SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ--ર૭, ત્રણેય ચિત્રપદીઓ જિનમંદિર-દહેરાસરમાં બિરાજમાન તીર્થંકર દેવની મૂર્તિની પNભૂમિમાં સ્થાપિત કરવામાં આવતા પરિકરની બિનપર છે. “પરિકર ' એ સંસ્કૃત શબ્દ છે, જેનો ભાષામાં એને “પરવર ' કહે છે. પરિકરનો અર્થ પરિવાર અને પરિજન કે સમહ [9 ] થાય છે. જેમાં દેવ, દેવીઓ વગેરે પરિવાર વર્તતો હોય તે પકિર કહેવાય. મોટા ભાગની જૈન પ્રજ પરિકરમાં શું આવે છે ? તે શા માટે છે. તેને જગૃતી નથી, તેઓ ઘરે બેઠા બેઠા પણ આ અંગેનો કંઈક ખ્યાલ મેળવી શકે એ ખાતર જ તેની ત્રણ પટ્ટીઓ અહીં ચિતરાવીને આપી છે. એમાં પરિકરમાં આવતી વર્તમાન પ્રચલિત બધી વસ્તુઓને બતાવી છે. તેનો પરિચય આ પ્રમાણે છે : ૧૫ નંબરની પહી-મૂર્તિના ઉપરના ભાગે અર્ધવર્તુલાકારે જે ભાગ હોય છે તેને અહીં સીધી-સપાટ રીતે દર્શાવામાં આવ્યો છે. આ ભાગમાં વાજતે ગાજતે જન્મોત્સવ ઉજવવા જતા દેવોની અભિષેક યાત્રા બતાવાય છે. એની વચોવચ ત્રણ છત્ર ઉપર બે હાથથી શંખવાદન કરતો, ઉભડક પગે બેઠેલો એક દેવ દર્શાવ્યો છે. તેની બન્ને બાજુએ મેરુપર્વત ઉપર જન્માભિષેકનો ઉત્સવ ઉજવવા આકાશમાર્ગે જઈ રહેલા જળ કલશધારી હાથી ઉપર બેઠેલા ઈન્દ્રિો તેમજ મૃદંગ વગાતા ગાત્પર્વ દેવો અને શખવાદક દેવની નીચે મૂર્તિની ઉપર પ્રાતિહાર્ય તરીકે રખાતાં ત્રણ છત્રો છે. તે પછી ભગવાનના કર્ણની બંને બાજુએ મૂકતા કમલ દંડધારી, તે પછી તેની સમાંતર રેખામાં વર્તતી બંને બાજુની નાની મૂર્તિઓની દહેરીઓનાં શિખરો, પરિકરના ટોચના વર્તુલાકાર ભાગમાં કરવામાં આવતી હંસપીઓની શ્રેણિ, અને તે પછી કરાતી કમલની પાંખડીઓ, ચિત્ર પટ્ટીમાં મથાળાની બંને પંક્તિઓમાં અને છેલ્લે શોભા ખાતર કરાતાં મયૂર તથા પોપટનાં યુગલો બતાવ્યાં છે. કેટલાંક પરિકરોમાં ઉપરના ભાગે ગાંધર્વ દેવ-દેવીઓની પટ્ટી હોય છે પણ તે આમાં નથી. આ રીતે અત્યારે બનતા *પરિકરોમાં સામાન્ય રીતે જે સામગ્રી મૂકાય છે તેનું અહીં દર્શન કરાવ્યું છે.. પ્રાચીન કાળમાં પરિકરો, વિષયરચના અને કલાની દષ્ટિએ વિવિધ પ્રકારના બનતાં હતાં. આજે કલાનો રસ ઘટી જવાના કે એ જાતની દૃષ્ટિ- લક્ષ્ય ન હોવાના કે પુરતો ખર્ચ ન કરવા વગેરે કારણે વર્તમાનમાં (પ્રાયઃ) ગતાનુગતિએ સાદા અને લગભગ એક જ પ્રકારના પરિકરો બની રહ્યાં છે, જેથી તેમાં બીજાને ભાગ્યે જ નવીનતા કે સુંદરતા જોવા મળે. જ્યારે પ્રાચીન કાળના પરિકરોમાં વિવિધતા, ક્લાની દષ્ટિ, સુરેખ અને “આકર્ષક શિલ્પ સુંદર રીતે જોવા મળે છે. ૧૬ નંબરની પહી- આ પટ્ટીમાં પરિકરની મધ્યવર્તી આકૃતિઓ બતાવી છે. કેન્દ્રમાં મૂલનાયકની મૂર્તિ બતાવી છે. તેની બંને બાજુએ જિનમુદ્રા (-કાયોત્સર્ગમુદ્રા*) એ રહેલી બે (ખડી) મૂર્તિઓ, પછી તેની બંને બાજુએ છે ઉપર બતાવાતા ચામર તથા અમૃત કુંભધારી દેવો, તે પછી ક્રમશઃ બંને બાજુએ હાથી અને મગરના મિત્રી મિલનની આકૃતિઓ, અને કાઉસગ્ગીયા ઉપર બંને બાજુની દેરીઓમાં પધરાવાતી પવાસનસ્થ મૂર્તિઓ વગેરે બતાવેલ છે. વળી નાના પ્રતિમાની બને બાજુએ મગર જેવું જે જલચર પ્રાણી હોય છે તેને અહીં મુખથી અગ્નિની જવાલા કાઢતું બતાવ્યું છે. પ્રાચીન કાળમાં વિવિધ રીતે પરિકરો થતાં, એમાં મોટા ભાગે વચ્ચે મૂલનાયક તરીકેની એક જ મૂર્તિ રહેતી. વળી ત્રણ મૂર્તિવાળા પરિકરો પણ વધવા માંડ્યાં, જેમાં ભૂલનાયક ઉપરાંત બંને બાજુએ કાઉસગ્ગીયા એટલે ઊભી બે મૂર્તિઓ રહેતી, તે પછી પાંચ મર્તિવાળા પરિકરો ખૂબ વધવા માં અને છેલ્લા સેંકડો વરસથી તો એની જ પ્રધાનતા રહી છે. અને હાલમાં તો આ એક જ પ્રકાર જાણે રૂદ્ધ જેવો થઈ ગયો છે. કેટલાક પરિકરો અષ્ટપ્રાતિહાર્યોવાળાં પણ હોય છે. એક મૂર્તિવાળા પરિકરને એક તીર્થ, ત્રણ મૂર્તિવાળાને ત્રણુતીર્થ, અને પાંચમૂર્તિવાળાને પંચતીર્થ (-કે તીથી)પરિકર કે મૂર્તિ તરીકે ઓળખાવાય છે. ૨૪ તીર્થકરોમાં “હા ” ની સ્તુતિમાં કહેલા પાંચ તીર્થકરોનું પ્રાધાન્ય વર્તતું હોવાથી શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથંજી, શ્રીનેમિનાથજી શ્રી પાર્શ્વનાથજી અને શ્રીમહાવીરસ્વામીજી, આ પાંચેયને સ્થાન આપવામાં આવે છે. એમાંથી કોઈ પણ એકને મૂલ નાયક તરીકે સ્થાપીને શેવ ચારને પરિકરમાં સ્થાન આપવામાં આવે છે. ૧૭ નંબરની પહી– આમાં પરિકરનો સહુથી નીચેનો સંહાસન કે લોકભાષામાં “ગાદી' શબ્દથી ઓળખાવાતો ભાગ બતાવ્યો છે. વચ્ચે શાંતિદેવી અથવા આદ્ય શક્તિની મૂર્તિ હોય છે. ત્યાર પછી બંને બાજુએ હાથી અને સિંહ મૂક્યા છે. આ મકવાનો હેતુ સ્પષ્ટ જાણવા મળ્યો નથી પણ સિંહ એક પરાક્રમી તરીકે અને હાથી શ્રેષ્ઠ બળવાન તરીકે ગણાતા હોવાથી “શુભ કાર્યો માટે પરાક્રમી અને પરોપકાર માટે બળવાન બનવું જોઈએ આવો કે આના જેવો કોઈ શુભ-પ્રેરકભાવ દશકે ખેંચવાનો હોય, તે ઉપરાંત પરસ્પર વિરોધી પ્રાણીઓ પણ સાથે રહીને વ્યક્ત કરી રહેલા અવિરોધી અહિંસક ભાવના આદર્શને પણ જીવનમાં ઉતારવો જોઈએ એવા હેતુથી આ શિલ્પ મૂકાતું હોય તો અપ્રસ્તુત નથી, તેમ જ આ બંને પ્રાણીઓની ભારતીય વિદ્વાનોએ “મંગલ ' તરીકે ગણના કરી હોવાના કારણે પણ આ મુકવાની પ્રથા હોય તે પણ સંભવિત છે. આ બધાં “અમાનો છે. સત્ય જે હોય તે ત્યાર પછી ડાબી બાજએ પહેલા તીર્થંકર શ્રી આદીશ્વરપ્રભુના ચાર હાથવાળા ""ગોમેધયક્ષને ગજવાહન ઉપર તેના આયુષ’ સાથે અને આપણી જમણી બાજુએ આઠ હાથવાળી ગલ્ડવાના ચશ્વરીને તેના આયુધ સાથે બતાવાયાં છે. ૪૯, આ પટ્ટીઓ ચેમ્બર (મુંબઈ) ના મૂલ ગર્ભગૃહનાં પરિકર ઉપરથી બનાવી છે. ૫૦. જો કે પ્રાચીન પરિકરો વિવિધ પ્રકારનાં મળે છે તેમ છતાં ગુજરાતમાં જે કંઈ જોઈ શકાય એમાં સ્પષ્ટ, સુરેખ અને બારીક શિલ્પની દષ્ટિએ ઉત્તમ પાટણના ખડખોટડીના પાડાનું, અને ઉઠાવદાર યાવત નખશલ શિલ્પની દષ્ટિએ જોઈએ તો અમદાવાદની નિશાપોળના બેયરામાંના જગવલ્લભ પાશ્વનાથનું શ્રેષ્ઠ કોટિનું છે, ૫૧. આનો બીજો પ્રસિદ્ધ શબ્દ “ખફગાસન' છે. પર, આ પ્રાણીનું યથાર્થ નામ શું છે તે, તથા તેને અહીં મૂકવાનો યથાર્થ હેતુ શું છે? તે જાણવા મળ્યું નથી, ૫૩. સ્નાત્ર માટે ધાતુની જે “પંચતીથી ' મૂકવાનો રિવાજ છે તે ઉપરોક્ત પાંચ તીર્થકરવાળી એવી મૂર્તિનો સૂચક છે. ૫૪જોકે આનો સાચો હેતુ મને મળ્યો નથી, અને મને જે મળ્યો છે તે હદયંગમ નથી તેથી અહીં નેધતો નથી, ૫૫ પ્રાચીન કાળના અમુક સકાના પરિકરોમાં પરિકરના જે મૂલનાયક હોય તેના જ યક્ષ-યક્ષિણી મૂકવાની પ્રથા ન હતી. પણ નક્કી કરેલા જ યક્ષ-યક્ષિણી મૂકાતાં હતાં. એમાં યક્ષિણી તરીકે (પ્રાયઃ) અમ્બિકા જ મુકાતી હતી, અને યક્ષ તરીકે પણ (તે પ્રકાર ) એક જ પ્રકારનો મોટા ઉદરવાળો, અને હસ્તિવાહન વાળો યક્ષ મૂકાતો હતો. આ પક્ષક્યો હતો તે સમજી શકાતું નથી પણ शूचि Jantation Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy