SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ← પાર વિભાગ અવતરણ—જો કે આ પુસ્તક ચિત્રમય જીવનનું છે, એટલે એમાં વધારાનાં પરિશિષ્ટો વગેરે સામગ્રી ન આપી હોત તો ચાલી શકત, પરંતુ વર્તમાન પ્રજાની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી તીર્થંકર શ્રી મહાવીરદેવ અને તેમના પ્રસંગ અને સમય સાથે સંબંધ ધરાવતી વધુ માહિતી પરિશિષ્ટો રૂપે અપાય તો તે ઉપયોગી બનર, એમ સમને કેટલાંક ઉપયોગી પરિશિષ્ટો અહીં આપ્યાં છે, સંય િ પરિશિષ્ટ સં. ૧ — વિહારસ્થલ નામ કાય નોંધ – આ ગ્રન્થનાં ૪૮ ચિત્રોની સામે છાપેલા પરિચયના લખાણમાં ભગવાનના વિહાર અને ચોમાસાં અંગે જે જે સ્થળોના નિર્દેશ થયો છે, (લગભગ) તેના જ પરિચય પૂરતો આ કોષ છે. એમાં કેટલાંક સ્થળોનાં આધુનિક સ્થાનો કર્યાં છે તે જાણી શકાયાં નથી. કેટલાંકનાં જે રીતે જાણી શકાયું છે, તેનો તે તે સ્થળે આછા નિર્દેશ કર્યો છે *અપાપાપુરી૧ – પહેલાં આ નગરનું નામ અપાપાપુરી (પાપ વિનાની નગરી) હતું, પણ શ્રી મહાવીરનું દેહાન્ત—નિર્વાણ થતાં, લોકોએ તેનું નામ પાવાપુરી—પાપાપુરી પાડયું. તે વખતે પાવા નામનાં ત્રણ સ્થળો હતાં, તે પૈકી આ પાવાને ‘પાવા મધ્યમા' તરીકે ઓળખાતી સમજવી. [ચોમાસું ૪૨ખું] “અસ્થિકગામ — વિદેહ જનપદમાં હતું, જેના સીમાડે શૂલપાણિ યક્ષનું ચૈત્ય હતું. [ચો. ૧] “આલંભિકાર્યોં – રાજગૃહનગરથી બનારસ જતાં વચ્ચે આવતી હતી. [ચા. છઠ્ઠું] ૠજુવાલિ(લુ)કા નદી — આ નદીનું સ્થળ કાં સમજવું એનો ચોક્કસ' નિર્ણય પુરાતત્ત્વવિદો અદ્યાવિધ કરી શક્યા નથી, પણ ભિક ગામની નજીક, શ્યામાક નામના ખેડૂતના ખેતરમાં સાલ (શાલ) વૃક્ષ નીચે, જયાં ભગવાનને કેવલજ્ઞાન થયું એની નજીક હતું. કનકખલ આશ્રમ – શ્વેતામ્બી નગરીની નજીકનું સ્થળ. આ આશ્રમમાં જ ક્રૂર અને ભયંકર દૃષ્ટિવિષ ચણ્ડૌશિક સર્પે ભગવાનને ઉપસર્ગ કર્યો હતો. તેને પ્રતિબાધ કરીને ભગવાન ૧૫ દિવસ ત્યાં જ ધ્યાનસ્થ રહ્યા હતા. કુમાર (કર્માર) ગામ — —ભગવાનની જન્મભૂમિ ક્ષત્રિયકુંડની નજીકનું જ ગામ. દીક્ષાની. પહેલી જ રાતે ભગવાન અહીં રહ્યા અને ગોવાળીઆએ પહેલા ઉપસર્ગ અહીં જ કર્યો. કાથી – વારાણસી આસપાસના પ્રદેશ. આ કાશી એક રાષ્ટ્ર ગણાતું અને વારાણસી એની રાજધાની હતી. મહાવીરના સમયમાં તે કોશલ રાષ્ટ્રમાં ગણાતી હતી. કોલ્લાક સંનિવેશ – વાણિજયગામની નજીકનું ગામ. ભગવાને દીક્ષાના બીજા દિવસે તપનું પારણ' અહીં કરેલું. કોશલ-જનપદ – ઉત્તર પ્રદેશમાં આવેલા એક દેશ, તેની રાજધાની શ્રાવસ્તી હતી. કૌશામ્બી – ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીકના પ્રદેશ. મહાવીરના સમયમાં આ નગરી વત્સદેશની રાજધાની હતી. અહીંના રાજા ઉદયન અને તેની માતા રાજમાતા મૃગાવતી મહાવીરનાં પરમ ભકતા હતાં. ક્ષત્રિયકુંડ ગામTM - કુંડપુર નગરનું ક્ષત્રિયકુંડ એ ભગવાનની જન્મભૂમિ, પણ એ કયાં આવ્યું એ માટે વર્ષોથી વિદ્વાનો સંશોધન કરે છે. કેટલાક સંશોધકો સાચું ક્ષત્રિયકુંડ લછવાડ પાસે જે છે તેને જ કહે છે અને તેજ સાચું છે એમ કહે છે. જયારે અન્ય સંશોધકો ક્ષત્રિયકુંડ વૈશાલી પાસે હતું અને એ જ જન્મભૂમિ હતી એમ કહે છે. | * આવું ચિહન ભગવાનના વર્ષોવાસ (ચામાસા)ના સ્થળને સૂચિત કરે છે, ૧. સ્થળનાં નામે માત્ર સંસ્કૃત ભાષાનાં જ વાપર્યાં છે, અહીં પ્રાકૃત નામા આપ્યાં નથી. ૨. આલશિકા કે આંભિયા એક જ સ્થળનાં સૂચક નામ છે, એમ વિદ્વાનોનું માનવું છે. ૩. આપણા માટે આ એક કમનસીબ વાત છે કે આ સ્થળના નિર્ણાય. અદ્યાપિ થઈ શક્યા નથી. નહીંતર જ્યાં ભગવાનને મહાન જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયા હોય તે સ્થળને તો ભવ્ય યાત્રાધામ તરીકે વિકસાવવું એઈએ. ૪. ભગવતી, કલ્પસૂત્ર, આવસ્યકાદિ આગમ અને આગખેતર (ક્વે.-દિગ.) ગ્રન્થામાં આ સ્થલના મૂલભૂત નામ તરીકે મુળ, Ar(fr)મ, ન્દપુર આ ત્રણુ શબ્દોના ઉલ્લેખ થયા છે. વળી તે સ્પલમાં ક્ષત્રિયા અને બ્રાહ્મણે બન્ને અલગ અલગ વિભાગમાં સમૂહ પે રહેતા હોવાથી ઉત્તર વિભાગમાં વસતા ક્ષત્રિયાના વિભાગને ઓળખાવવા તેની પૂર્વે ‘ક્ષત્રિય' શબ્દ અને શહેર હોવાથી તેની આગળ ‘નગર’ ગાબ્દ જોડી ‘ક્ષત્રિયકુંડગામ નગર' આવું પૂર્ણનામ પ્રસિદ્ધિમાં આવ્યું. અને એ જ રીતે દક્ષિણુ વિભાગમાં વસતા બ્રાહ્મણાના વિભાગ માટે “બ્રાહ્મણકુંડગામ નગર' એવું પૂર્ણનામ પ્રસિદ્ધિમાં આયું. બહુધા આ જ નામના ઉપયાગ સર્વત્ર થયો છે. ‘કુણ્ડપુર’ ના ઉલ્લેખ મહાકવિ અસગ, આ જિનસેન, આ. ગુણભદ્ર આદિ હિંગમ્બર નિંદ્રાનાએ ખાસ કર્યો છે. જયધવલાકારે ટપુરપુર રશબ્દ વાપર્યો છે, બીજુ આચારાંગ સૂત્રકારે નગર શબ્દના સ્થાને સજ્જિત શબ્દ વાપર્યો છે, પણુ અહીં’ ‘સાિવેશ’ ના ટૂંકા અર્થ ન લેતાં સિદ્ધાર્થ રાન્ન હોવાથી ‘નગર' અર્થનું જ ગ્રહણુ કરવું યાગ્ય છે, —હેમચંદ્રાચાર્યે ત્રિષષ્ટિ (૨-૧પ) માં બ્રાહ્મણકુંડને ‘બિલેશ' અને ક્ષત્રિયકુંડને 'પુર' તરીકે ઓળખાવ્યાં છે. ૫. ભૌગોલિક સ્થિતિ જૈતાં વિહારમાં અન્ય અનેક નદી પાર કરી હતી. ૬, છમ્માણિ' આ પ્રાકૃત નામનું સંસ્કૃત રૂપાંતર ષણ્માની' થાય છે. અને એ અનેક ગ્રન્થકારીએ માન્ય રાખ્યું છે, એમ છતાં આવશ્યક——મલગિરિ ટીકામાં ‘મ્ભાણિયા’ આવુ” તત્સમ જેવુ રૂપ પણ આપ્યું છે. ૭. પ્રાચીન નામ ગાય હતું. 'સૂત્રકૃતાંગ' આગમમાં આ નામના અનેક અર્થો દર્શાખ્યા છે. Jain Education International - ગંગા નદી ભારત વર્ષની બે મોટી ગણાતી નદીઓ પૈકીની એક નદી. જૈન શાસ્ત્રમાં આનું મૂળ સુદ્ર-ચુલ્લ-હિમવંત પર્વતવર્તી પદ્મદ્રહમાં દર્શાવ્યું છે, પણ વર્તમાન ભૌગાલિકો આજે તેનું ઉદ્ભવસ્થાન હિમાલયવર્તી ગંગોત્રી જણાવે છે. એક લા ભગવાને વહાણ દ્રારા છદ્મસ્થાવસ્થામાં બે વાર અને કેવલજ્ઞાન થયા બાદ અનેક" વખત પોતાના કામણ-શ્રમણી સંઘ સાથે જલમાર્ગના નૌકા(-વહાણ) સાધન દ્વારા ગંગા પાર કરી હતી. ગુણશીલ ચૈત્ય – રાજગૃહનું સુપ્રસિદ્ધ ઉદ્યાન. ભગવાન વારંવાર આ જ ઉદ્યાનમાં ઊતરતા હતા. આ તેમનું ધર્મપ્રચારનું મુખ્ય મથક હતું. ૧૧ ગણધરો અહીં જ નિર્વાણ પામ્યા હતા. મૂર્તિપૂજક સંપ્રદાયમાં સર્વોત્તમ આદરપાત્ર અને પૂજનીય ગણાતા ‘કલ્પસૂત્ર’ શાસ્ત્રના અન્તના મૂલપાઠમાં પોતાના આજ્ઞાવર્તી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રસ્તુત કલ્પસૂત્રનું વાંચન ‘ગુણશીલ’ ચૈત્યમાં ભગવાને કર્યાનો જે ઉલ્લેખ આવે છે તે આ જ ચૈત્ય. *ચમ્પા (- નગરી) – ભાગલપુર પાસેની પ્રખ્યાત અને જૈન ઇતિહાસની પ્રસિદ્ધ નગરી, ભગવાન જયારે ચંપામાં પધારતા ત્યારે ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્ય નામના પ્રસિદ્ધ ઉદ્યાનમાં ઊતરતા હતા. પ્રથમ તે અંગદેશની રાજધાની હતી, પણ પાછળથી કૂણિકે તેને મગધની રાજધાની બનાવી હતી. ચિ।. ૩, ૧૨] છમ્માણિ (પમાની) ૬ – પાવા મધ્યમાની નજીક, ચમ્પાનગરી જતાં ગંગાની પાસે વચમાં આ સ્થળ હતું. અહીંયા ભગવાનને કાનમાં કાશની કાફૂલ નાંખવાનો પ્રસંગ બન્યો હતો અને નજીકમાં જ તે કાઢવાનો પણ ઉપસર્ગ થયો હતો. જામ્બિક (કા) ગામ – ઋજુવાલિકા નદીની નજીક આવેલું એક ગામ. આ જ નદીના કિનારાવર્તી ખેતરમાં ભગવાનને કેવલજ્ઞાન થયું હતું. જુઓ 'ઋજુવાલિકા' શબ્દ. શાતખડવન – ક્ષત્રિયકુંડ નગરીની બહાર આવેલું ઉદ્યાન. જયાં ભગવાને દીક્ષા(-ચારિત્ર) વ્રત સ્વીકાર્યું હતું. દૃભૂમિ – મહાવીરના સમયમાં મ્લેચ્છ બહુલ વસ્તીવાળા એક પ્રદેશ, જે ભૂમિના પેઢાલ ગામના પાલાસ ચૈત્યમાં સંગમદેવે એક રાતમાં વીસ ઉપસર્ગો કરેલા. આજના ગાંડવાના પ્રદેશ એ સ્થળ છે, એમ વિદ્નાના કહે છે. "નાલંદા-” – પ્રાચીન રાજગૃહનું અનેક ધનાઢયોથી સમૃદ્ધ, સુવિખ્યાત અને વિશાલ ઉપનગર. પ્રસિદ્ધ ‘નાલંદાપીઠ’ તે જ આ સ્થળ. [ચા. ૨, ૩૪, ૩૮] *પાવા ( - પાવાપુરી)- - કુલ ત્રણ પાવાઓ હતી. આ પાવા મગધ જનપદવર્તી હતી અને તે ‘પાવા મધ્યમા’ અથવા ‘મધ્યમા પાવા’ અથવા ‘મધ્યમા’ થી ઓળખાતી હતી. આજે તે બિહાર પ્રાંતવર્તી છે. ભગવાનનું અન્તિમ ચામાસું અને નિર્વાણ અહીં જ થયાં છે. જેનાનું આજે આ પવિત્ર તીર્થધામ છે. જુઓ—અપાપાપુરી શબ્દ. શિ. ૪૨મું] "પૃષ્ઠચમ્પા – ચંપાનું જ એક શાખાપુર, (ચો. ૪] ૮. પાવાપુરીના પૂર્વનામ તરીકે પાવા, શબ્બારા ‘અપાપા' નામનો ઉલ્લેખ મીર્ચર્ય (બ્લે.. ૧૩૮૮)માં મિચન્દ્રસૂરિએ કર્યો અને તેમણે જ પા પા શબ્દ દ્વારા ‘પાપા' આ નામનો પણ નિર્ણય કર્યો. એક જ નગરી માટે નિર્વાણુ પહેલાંના વર્ણનમાં બંને નામે ઉલ્લેખ્યાં, એવો જ ઉલ્લેખ હેમચન્દ્રાચાર્યે પશુ કર્યો. તેઓએ વિષષ્ટિ (સર્ગ. ૫-૧૦, ૧૨-૪૪૦)માં પ્રથમ અપાપાપુરીના ઉલ્લેખ કરીને પદ્મ, નિર્વાણુ પહેલાંના વર્ણનમાં હસ્તિપાલ રાજ્યના પાયાપુરી-તિ (સ. ૧૩-૬) તરીકે પરિચય કરાવ્યો. બીજી બાજુ કલ્પસૂત્ર મૂલના સુબોધિકા-ટીકાકાર વિનવિજયે ટીકામાં ‘અપાપા' અને 'પાવા'ની ખાખતમાં એવો ખુલાસો કર્યાં છે કે પ્રથમ આ નગરીનું નામ ‘અપાપા’ હતું પણ ભગવાનના નિર્વાણુની અમંગલ ઘટના બનતાં દેવે એ ‘અ’ શબ્દ ર૬ કરીને 'પાપા' શબ્દ રાખી પાવાપુરી નામ ઉદ્ઘોષિત કર્યું. તે પછી આ નગરી ‘પાવાપુરી' થી ઓળખાય છે. સુબાધિકાટીકાકારે આ વાત તદ્દન સ્પષ્ટ રીતે લખી છે. એથી એમના મતે સ્પષ્ટ થાય છે કે નિર્વાણુ થતાં પહેલાંની પટનાના વર્ણનમાં નગરીનું નામ ‘અપાપા' સમજવું કે લખવું એઈએ. એના બદલે ઉપરોકા અન્યકારોએ નિર્વાણું પહેલાંની ઘટનામાં બંને નામના વૈકલ્પિક ઉલ્લેખ માન્ય રાખ્યા છે, તે એક વિચારણીય બાબત છે, બીછ બાજુ કલ્પસૂત્ર મૂલમાં પૂર્વનામ અપ એટલે કે અપાપા (પુરી) હતું એવા કાંય ઉલ્લેખ નથી કર્યાં, ઊલટું એના ૧૨૨, ૧૪૭ નંબરના સૂત્રમાં પાષાણ (-ન્નિમાર) શબ્દને નિર્દેશ કરીને પ્રથમથી જ આ નગરી ‘પાયા' હતી એવું સ્પષ્ટ સૂચિત કરે છે. આવશ્યકત્ર,ભૂલ-નિર્યુક્તિ-ચૂર્ણ અને ટીકાકારો પણ પામા (-મચિન્નમાર) ઉલ્લેખ કરે છે. મારિત માં ગુણચન્દ્રાચાર્યે પણુ આવશ્યકના મતને અનુસરીને યાપ જણાવ્યું છે. વધુમાં આગળ પાવાપુરી, એવું લખી સ્પષ્ટ પાવાપુરી રાશબ્દ જ વાપર્યા છે, એટલે નગરીના નામ તરીકે પ્રાચીનો ‘પાવા' ને માન્ય રાખે છે. સુબોધિકા-ટીકાકારના મત ાના આધારે ષડાયો છે તે જાણી શકાયું નથી, પણું એને માન્ય રાખીએ તો સામાન્ય રીતે પાપા કે પાયાપુરી આપું નામ નિર્વાણુની ઘટના પછી જણાવાતી ભાખતમાં વાપરવુ જોઈએ. તે કાલમાં ‘પાવા' ત્રણ હતી એમ ઈતિહાસકારો કહે છે. એમાં આ પાવા બેની વચ્ચે હોવાથી તે ‘પાવા મધ્યમા' કે 'મધ્યમાં પાવા'થી ઓળખાતી હતી, For Personal & Private Use Only जैन साधुनी विहार अवस्था ૫૯ www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy