SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૮૦ ચિત્રએ તો અતીક એિનો પશ્ચિય જ પ્રથમ ૮૦ કિષીઓને પરિશ્યના ત્રીજી આવૃત્તિ લેખકઃ મુનિ યશોવિજય (વર્તમાનમાં આચાર્ય યશોદેવસૂરિજી) અવતરણ– ચિત્રસંપુટની આ ત્રીજી આવૃત્તિ છે. આ વખતે નવાં ૧૩ચિત્રો ઉમેરવામાં આવતાં આ આવૃત્તિમાં ૪૮ ચિત્રો પ્રગટ થયાં છે. ૪૮ ચિત્રો સામેના દરેક પાનામાં ચિત્રનો ગુજરાતી, હિન્દી અને ઈંગ્લીશ ત્રણ ભાષામાં પરિચય છાપ્યો છે. દરેક પરિચયના પ્રારંભમાં વિવિધ વિષયના એક ઈચના સમચોરસ પ્રતીકો છાપ્યા છે, અને દરેક પાનામાં નીચેના ભાગે વિવિધ વિષયની સુંદર પટ્ટીઓ છાપી છે. ત્રીજી આવૃત્તિમાં ૧૦૫ (૩૫*૩= ૧૦૫) પ્રતીકો હતાં. નવાં ૧૩ચિત્રોનો ઉમેરો થતાં (૧૩*૩= ૩૯) ૩૯ પ્રતીકોનો આમાં વધારો થયો છે. એટલે કુલ પ્રતીકો ૧૪૪ થયાં છે. તે સિવાય પરિશિષ્ટ વિભાગમાં બીજી આવૃત્તિનાં પાનાનાં છેડા ઉપર નાની મોટી બીજી અનેક આકૃતિઓ છાપી હતી. આ વખતે તેમાં પણ વધારો થયો છે, સંઘમાં ઉજવાતા વિવિધ પ્રસંગોની કંકોત્રી વગેરેમાં ઉપયોગી થઈ શકે તેવી પટ્ટીઓ પણ આ આવૃત્તિમાં ઉમેરાણી છે. બીજી આવૃત્તિમાં ૬૦પટ્ટીઓ હતી. આ ત્રીજી આવૃત્તિમાં ૪૮ મૂલ ચિત્રોમાં (૩૬થી ૪૮ વચ્ચે) ૧૩પટ્ટીઓ વધી, અને તે પછીના પરિશિષ્ટમાં બીજી ૩૧ નવી આપી છે અને એક શરૂઆતના ટાઈટલ ઉપર છાપી છે, બધી મળીને ૮૦ પટ્ટીઓ છાપી છે. જૈનસંઘને શકય એટલું નવું આપવાની ઈચ્છાના કારણે યથાશકિત પ્રયત્ન સેવ્યો છે. પટ્ટીઓ ધાર્મિક, સાંસ્કૃતિક, ભાષા, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, યોગ,જ્ઞાન, મંત્ર, તંત્ર, જયોતિષ, વિદ્યાદેવીઓ, યક્ષ-યક્ષિણીઓ, યંત્ર, મુદા, પરિકર, વાધ, લાંછનો વગેરેને લગતી છે. એ જ રીતે પ્રતીકો પણ જૈનધર્મ-સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કૃતિને લગતાં વિવિધ વિષયનાં આપ્યાં છે. અહીં જે પરિચય આપ્યો છે તે વિદ્વાનો કે ઉચ્ચત્તમ અભ્યાસીઓને અનુલક્ષીને નહિ પણ સર્વસામાન્ય જનતાને નજરમાં રાખીને મધ્યમ રીતે આપ્યો છે. પટ્ટીઓ અને પ્રતીકો બોધક, પ્રેરક, જાણવા-સમજવા યોગ્ય છે, એમાં કેટલાક પ્રતીકો અને પટ્ટીઓ સાવ સાદા પણ છે. આ આવૃત્તિમાં પટ્ટીઓ અને પ્રતીકોનો હિન્દી, અંગ્રેજી પરિચય વધારવામાં આવ્યો છે. એટલે ત્રણેય ભાષામાં પરિચય મલી જાય છે. અહીં પ્રથમ ગુજરાતી પરિચય આપ્યો છે. * ત્રણ ભાષાવાળા પરિચય પૃષ્ઠો નીચે છાપેલી પ્રથમ ૪૮ ચિત્રપટ્ટીઓનો પરિચય + ૧. ઘર્ષ આ ધર્મચક્રની પટ્ટી છે. આ ધર્મચક્ર દરેક તીર્થંકરના ધર્મચક્રીપણાને ખ્યાત કરનારું, પ્રતિપક્ષીઓના મદને મહાત કરનારું અને સૂર્ય કરતાં અધિક ના - તેજસ્વી હોય છે. તે વિહાર કરતા તીર્થકરની આગળ ઝગમગાટ કરતું આકાશમાં ગમન કરે છે. દેવો તેને સમવસરણમાં ચારે બાજુએ પ્રભુની બેઠક સામે જ સુવર્ણકમળ ઉપર રચે છે.તે સમવસરણના દરવાજા ઉપર પણ હોય છે. વળી તે ધર્મના પ્રકાશને કરનારું,તેની પ્રબળ સત્તાને સૂચવતું અને તેની પ્રેરણા આપનારું પ્રતીક છે. વહેવારમાં સહુથી પહેલું ધર્મચક્રવર્તન અબજો વર્ષ અગાઉ શ્રી ઋષભદેવ ભગવાનના વિહાર કાળમાં તક્ષશિલામાં (પેશાવર પ્રદેશ) ભગવાનના જ પુત્ર બાહુબલીજીએ કર્યું હતું. ‘તપાવલી' ગ્રન્થમાં ધર્મચક્રનું તપ કરવાનું પણ વિધાન છે પણ આપણે એને લગભગ વીસરી ગયા, એટલે ધર્મચક્રનું આધ પ્રવર્તન કરનારા જૈનો છે એ વાત જૈનોના મન ઉપર ન રહી તો પછી બીજાને તો ખ્યાલ જ શેનો હોય !આજે તો બૌદ્ધોના અઢી હજાર વર્ષ ઉપર શરૂ થયેલા ધર્મચક્રનું ભારત સરકારે ગૌરવ કરવાથી તે સવિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું છે. બંને ધર્મમાં ધર્મચક્રની આકૃતિ લગભગ સરખી છે. અહીં ચિત્રમાં ધર્મચક્ર માત્ર દર્શનીય જ નથી પણ સહુને વંદનીય છે એનો ખ્યાલ આપવા ચતુર્વિધ શ્રીસંઘ ધર્મચક્રને ભાવપૂર્વક વંદન કરતો બતાવ્યો છે. બંને બાજુએ બેઠેલાં મૃગલાંઓને ગ્રન્થમાં સત્વ અને કરુણાનાં પ્રતીકરૂપે ઓળખાવ્યાં છે. ધર્મચક્રના આરા સાતથી લઈને ૨૪ સંખ્યા વચ્ચેની વિવિધ સંખ્યાવાળા જોવા મળ્યા છે. મૂર્તિઓમાં ધર્મચક્રો સન્મુખ તથા આડાં (એટલે આપણી સામે ચક્ર ઉપરની બંધારણ પટ્ટી જ આવે અને આરા બંને બાજુએ રહે) બંને પ્રકારનાં કરવામાં આવતાં હતાં. ઘણા પ્રાચીન કાળમાં આડાંનો ઠીક ઠીક પ્રચાર હતો. આજે તો (પ્રાય:) માત્ર સમ્મુખનો પ્રકાર કરવાની પ્રણાલિકા છે. જૈન પરંપરા મુજબની દેવનાગરી લિપિમાં લખાતા ઓ અને હું કેવી રીતે ચીતરવા જોઈએ તેનો ખ્યાલ આપવા આ પટ્ટી આપી છે. લધુ કે બૃહતું શાંતિસ્નાત્રની વિધિ પ્રસંગે માટીની વેદી-પીઠિકા બનાવવામાં આવે છે ત્યારે તેની ઉપર આ બંને મંત્રીજોને આલેખવા પડે છે. વળી આ બીજે લગભગ સર્વધર્મ પ્રસિદ્ધ છે. મંત્રો,યંત્રો, જપ તથા ધ્યાન વગેરેમાં એમનો વ્યાપક ઉપયોગ થાય છે. જેનો ‘’ને પંચપરમેષ્ઠીમય અને હી’ને ચોવીશ તીર્થંકરમય કહ્યું છે. ઓં અને હું મંત્ર બીજે ઉપર તેના મહિમાના અને સાધનાના ગળ્યો, મંત્રકલ્પો લખાયા છે. . માન- અનાદિ કાળથી વિશ્વમાં મંગલારૂપે ગણવામાં આવેલી આઠ આકૃતિઓની આ પટ્ટીમાં અનુક્રમે (૧) સ્વસ્તિક (૨) શ્રીવન્સ (૩) નંદ્યાવર્ત (૪) વર્ધમાનક (૫) ભદ્રાસન (સિહાસન) (૬) કળશ (ઘટાકૃતિ) (૭) મીનયુગલ અને (૮) દર્પણ આ આકૃતિઓ આલેખી છે, શાસ્ત્રોકત આદેશાનુસાર આ આઠેય આકૃતિઓ દરેક શ્રાવકે જિનમંદિરમાં ભગવાનની પૂજા કર્યા બાદ મંડપમાં બેસી ચૈત્યવંદન શરૂ કરતાં પહેલાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા સન્મુખ હંમેશા શુદ્ધ અને અખંડ એવા અક્ષત-ચોખાથી હાથથી આલેખવી જોઈએ પણ આજે આ પ્રથા લગભગ બંધ થઈ ગઈ છે એનાં સ્થાને આજે માત્ર પાટલા ઉપર ચોખાનો સ્વસ્તિક બનાવવો પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રતીકરૂપે અક્ષતથી ત્રણ ઢગલીઓ કરવી, તેની ઉપર સિદ્ધશિલાનો ચન્દ્રાંકાર કરવો અને તેની વચ્ચે ચૌખાની નાની ઢગલી સિદ્ધાત્મા સૂચક કરવાની પ્રથા છે. આ પ્રથામાં આજે ફકત આધ મંગલાકૃતિ “સ્વસ્તિક”નું આલેખન જરૂર જળવાઈ ૨હ્યાં છે. અનેક પ્રસંગોમાં તે આલેખવામાં આવે છે. વર્તમાનમાં નાના મોટા હજારો જૈન સ્ત્રી પુરુષો હંમેશા મંદિરમાં જઈ કાષ્ઠના પાટલા ઉપર પોતાના ઘરના શુદ્ધ ચોખા દ્વારા આ સ્વસ્તિકની રચના કરે છે, આ અષ્ટમંગલની આકૃતિઓ પ્રભુ સમક્ષ ચોખાથી આલેખવાની - કરવાની હોય છે. પ્રાચીન કાળમાં તો જૈન રાજાઓ, ૧. શાસ્ત્રમાં “ધર્મચક્ર'ને હજાર આરાવાળું પણ દર્શાવ્યું છે. ૨. આઠમના ચંદ્રમાના જેવી આકૃતિ. • જિનમંદિરોમાં ભોંયતળિયાની જગ્યામાં વરસોથી સાથિયો કે નંદ્યાવર્તનું પથ્થરથી શિલ્પીઓ દ્વારા આલેખન થતું આવ્યું છે. એના ઉપર પગ પડવાના, સહુ સવાના, તે શું ઉચિત ગણાય ખરું? આ પ્રથા કયારથી થઈ, કોણે કરી? તે વિચારવું રહ્યું. US XO! .....; re ૧૧૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy