SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. પૂર્વ દિશાનો સ્વામી ઈઝ ૨. અગ્નિ દિશાનો સ્વામી અગ્નિ છે. દક્ષિણ દિશાનો સ્વામી યમ જનેત્રત્ય શિાનો સ્વામી નિતિ ૫ પશ્ચિમ દિશાનો સ્વામી વરણ. ૬. વાયવ્ય દિશાનો સ્વામી વાયું છે. ઉત્તર દિશાનો સ્વામી કુબેર, ૮. ઈશાન દિશાનો સ્વામી ઈશાન ૯. ઊર્ધ્વ દિશાનો સ્વામી બ્રા અને ૧૦. અધો દિશાનો સ્વામી નાગ છે. આ દિકપાલોલોકપાલો, તે તે દિશામાં જે જે કાર્યો ચાલી રહ્યાં હોય તેનાં પર તેઓ પોતાનું આધિપત્ય ધરાવે છે, એટલે જ “યમ” લોકપાલ દક્ષિણ દિશાનો અધિપતિ હોવાથી તેનું અપમાન ન થાય માટે દક્ષિણ દિશા સામે પગ કરીને ન સૂવાનો રિવાજ છે. રખે ! તે કોઈ વખત ખીજાઈને માણસને કંઈ કષ્ટ આપે ! ચિત્રમાં આ દિક કે લોક-પાલોને ભગવાન તીર્થકરની સેવા કરતાં પોત પોતાના આયુધો અને વાહનો સાથે બતાવ્યાં છે. શું દિકપાલો એ જ લોકપાલો છે? તેનો જવાબ મળ્યાન્તરથી મેળવવો. આ દિકપાલોનાં આયુધો, વાહનો માટે જન–અજૈન ગ્રન્થોમાં વિવિધ વિકલ્પો નોંધાયા છે. અહીં અમોએ અમુક ધોરણને અનુસરીને દર્શાવ્યાં છે, ર૫, મો -વચ્ચોવચ્ચ ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ આલેખી, તેમની સેવા કરતા, આકાશમાં રહેલા નવગ્રહોને બતાવ્યા છે. તેનાં નામ, વાહનો અને આયુધો વગેરેને ચિત્રમાં સ્પષ્ટ રીતે આલેખ્યાં છે. આ ગ્રહો ત્રીજી જ્યોતિક નિકાયના દેવો છે. તેઓ વિમાનવાસી છે. અને એ વિમાન ચર છે. જૈન શાસ્ત્ર મુજબ સૂર્ય પછી ચન્દ્ર અને તે પછી ગ્રહોનું સ્થાન છે. જન પદ્ધતિએ આલેખેલા આ ગ્રહો છે. એમ છતાં અન્ય પ્રન્થોમાં અને અર્જુન ગ્રન્થોમાં આના પણ વિકલ્પો નોંધાયા છે. આ ચિત્રમાં કયા પ્રહ સાથે કયા તીર્થકરોનો સમ્બન્ધ છે. તેની જાણ માટે ચિત્ર નીચે તે તે તીર્થકરોનાં નામો પણ આપ્યાં છે. ચિત્રમાં સંખ્યાના અંકો પણ લખ્યા છે કે જેથી જેને જે ગ્રહનો જાપ કરવો હોય તેને તેની સુલભતા થાય, આ પ્રહોનાં નામ ઉપરથી જ “વારનાં નામ પડ્યાં છે. ૮૮, ગ્રહોમાં સાત કે નવ ગ્રહોનું પ્રાધાન્ય છે. ગ્રહોના આધારે માનવીનું સૈકાલિક ભવિષ્ય પણ જોવાય છે. પરિકરવાળી પાષાણ કે ધાતુની મૂર્તિ નીચે આઠ કે નવગ્રહો બતાવવાની ખાસ વિશિષ્ટ પ્રથા છે. બૃહત્ (મોટી) શાંતિ આદિ અનેક સ્તોત્રોમાં તેનું સ્મરણ તેમજ પ્રાર્થના આપી છે. શાંતિસ્નાત્રાદિ પ્રસંગે તેની પ્રાર્થના, પૂજા અને જાપ કરવામાં આવે છે.. ૨૬. મા - ચૌદરાજ લોકમાં બહ્માંડમાં વાયુ જેમ સર્વત્ર વ્યાપીને રહેલો છે અને ૫ દ્રવ્યો જેમ લોકાકાશમાં સર્વત્ર વ્યાપીને રહેલાં છે એમ જૈનો જેને 'કર્મ' શબ્દથી ઓળખાવે છે તેના પુદગલ સ્કંધો એટલે કામણ નામની વર્ગણાના સ્કંધો લોકાકાશથી ઓળખાતા અખિલ વિશ્વમાં સર્વત્ર વ્યાપીને રહેલા છે. જે કર્મ પુદગલોથી ઓળખાય છે. જેને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારે હોય તેને પુગલ દ્રવ્ય કહેવાય છે. એટલે પુદગલ એક જાતનો જડ અચેતન દ્રવ્ય-પદાર્થ જ છે.એને અતીન્દ્રિય જ્ઞાનીઓ જ જોઈ શકે છે એ કર્મ પુદગલો સ્વયં જીવને સુખ દુઃખ આપવા સમર્થ નથી હોતા, પણ જીવ, મન, વચન કે કાયા દ્વારા જયારે જયારે શુભાશુભ પ્રવૃત્તિ કરે ત્યારે ત્યારે, સ્થળે વર્તતા કાર્પણ વર્ગણાના પુદ્ગલ -પરમાણુઓને સંસારી આત્મા લોહ ચુંબકની જેમ ખેંચીને તરત જ પોતાના જ આત્મપ્રદેશો જોડે તેનું જોડાણ કરે છે. આ જોડાણ જયારે જયારે થાય ત્યારે ત્યારે તરત જ કર્મ પરમાણુઓમાં ચાર પ્રકારની પરિસ્થિતિઓ એક સાથે નિશ્ચિત થઈ જાય છે. પ્રથમ તે તે કર્મના સ્વભાવ શું છે? તે નક્કી થાય છે. સાત કે આઠ પ્રકારનાં કર્મ બાંધતી વખતે પ્રસ્તુત કર્મો આત્માના ક્યા ક્યા મુખ્ય ગુણોને રૂંધશે તે નક્કી થાય છે. જેને પ્રતિબંધ કહેવાય છે. બીજું બંધાએલા કર્મો કેટલો વખત આત્મા સાથે જોડાએલાં રહેશે તેની સ્થિતિ કાળ નક્કી થાય છે. જેને સ્થિતિબંધ કહેવાય છે. અને ત્રીજું કાર્ય બંધાએલ કર્મ આત્માને કેવા પ્રકારે બાધ તેમ જ અંતરંગ શુભ કે અશુભ ફળ આપશે અને તે પણ તીવ્રકોટિનું ફળ આપશે કે મંદ કોટિનું એનો પ્રકાર નક્કી થાય છે. એને શાસ્ત્રીય પરિભાષામાં અનુભાગ બંધ કે રસબંધ કહેવાય છે. અને ચોથું એ બધા કાર્મણ વર્ગણાઓના દલિકોનું જે પ્રહણ થાય છે તેમાંથી તે ક્ષણે બંધાતાં સાત અથવા આઠ કર્મો પૈકી કોને કેટલો હિસ્સો મળે છે તેનો પણ નિર્ણય થાય છે જેને પ્રદેશબંધ કહેવામાં આવે છે. તે કેટલા પ્રમાણ-કે જથ્થામાં થાય છે તે પણ તે જ વખતે નિર્ણય થઈ જાય છે અને એ રીતે ઉદયમાં આવે છે. જગતમાં મૂર્ખતા કે વિદ્વતા સુખ કે દુઃખ, અમીરી કે ગરીબી, સમ્યગુબુદ્ધિ કે મિયાબુદ્ધિ, અત્યાગના પરિણામ, ઉચ્ચ કે નીચકુલ, અંતરાયો એ બધું તે તે રૂપે આત્માએ બાંધેલાં આ કર્મોના ઉદયને જ આભારી છે. સમગ્ર સંસારની રચના, તેનું સમગ્ર સંચાલન, આ કર્મના આધાર ઉપર જ ચાલે છે. એ તમામ કર્મોનાં દ્રવ્યનો સર્વથા ક્ષય થાય તો જ આત્મા નિષ્કર્મ બની મુક્તાત્મા બને છે. આ કર્મ આઠ પ્રકારનાં છે. જેનાં નામ પટ્ટીમાં અનુક્રમે ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય ૫ આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, અને ૮. અંતરાય આ રીતે લખ્યાં છે. આ પદીમાં આઠેય કર્મના માત્ર સ્વભાવો જ ચિત્રો દ્વારા બતલાવ્યા છે. ૧. પહેલું જ્ઞાનાવરણીય કર્મ આ ચિત્ર આંખ ઉપર પાટો બાંધેલું બતાવ્યું છે. આ ચિત્ર એમ બોધ આપે છે કે જ્ઞાનાવીય કર્મ ચક્ષુ ઉપર બાંધેલા વસ્ત્રના પાટા જેવું છે. પાટા બાંધેલા ચક્ષવાળો જેમ કોઈ વસ્તુને દેખી જાણી ન શકે તેમ જ્ઞાન કે જ્ઞાનીની આશાતના કે ઉપેક્ષાદિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ જીવ જે બાંધે તો તે છવના નાનેરૂ૫ ચક્ષુ ઉપર કર્મરૂપી પાટો આવવાથી આમાના જ્ઞાનપ્રકાશને આવ્યક્તિ કરે છે. તેથી આમાં કોઈ પણ વસ્તુને સારી રીતે, સ્પષ્ટ રીતે કે સંપૂર્ણ પણે જાણી-સમજી શક્તો નથી, એટલું જ નહિ, આત્મા અનંત જ્ઞાનમય હોવા છતાં તેની કેવળજ્ઞાન-શક્તિને પ્રગટ કરી શક્તો નથી. ટૂંકમાં તાત્વિક ફલિતાર્થ એ કે આ કર્મ જીવોના અનંત કોટિના જ્ઞાનગુણને અવરોધે છે, જેવો જેવો પાટો તેવો તેવો વ્યાક - बिरालिका, But, ૫૯. સૂર્યનું બીજું નામ આદિત્ય, સોમનું ચંદ્ર, મંગલનું ભૌમ, ગુરુનું બૃહસ્પતિ અને શનિનું શનિશ્ચર છે. ૬૦. નિર્વિભાજ્ય અંશનું નામ પરમાણું છે. એવા પરમાણુઓનો સમુદાય તેને અંધ કહેવાય છે. કર્મ યોગ પુદગલ અધો અનંતાનંત પરમાણુઓના સમુદાયરૂપે હોય છે. અને એવા કર્મસ્કંધો સમગ્ર લોકમાં સર્વત્ર રહેલા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy