SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ROX 9, ઐA ( ( [ (ઝટેસ્S AX ) :) ) ) UDA 69c SO ૩૫ ચિત્રો પછીનું તમામ ગુજરાતી લખાણ મુનિજીની ઇરછા મુજબ ત્રણેય ભાષામાં આપવાનો વિચાર હતો પણ અત્યારે તે શકય નથી તે બદલ દિલગીર છીએ. સંપાદકશ્રીજીના વિનયલ શિષ્ય મુનિશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ આ કાર્યમાં અનેક રીતે સહાયક બન્યા છે તેથી તેમનો, તથા પૂ. આગમપ્રભાકર મુનિવર શ્રી પુચિવિજયજી મહારાજ , શતાવધાની મુનિશ્રી જયાનંદવિજયજી આદિ તથા વિવિધ રીતે સહાયક થનારા, શુભેછા ધરાવનારા મુનિગણનો. અને પૂ. સાધ્વીજી ગણન આભાર માનીએ છીએ. પહેલી આવૃત્તિના નિવેદનમાં જે બાબતન વિશેષ ઉલ્લેખ કરી શકાયો ન હતો તે આ આવૃત્તિમાં કરવાનું સમુચિત ગણાશે. આ ચિત્રસંપુટના પાયામાં સહાયક થનારી મુખ્યત્વે ત્રણ્ય વ્યકિતઓ છે, એક મુંબઇના અને વેપારી જનસમાજના અગ્રણી, મારા પ્રત્યે અનન્ય પક્ષપાત ધરાવનાર, શ્રી અને ધીને વરેલા શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ, બીજી ચિત્રસંપુટના મુદ્રણ ફંડની જવાબદારી સંભાળનાર ધર્માત્મા શ્રી વાડીલાલ મગનલાલ વોરા અને ત્રીજી સમાજના કર્મક કાર્યકર શ્રીયુત્ કાંતિલાલ ડી.કોરા આ ત્રણેય પુણ્યવાન નામાઓએ આ પ્રકાશનમાં ખૂબ લાગણી અને ઉદારતાથી પોતાની સેવાઓ આપી છે. વળી આ કાર્યમાં વિવિધ રીતે સહાયક થનારા અને સેવા આપનાર પ્રો.રમણલાલ ચી. શાહ, પ્રો. હીરાલાલ ૨, કાપડિયા, ૫. ધીરજલાલ ટોકરશી શાહ, શ્રી ચિત્તરંજન ડી. શાહ, શ્રી માલક્ષ્મીબહેન રસીકલાલ દલાલ, શ્રી ભાનુમતીબહેન જયંતિલાલ દલાલ, વગેરે અનેક મહાનુભાવોનો, તે ઉપરાંત આ કાર્યને પોતાનું માનીને અનેક કલરવાળાં ચિત્રો સુંદર રીતે છાપી આપનાર બોલ્ટન ફાઇન આર્ટ લીથો વર્કસ પ્રસના માલિક શ્રી એન. જે. અરદેશર તથા માત્મીયભાવે સહાયક થનાર શ્રી બી. કે. પટેલ તથા પ્રેસના કાર્યકરોના આભારી છીએ. સુંદર અને ખંતપૂર્વક લખાણોનું પ્રિન્ટીંગ કરી આપનારા મૌજ, વકીલ એન્ડ સન્સ, જન્મભૂમિ અને નિર્ણયસાગર વગેરે પ્રેસી. અને તેના સંચાલકોનો, તે ઉપરાંત આર્થિક સહાય કરનારા ટ્રસ્ટી તથા ભાવિક દાતારોનો-આ બધાયનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. અમારા આ કાર્ય પાછળ શાસનદેવ-દેવીની કૃપા, ઉપરાંત પરમશાસનપ્રભાવ કે પરમ ઉપકારી સ્વર્ગસ્થ પરમપૂજય આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યો સાનવૃદ્ધ અને વયોવૃદ્ધ શાસનપ્રભાવક પરમપૂજય પરમોપકારી આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. યુગદિવાકર આચાર્ય શ્રીમાન વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદો અને તેઓશ્રીની અનેકવિધ સહાય અને કૃપાવેષથી આ કાર્ય પૂર્ણતાએ પહોંચ્યું તે બદલ તેઓશ્રીના ચરણોમાં ભૂરિ ભૂરિ વંદના કરીએ છીએ. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્ય માટે સહાયક ધનારા, શુભેચ્છા ધરાવનારા સહુ કોઇના અમો આભારી છીએ. આ કાર્ય દરમિયાન પૂ. મુનિજીની બે વખત આવેલી લાંબી માંદગી અને તેઓશ્રીની કેટલીક પ્રતિકૂળતાઓ, પ્રેસના આજના વિષમ સંયોગમાં ધારણા પ્રમાણે કામ થવાની શકયતા, વળી મુદ્રણકાર્યના મેટરમાં થયેલો ધણો મોટો વધારો વગેરે કારણે પ્રકાશનમાં વિલંબ થવા પામ્યો છે. અમો એ બદલ દુ:ખ સાથે દિલ ગીરી વ્યકતા કરીએ છીએ. આ સંપુટની ચાર હજાર નકલો પુસ્તકાકારે અને એક હજાર નકલો છૂટાં ચિત્રો રૂપે છાપી છે. જેથી છુટાં ચિત્રો સંવત્સરી મuપર્વના દિવસે કલ્પસૂત્ર-બારસસૂત્રના વાંચન પ્રસંગે ચિત્રદર્શન માટે અને વિશાળ સ્થાનમાં મઢાવીને ચિત્રો મૂકી શકાય તથા જાહેર પ્રદર્શન કરવા માટે ઉપયોગી બને. વ્યાપક પ્રચારાર્થે આ ચિત્રોને ભવિષ્યમાં નાની નાની વિવિધ સાઇઝમાં, કલાની વિવિધ પદ્ધતિઓ દ્વારા વિવિધ રીતે પ્રગટ કરવાની તેમજ તેની સ્લાઇડો વગેરે બનાવવાની ભાવના છે, તેમજ દેશની અને વિદેશની બીજી સુપ્રસિદ્ધ ભાષાઓમાં પણ પ્રગટ કરવાની ભાવના રાખી છે. ખાવા જ પ્રકારનું શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ, શ્રી શાંતિનાથ, શ્રી આદિનાથ, આ ચાર તીર્થકરીના જીવનપ્રસંગોનાં ચિત્રોનું બીજું સંપુટ આલ્બમ) પૂજય મુનિજ પ્રગટ કરાવવાના છે. તેઓશ્રીના માર્ગદર્શન નીચે ભગવાન શ્રી પાર્શ્વનાથનાં ચિત્રો ચીતરવાનું કામ શરૂ પણ થઇ ગયું છે. પૂજયશ્રીજીની ઇચછા અત્યુપર્યાગી. બીજાં અનેક જાતનાં સચિત્ર પ્રકાશનોની છે. (૧) જૈનધર્મનાં તમામ પ્રતીકોને રંગીન બનાવવા, તેની ઉપયોગિતા દર્શાવવા સાથે પ્રતીકોનો પરિચય તેના ગ્રન્થસ્થ પુરાવા સાથે આપવો. આ જાતનું એક પુસ્તક તૈયાર કરવું. (૨) બીજું પુસ્તક દહેરાસરમાં ચીતરવામાં આવતાં પ્રખ્યાત દ્રષ્ટાન્તનાં કે અન્ય જીવનપ્રસંગોનાં ચિત્રો તેની વાસ્તવિકતા તથા લાના નિયમોને જાળવીને તૈયાર કરવું, જેથી આપણાં દહેરાસરીમાં કે પુસ્તકોમાં વ્યવસ્થિત, આકર્ષક, દર્શનીય અને પ્રામાણિક ચિત્રો જોવા મળે. તે ઉપરાંત જૈનમંદિરનાં શિલ્પો અને સ્થાપત્યોને લગતી વિવિધ પ્રકારની આકૃતિ (ડિઝાઇનો) ના નમૂનાખો તેમજ ત્રીજી સદીથી લઇને વીસમી સદી સુધીની ધાતુમૂર્તિઓ તેના પરિચય સાથે, પથ્થરોનાં પરિકોનાં વિવિધ પ્રકારો. તેના પરિચય સાથે તૈયાર કરાવવાં,પત્ત તેઓશ્રીને જીવનરથ કામના અનેક એડ્વો સાથે જોડાયેલ હોવાથી અને તેઓશ્રીની વધુ નાદુરસ્ત બનેલી તબિયત જોતાં તે પ્રકાશનોનું કાર્ય કયારે પ્રારંભાય તે માટે સમયની પ્રતીક્ષા કરવી રહી ! પૂ. મુનિજીની ઇચ્છા તો વરસો અગાઉ જુદા જુદા વિદ્વાન મુનિવરોનું મંડળ બનાવી, સહુનો સહકાર મેળવી, તે તે આગમશાસ્ત્રોને સચિત્ર બનાવવાની હતી. આ આગમો બૃહદ્ પ્રતાકારમાં, હસ્તલિખિત બૃહદ્ અક્ષરોમાં, પાને પાને વિવિધ બોર્ડરો ચિતરાવવાપૂર્વક વોટરપ્રૂફ શાહીથી લખાવવાની હતી, આ માટેનું મંગલાચરણ પણ થયેલું, પરંતુ પાછળથી સંજોગોએ યારી ન આપી. છેવટે આગમપ્રભા કર ૫ પુણ્યવિજયજી મહરાજની ઇચ્છા પૂ. મુનિજી પાસે ૬ ‘લોકપ્રકાશ મહાગ્રન્થને સાતેક હજાર જેટલા ચિત્રોથી સચિત્ર બનાવવાની હતી પણ કમભાગ્યે તે કાર્ય પણ થઇ શકયું નહી. આ પ્રકાશનું આંતરાષ્ટ્રીય કોટિનું કહી શકાય એવું છે અને એથી અમને વિશ્વના વિવિધ ભાગોમાં ખાસ કરીને તે તે રાષ્ટ્રોની રાજધાની મની લાયબ્રેરીમાં પહોંચે તે અંગેની વ્યવસ્થા કરવાના છીએ. શાસન દેવ પૂજય મુનિજને સાહિત્યકલાને લગતાં અનેક સચિત્ર પુસ્તકો તૈયાર કરવા બળ અને તક આપે અને અમને શ્રીસંધના ભાઇન. તન, મન અને ધનનો સહકાર જો મળતો રહેશે. તો દેવ-ગુરુકૃપાથી આપણે તેઓશ્રીની પ્રસ્તુત ઉમદા ભાવનાને સફળ થયેલી જોઇ શકીશું. અત્તમાં કરૂણામૂર્તિ ભગવાન શ્રી મહાવીરના સર્વોદયતીર્થમૂલક અહિસાના આદશો સર્વત્ર વિસ્તાર પામો તેમજ હિંસા અને ત્રાસથી ત્રસ્ત બનેલી દુનિયામાં શાંતિ પ્રસરો એ જ શુભકામના ! વિ.સં. ૨૦૩૦, સન્ ૧૯૭૪, મુંબઇ જૈન ચિત્રકલા નિદર્શન સમિતિ ૭૦૦/09 000 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy