SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. થવુદ – નિરાબિયા ન કરના, કેલી, નમણું ગાતું, પાત્ર, અને નિષ્ય શિકારીઓનું અને દરે શિકાર જ બનેલું, મંગળનું એક સુંદર રેખા ચિત્ર, ૧. bs - ૨૪. ચંપા, એક વિશિષ્ટ જાવિદ્યાવી સંસ્કૃતિ ૨૨ મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાત્રી—યક્ષિણી દેવી, તિ, અા ચિત્રમાં તેને બે વળ, પુષ્કર્મનોમુખ્ય, મળ્યા કાથમાં બાળક, તભામાં માત્રળુન્ની, ચિંચાવાનું, આકૃત [માપ્રાચિની] અને બદામનો બતાવી અજૈનોમાં અમ્બાજી તથા માતાજીના ઉપનામથી તે સર્વત્ર પ્રસિદ્ધ છે. ગોત્રદેવી તરીકે પણ્ તે વિખ્યાત છે. આ દેવી ઈતિહાસપ્રસિદ્ધ પણ છે. બારમી સદી પહેલાં તેને જૈન સંઘની પ્રધાન દેવી તરીકે સ્થાપિત કરવામાં આવી હતી એમ સમજાયું છે. કારણ કે એ કાળની પાષાણ અને ધાતુમૂર્તિઓમાં તીર્થંકર ગમે તે હોય પણ પરિકરમાં દેવી તરીકે બહુધા અમ્બિકા જ સ્થાપેલી દેખાય છે. તેનું બીજું નામ કુષ્માંડી' ‘કુષ્માંડિની' અથવા આબ્રહ્માંડી' છે. અમ્બિકા એપુત્રા, દ્વિપુત્રા, ચાર ભુજાવાળી, સીધા કે ત્રાંસા મુખવાળી, બહુધા ડાબા હાથમાં બાળકવાળી કે ડાબી બાજુએ રહેલ બાળકવાળા, એમ જુદી જુદી રીતે કંડારેલી મળે છે. ઉપરની ત્રણેય દેવીઓનાં આયુધ, વાહન, બાલક સંખ્યા એક કે બે વગેરેની બાબતમાં અનેક વિકલ્પો પ્રવર્તે છે. અહીં ત્રણેય દેવીઓને વર્તમાનમાં લોકપ્રિય બનેલી, કલ્પસૂત્રપતિએ તેની જ અનુકૃતિ રૂપે આલેખી છે, રૂ. રશ્મી – સર્વજનવલ્લભા, પદ્માસનસ્થા, કમલાસના, ચતુર્ભુજા દેવી લક્ષ્મી, એ ધનની અધિષ્ઠાત્રી છે, ઉપરના બંને હાથોમાં હાથી સહિત કમલ અને નીચેના હાથોમાં માળા તથા કુંભ છે, આ દેવીને સહુ કોઈ માને છે. લક્ષ્મીજી ભુિજાલી, આયુધોમાં વિભિન્ન વિકલ્પોવાળી અને વિવિધ રીતે આલેખેલી પણ મળે છે, ૬. સરસ્વતી – વિદ્યા - કલાની અધિષ્ઠાત્રી, સર્વદર્શનસન્માન્ય, સંસારી, સાધુ કે સર્વજનને વલ્લભ, ભારત પ્રસિદ્ધ, ચાર ભુજાલી, ક ખલાસના અને વીણા ધારિણી દેવી. –બારમા - તેરમા સૈકાની સુંદર અંગભંગવાળી કૃતિની આ અનુકૃતિ છે. સરસ્વતીનું બીજું નામ શ્રુતદેવી, શ્રુતદેવતા પણ છે. શારદા વગેરે અન્ય અનેકાનેક નામોથી કવિઓએ તેને ઓળખાવી છે. ભારતીઓ વિદ્યા, બુદ્ધિ, જ્ઞાન અને સ્મૃતિની પ્રાપ્તિ માટે આની વિવિધ રીતે ખૂબ ઉપાસના કરે છે. સરસ્વતીની એ ભુજાવાળી આકૃતિ પણ હોય છે, ઊભી કે ખેઠેલી આકૃતિ પણ હોય છે, તે હંસ અને મયૂર અને વાહનોવાળી છે. આયુધોમાં મતાંતરો પ્રવર્તે છે. ત્રણેય સંસ્કૃતિ એને એક યા ખીજી રીતે માને છે અને પૂજે છે, ૩૭. બિનમૂર્તિ' – વર્તમાન અવસર્પિણી, વર્તમાન યુગ કે વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થંકર દેવો પૈકી પહેલા શ્રી આદીશ્વરજી, ૨૨ મા શ્રી નેમિનાથજી અને ૨૪ મા શ્રીમહાવીરસ્વામીજી, આ ત્રણેય તીર્થંકરો પદ્માસને—બેઢા ખેા નિર્વાણ પામ્યા, અને એ જ આકારે એમના આત્મપ્રદેશો મોક્ષસ્થાનમાં સ્થિત થયા. આ ત્રણ સિવાયના શેષ તીર્થંકર પરમાત્માઓ ઊભા ઊભા ખડ્ગાસને અથવા ‘ કાયોત્સર્ગ’ નામના આસને રહીને નિર્વાણ પામ્યા અને એ જ આકારે તેઓ મોક્ષમાં સદાને માટે સ્થિત થયા. આવા કારસર જૈન–મૂર્તિઓ એક એડી પદ્માસનવાળી અને ખીજી ઊભી કાયોત્સર્ગાસનવાળી એમ બે પ્રકારનાં આસનોવાળી શિલ્પોમાં બતાવવામાં આવે છે. અહીં પદ્માસનસ્થ આકારે વીતરાગ ( રાગ-દ્વેષ રહિત ) ભાવના આદર્શને વ્યક્ત કરતી મુક્તાત્મા તીર્થંકરની શાંત-પ્રશાંત કૃતિ આપવામાં આવી છે. પ્રાચીન કાળમાં શ્યામ પત્થરની કેટલીક પ્રતિમાઓ ‘અર્ધ પદ્માસને' પણ બનેલી છે. ઉત્તર ભારતમાં તેનું પ્રમાણ વિશેષ છે. Jain Education International ૨૮. ઊિભમંત્રિત – ઉપર્યુક્ત મૂર્તિઓને પધરાવા માટે જૈન શિલ્પ શાનુસાર બનાવાતું, પવિત્ર અને ઉત્તમ ગણાતું મંદિરનું એક પ્રતીક. નાનકડા ચિત્રમાં બનાવવું કઠિન હોવાથી અહીં નાનકડી દેવકુલિકા જેવું મંદિરસૂચક પ્રતીક બતાવ્યું છે, ૧૧. ડીમલજુ- દેવ પછી ગુરુનું સ્થાન આવે છે. એટલે આ પ્રતીક માં મહાત્યાગી વિશિષ્ટ હેતુલક્ષી, મુનિવેષધારી જૈન મુનિને બતાવ્યાછે, તેઓ મુનિ- ખોલતી વખતે જીવરક્ષા માટે જમણા હાથમાં મુપત્તી ( એક પ્રકારનો વર્ષનો ટૂકડો) રાખે છે, અને ડાખી કાખમાં જમીન પરના જીવોની દયા માટે ઓથો ( ઉનના ગુચ્છાથી બનેલું સાધન જેનું બીજું નામ ‘રજોહરણ” ) રાખે છે, તે બંને ચિત્રમાં દેખાય છે. ખેસતી વખતે તેઓ ધરતીને જીવજંતુ રહિત બનાવવા સુકોમળ રજોહરણ ( ઓઘાના ઉનથી ) જમીન સાફ કરી પછી આસન પાથરી બેસે છે. ઓઘો જમીન ઉપર પોતાની બાજુમાં રાખે છે, વળી સાધુઓ બહાર જાય ત્યારે ડાબા હાથમાં સાધુતા સૂચક દાંડો ( એક પ્રકારનો કાષ્ઠનો દંડ) હાથમાં રાખે છે, એનો અગ્રભાગ સાત્વર્થક આકૃતિવાળો હોય છે. જૈન સાધુ નિર્પ્રન્થ હોવાથી સીવેલાં વસ્ત્ર પહેરતા નથી. તેઓ અધોવસ્ત્ર, ખીજું છાતી ઉપર એક વસ્ત્ર અને ત્રીજું તેની ઉપર એક મોટું વસ્ત્ર એમ ત્રણ વસ્ત્ર પહેરે છે. અને તેના ઉપર સાધુતાની સૂચક કંબલ-કામળી નાખે છે. હાલમાં જૈન સાધુઓમાં. અધોવઅને માટે ચોલપટ્ટો ( ચુલ્લપક ) નામનું વસ્ત્ર, છાતી ઉપરના અંદરના પહેલા વઅને માટે ‘ પાંગણી ’( પ્રાવરણ ) અને તેની ઉપરના મોટા વઅને માટે ‘ કપડો ’–' પછેડી શબ્દથી ઓળખવાનો વ્યવહાર છે, મુકામમાં હોય ત્યારે અધોવસ્ત્ર અને ઉત્તરીય વસ્ર બે જ પહેરે છે. જ્યારે દેવદર્શન વ્યાખ્યાનાદિકનો વિશિષ્ટ પ્રસંગ હોય કે બહાર જવાનું હોય ત્યારે ત્રીજું વજ્ર કડો પહેરે છે. વજ્રનો રંગ સફેદ હોય છે. પણ્ કેટલાક કારણોસર કોઈ કોઈ સાધુસમુદાય ઉપરનું વજ્ર પીળા રંગે રંગેલું પહેરે છે. આ વસ્ત્રોને ઉપકરણો કહેવાય છે. ૬, ૩૭ થી લઈને ૪૩ સુધીનાં પ્રતીકો તે જૈન મૂર્તિપૂજક સંપ્રદાયમાં ‘સાત ક્ષેત્રો' શબ્દથી પ્રસિદ્ધ પુણ્યક્ષેત્રો—સ્થાનો છે. ૭. અહીંઆ આપેલું પ્રતીક શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુનું છે. અમૂર્તિપૂજક ગણાતા સ્થાનકવાસી, તેરાપંથી સાધુ-સાધ્વીજીઓ મુખ ઉપર મુખવસ્તિકા—કપડું બાંધે છે. વળી તેમના વસ્ત્રપરિધાનમાં થોડો તફાવત છે. તથા આચાર-ક્રિયામાં પણ ભેદ છે દિગમ્બર સાધુ તદ્દન નમાવસ્થામાં હોય છે. તેઓ ઉનના બદલે મયૂર પચ્છનો ગુચ્છ રાખે છે. દિગમ્બર સંપ્રદાયમાં નમાવસ્થાના સિદ્ધાન્તને કારણે સાધ્વીસંસ્થાની હયાતી નથી, For Personal & Private Use Only ૧૩૯ www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy