ભુત, અદ્ભુત અને અજોડ છે.
બાદમાં આ. શ્રી તુલસીજીએ જણાવ્યું કે 'આ અન્ય સવગ શ્રેષ્ઠ અને અનુપમ બન્યો છે.' મારા આત્મબંધુ મુનિશ્રી યશોવિજયજીએ ગાગરમાં સાગર ભરી દીધો છે. દિવસો અને મહિનાઓ સુધી વાંચ્યા કરીએ તો પણ અતૃપ્તિ રહે એવી આ ભવ્ય, પ્રેરક કલાકૃતિ બની છે. મુનિજી દિલ્હી આવ્યા હોત તો અમને આ નિવણ શતાબ્દીના પ્રસંગમાં ઘણું બળ મળત. તેમની બુદ્ધિ, શકિત, વ્યાપક ચિંતન, આયોજન શકિત વગેરેનો લાભ ઉઠાવતા અને આ પ્રસંગે જો ઉપસ્થિત હોત તો આ મહાન કાર્ય કરનાર મુનિને બંધુભાવે જોરથી ભેટી પડત ! તેરાપંથી શ્રાવકોએ પણ ગ્રન્ટ પરત્વે પ્રશંસાત્મક સંભાવભર્યા પ્રવચનો કર્યા.
પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી, જીવનપ્રભા, ભાગ-૨ ના આધારે
Jain Education Intemational
26
For Personal & Private Use Only
www.jainelibrary.org