SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સમોસરણમાં જવાનું મન થઈ જાય એવી મનોહર એની રચના હોય છે, પહેલા ગઢમાં પ્રવચનસભામાં જે લોકો વાહનો લઈને આવ્યાં હોય તે પોતાનાં વાહનો પહેલા ગઢની પહોળાઈવાળા ભાગમાં મૂકે છે. (એ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે.) બીજા ગઢમાં તિયચો – પશુપક્ષીઓ જેમને ભગવાનની વાણીનું આકર્ષણ કર્ણથી થયું હોય તેઓ આવીને બેસે છે. ત્રીજા ગઢમાં જેની નીચે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તે શાલ નામના ચૈત્યવૃક્ષ સહિતનું અશોકવૃક્ષ-જે સમોસરણ જેટલું જ લાંબુ-પહોળું હોય છે, તેની નીચે ભગવાનને બેસવા માટે દેવો સિહાસન અને તેની આગળ બે પગ મૂકવા માટે નાનું પાદપીઠ રચે છે, વળી સાથે સાથે (૧) અશોકવૃક્ષ, (૨) દેવો દ્વારા સુગંધી પુષ્પોની વૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) બે ચામરોનું વીંઝાવું, (૫) ભવ્ય સિંહાસન, (૬) મસ્તક પાછળ મહાતેજસ્વી આભામંડળ (આભા-પ્રકાશ), (૭). દુભિ' એટલે વાણીને પુરક બનતા નગારાનો તાલબદ્ધ અવાજ, (૮) ત્રણ છત્રો. આ અષ્ટ પ્રાતિહાર્યોને દેવો ભગવાન સિંહાસન ઉપર બેસે તે પહેલાં જ રચી નાંખે છે. ભગવાન સમોસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને ત્રીજા ગઢમાં પહોંચીને ચૈત્યવૃક્ષ" સહિતના અશોક વૃક્ષને પ્રદક્ષિણા આપી, પછી તીર્થને નમસ્કાર કરીને, સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને સિંહાસન ઉપર બેસે છે તે જ વખતે દેવો તરત જ ત્રણેય દિશાના સિંહાસન ઉપર ભગવાન જેવા જ ત્રણ પ્રતિબિંબોને (બનાવટી પણ જાણે સાક્ષાત્ જીવતા હોય એવાં) વિકર્યું છે. આ કારણે ભગવાન ચતુર્મુખ બને છે. બાકી વાસ્તવિક રીતે તે ચતુર્મુખ દેહવાળા હોતા નથી. આ પછી ઈન્દ્રાદિક દેવો, કેવલીઓ, ગણધરો વગેરે મુનિઓ, સાધ્વીજીઓ, દેવાંગનાઓ, મનુષ્યોમાં નર અને નારીઓનાં વંદો વગેરે પોતપોતાની મર્યાદા મુજબ પોતપોતાની નિયત દિશામાં સ્થાન રહણ કરીને બે હાથ જોડીને બેસે કે ઊભા રહે છે. ભગવાન ચતુર્મુખ થવાથી દરેક દિશામાં બેઠેલાઓને ભગવાન મને જ કહી રહૃાા છે એવું લાગે છે. તેથી તેમની ભાવવૃદ્ધિ ટકી રહે છે. પૂર્વે તે સભા સમક્ષ ભગવાન માલકોશ રાગમાં એક અર્ધમાગધી ભાષામાં જ અતિમધુર અમૃતમય પ્રવચન સવારના પ્રથમ પ્રહર એટલે ત્રણ કલાક સુધી આપે છે અને સૌ શાંતિથી સાંભળે છે. બીજા ગઢમાં પરસ્પર વિરોધી પશુ-પક્ષીઓ પણ પાસે પાસે બેઠેલા હોવા છતાં ભગવાનના પુણ્ય પ્રભાવે પોતાનાં વેર-વિરોધને ભૂલી જાય છે. દેશના બાદ ભગવાન બીજા ગઢમાં (ચિત્રમાં જુઓ) શ્વેત રંગનો ઓરડો બનાવ્યો છે-જેને શાસ્ત્રીય શબ્દમાં ‘દેવછંદ' કહેવામાં આવે છે-ત્યાં વિશ્રાન્તિ કરવા તથા આહારપાણી આદિ લેવા પધારે છે, ત્યાર બાદ બીજી વારની દેશના ગણધર ભગવંત સિંહાસનની આગળ દેવોએ રચેલી પાદપીઠ (બેસવાની બેઠક) ઉપર બેસીને આપે છે. ત્યાર પછી પાછા ભગવાન બીજી વાર છેલ્લા પ્રહરની ત્રણ કલાકની દેશના આપે છે. હજારો લોકો શાંતિસ્થિરતાથી તે સાંભળે છે અને પોતપોતાની ભાષામાં સહ સમજે છે. ભગવાનના અતિશયોના પ્રભાવે કોઈને નથી લાગતો થાક કે નથી આવતો ઊઠવાનો વિચાર. ત્રણેય ગઢના દરવાજાઓમાં દેવો વ્યવસ્થા જાળવવા પહેરગીરોનું કામ બજાવે છે, ચારે દિશામાં મોટા વજે લહેરાતા હોય છે, પીવા માટે પાણીની વાવડીઓ પણ હોય છે. ચિત્રમાં નીચે પ્રવચન સાંભળવા આવી રહેલા રાજા શ્રેણિકની સવારી પણ બતાવી છે. ચિત્ર ૩૮ઃ અહીંયા ચિત્ર નં-૩૮, ૩૯, ૪૧, ૪૨, ૪૩, ૪૫ વગેરે ચિત્ર પ્રસંગો જનતાને પહેલીવાર જોવા મળી રહ્યા છે. ભગવાન મહાવીરનું જીવન એટલું બધું વિશાળ છે કે આ બુકમાં રજૂ કરેલાં ૪૮ પ્રસંગો-ચિત્રો ઉપરાંત હજુ બીજ ત્રીસ-ચાલીસ પ્રસંગોનાં ચિત્રો ઉમેરી શકાય. ચિત્ર નં-૩૮ માં ચિત્રકારે તીર્થકર ભગવાનને વિહાર કરતાં બતાવ્યાં છે. એમાં એમની સુંદર ચાલ અને ચાલવાની ઝડપ ખુબ જ આકર્ષક છે, ભગવાનની કાયાની ઊંચાઈ, પહોળાઈ બધું જ સમતોલપણે બતાવ્યું છે. આ ચિત્ર ભવ્ય, ૨મ તથા અત્યંત ભાવોત્પાદક છે, ઉપર અષ્ટપ્રાતિહાર્યનાં આઠ નંબરો નાંખ્યા છે. ચિત્ર આમ તો અષભદેવ ભગવાનનું છે એટલે વાળની લટ ખભા ઉપર જોવા મળે છે, પણ જરૂર પડે તો તે વાળની લટ દબાવીને કોઈપણ તીર્થકરના જીવનચરિત્ર માટે (વાળ જેટલા ભાગ ઉપર કાગળ ચિટકાવી કલરથી મેળવી ઉપયોગમાં લેવાય તો) આનો ઉપયોગ થઈ શકશે. ચિત્ર નં.રમાં લખ્યા મુજબ અહીંયા ચિત્ર આપ્યું છે. ચિત્ર ૩૯: અહીંયા ૩૯ થી લઈને ૪૧, ૪૨, ૪૩, ૪૫, આ ચિત્રોની ઘટના સમવસરણ (સમોસરણ)માં બની હતી, એટલે દરેક ચિત્રમાં સમોસરણનો ઉપરનો થો ભાગ બતાવ્યો છે. આચિત્રમાં ઈન્દ્રભૂતિને જુદા પાડવા જાણીને ડાબા હાથની બગલમાં પોથી બતાવી છે. પ્રવચન મુદ્રાએ પ્રભુને બતાવવામાં આવ્યા છે. ચિત્ર ૪૦ઃ આ ચિત્ર તેની સામે આપેલા વર્ણન ઉપરથી સ્પષ્ટ સમજાય તેમ છે. ચિત્રમાં કંઈક નમીને ઊભેલા મુખ્ય ૧૧ બાહ્મણ વિદ્વાનોને સમોસરણમાં જ દીક્ષા અપાતાં તેમણે જૈન સાધુનો વેષ ધારણ કર્યો અને તે જ વખતે ‘ગણધર' પદનો ઉદય થયો હતો. વાસક્ષેપ નાંખવાની પ્રથા ખુદ તીર્થકરોએ પણ અપનાવેલી છે. મૂર્તિપૂજક સંપ્રદાયમાં તો તે અધાવધિ સર્વત્ર ચાલુ છે. વાસ-એપ એટલે સુગંધી ચંદનના કાષ્ઠનું અનેક સુંગધી દ્રવ્યોથી મિશ્રિત, મંત્રિત કરેલું ચૂર્ણ. આ ઘટના સમોસરણમાં બનેલી હોવાથી તેનો થોડોક ભાગ ચિત્રમાં બતાવ્યો છે. ભગવાન અશોક વૃક્ષ નીચે ઊભા છે. નીચે બેઠેલા છે તે દીક્ષિત થયેલા ગણધરોના શિષ્યો છે, વૈશાખ સુદિ એકાદશીના દિવસે જ તે બધાય બ્રાહ્મણોએ ચારિત્રનો સ્વીકાર કર્યો તે પછી તેમને ‘ત્રિપદી" આપતાં ગણધરપદને યોગ્ય બન્યા. તરત જ ભગવાને પોતાના શાસનની સ્થાપના કરીને સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકરૂપ ચતુર્વિધ સંઘની જાહેરાત કરી અને ચારેય સંઘના અધિનાયકોની નામપુર્વક નિમણુંક કરી. તે દિવસથી ‘વીરશાસન'નો પ્રારંભ થયો. આ શાસન ૨૧ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલશે.પછી તેનો અન્ન થશે અને તે પછી પ્રલયકાળનો પ્રારંભ થશે. ચિત્ર૪૧: આચિત્ર પણ ખૂબ જ આકર્ષક છે અને આપણા મનને ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીર પાસે હાજર કરી દે છે. સમોસરણમાં શ્રોતાઓ શિસ્તબદ્ધ સભ્યતાપુર્વક ઊભેલા બતાવ્યા છે. હંમેશા પહેલાં ત્રણ કલાકની એકધારી દેશના તીર્થકરની હોય અને બીજી દેશના એમના મુખ્ય શિષ્ય ગણધરની હોય છે. તીર્થંકર પોતાની દેશના પૂરી થયે તરત જ સિંહાસન ઉપરથી ઊઠીને સાધુઓ સાથે સમવસરણનાં બીજ ગઢના ઈશાનખૂણામાં દેવોએ બનાવેલા જેને શાસ્ત્રીય ૧૧. દુભિથી દેરાસરમાં વગાડવામાં આવતા નગારાની ને સમજવી. ૧૨. કેટલાંક ચૈત્ય અને અશોકવૃક્ષ બંને એક જ છે એમ સમજે છે પણ તે સંમજ બરાબર નથી. વળી ‘મથો“એ એક વૃક્ષનું જ સ્વતંત્ર નામ છે. જયારે ‘વૈય’ એ કોઈ વૃક્ષનું નામ નથી. બંને વસ્તુઓ જુદી છે. એટલે ત્યાથી ચયનો એક અર્થઘન થતો હોવાથી અહીં શાનવ લેવાનું છે જે વૃક્ષ નીચે રહીને તીર્થકરોને કેવલજ્ઞાન પ્રગટ થાય તે વૃક્ષને ચયવૃક્ષથી ઓળખાવાય છે, અને એથી જ દરેક તીર્થકરને પોતપોતાનું વૃકેશન હોય છે, ‘અશોકતો જાણે અષ્ટ મહાપ્રાતિહાર્યોમાં જ સમાવિષ્ટ હોવાથી તે તો દરેક તીરને અવશ્ય હોય છે, જયારે ય કે. શાન વૃક્ષ એ કંઈ એક જ જાતનું નથી હોતું પણ ભિન્ન ભિન્ન હોય છે, અને જયારે જયારે તીર્થકરના સમવસરણની રચના થાય ત્યારે ત્યારે દેવો ચય કે ઘનવૃક્ષનો સમાદર કરવા તેને અશોક વૃક્ષની ટોચ ઉપર અલગ રચે છે. આથી બીજી એક વાત એ નિશ્ચિત થાય છે કે તીર્થકરોને કેવલજ્ઞાન વનઉધાન જેવા ક્ષેત્રમાં કોઈ વૃક્ષ નીચે જ પ્રાપ્ત થાય છે અને તેથી તે વૃક્ષ પણ વંદનીય, પૂજનીય અને પ્રતિષ્ઠાને પાત્ર બને છે. ચૈત્યવૃક્ષને ‘બોધિવૃક્ષ' પણ કહેવાય છે, અહીં “બોધિ' એ શબ્દ કેવલજ્ઞાનનો વાયક લેવાનો છે. બૌદ્ધોએ વિશેષ કરીને ‘બોધિ' શબ્દને પસંદગી આપી છે. ૧૩, દિગમ્બર ન્યકારો ચતુર્મુખપણું સ્વીકારતા નથી. તેઓ સમવસરણની રચના પણ ઘણી ભિન્ન બતાવે છે. ૧૪. ત્રિપદી એટલે શિષ્યોને અગાધશાનનો મહાપ્રકાશ પ્રાપ્ત થાય અને પ્રાણી માત્રનું કલ્યાણ કરી શકે તેવાં મહાન શાસ્ત્રોની રચના કરવાનું સામર્થ્ય મળે, એ માટે વિશ્વનાં મૂળભૂત સ્વરૂપનું દર્શન કરાવનારા ગંભીરાર્થક ત્રણ સૂત્રપોને ઉચ્ચારે અને ગણધરો એક પ્રદક્ષિણા આપીને એકેકને રહણ કરે, એમાં ભગવાન પ્રથમ ૩પને કા બોલે પછી જાણે મા બોલે, તે પછી જુવા બોલે.આ ત્રણ વાકયો એ દ્વાદશાંગ શાસ્ત્રની રચનાનાં અને વિશ્વરચના-વ્યવસ્થાનાં બીજક છે, એનો ભાવાર્થ એ છે કે દ્રવ્ય-પદાર્થ અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અપેક્ષાએ તે નાશ પામે છે અને અપેક્ષાએ તે ભૂલ સ્વરૂપે ધ્રુવ-નિત્ય રહે છે. जैन गरुनी आशीर्वाद प्रथा દ f T T Sી રોકડ ITT 1 ofF " ક "i "> - TAT | TET, " ૫૩ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy