________________
चौदह राजलोक (જૈન વિશ્વ)
ચિત્ર ૪ઃ આ ચિત્રની રજૂઆતમાં વીશ ખાનાંઓ કેવી રીતે બતાવવા તે માટેની અનેક રીતો છે, પણ સર્વાંગી વિચાર કરતાં જે યોગ્ય લાગ્યો તે આકાર અહીં સ્વીકાર્યો છે. વીશસ્થાનકમાં અરિહંત પદનું સ્થાન સર્વોપરિ હોવાથી સહુથી મથાળે અષ્ટમહાપ્રાતિહાર્યો સાથે ચામરધારીઓ બતાવીને અલંકાર વિનાની અરિહંતની અવસ્થા બતાવી છે. અરિહંત એ પરમાત્માનું જ બીજું નામ છે. તે એક છે તો બધું છે ને તે એક નથી તો બીજું કશુ જ નથી. એકની પાછળ ઓગણીશ પદોનું જોડાણ છે. શાસનના કેન્દ્રમાં અરિહંત છે અને અરિહંત થવા માટે આપણા સહુની સાધના-આરાધના છે.
કમાન આકારે છ ભાગો કરી તેમાં વીશ ખાનાં પાડીને આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ ચિત્ર અનેક પુરુષાકૃતિઓથી સભર હતું. તેથી તે આંખને ભારે ન લાગતાં આંખ જ હળવાશ અનુભવે એટલે તેની બંને બાજુ જે કંઈક કલાત્મક ચિત્રકામ (ડિઝાઈન) થઈ શકે તો આખા ચિત્રનો ઉઠાવ સુંદર લાગે એટલે કમાનોનો વળાંક એવી રીતે રાખ્યો હતો કે કમાનોની બંને બાજુએ ખાલી જગ્યા રહે તો ફૂલઝાડની ડિઝાઈનો બનાવી શકાય અને ઉપરના ભાગે બંને બાજુએ દેવીઓ અને વાદળો વગેરે બતાવી શકાય, એ માટે બંને બાજુએ તેની જગ્યા પણ છોડી એટલે સુંદર રંગોમાં સુંદર ડિઝાઈનો થવા પામી, જે આખા ચિત્ર ઉપર પ્રભાવ પાડી રહી છે.
વીશસ્થાનકનાં વીશ પદોનાં કોઈ કોઈ પદો લગભગ સરખાં વિષયવાળાં છે. વળી
કેટલાક પદોની યથાર્થ આકૃતિ બનાવવી ઘણી મુશ્કેલ છે. વીશસ્થાનકની આકૃતિઓ ૧૦૦ વરસ પહેલાં કોઈ જુદી રીતે, વિચિત્ર રીતે પણ ચીતરેલી જોવા મળે છે, જયારે આજે તો બુદ્ધિમાન મુનિરાજે પોતપોતાની દ્રષ્ટિએ ચિતરાવતા રહ્યા છે.
એકલા વીશસ્થાનકનાં વીશ પદો બતાવી દેવાથી તેનો મુખ્ય હેતુ અધૂરો લાગે એટલે ચિત્રમાં ઠેઠ નીચેના વર્તુળમાં મેં (જૈનસંઘમાં ચતુર્વિધ સંઘ આરાધના કરતો હોવાથી) વીશ સ્થાનકની આરાધના કરતી ચતુર્વિધ સંઘની એક એક વ્યકિતઓને અને મુખ્ય સાધક વ્યકિતને મૂકી છે.
આજથી ત્રીસેક વરસ પહેલાં વાલકેશ્વરમાં વીશ સ્થાનકની વીશ આકૃતિઓ નવી કલ્પના મુજબ કરાવી, તેનું જરીનું પૂંઢિયું (છોડ) ભરાવરાવ્યું હતું. આ રીતનો છોડ પહેલી જ વાર બન્યો હતો. પછી તેના ઉપરથી સુરતમાં ઘણાઓએ છોડ ભરાવ્યા હતા. ચિત્ર ૫ઃ આકાશમાં વિમાનદ્વારા દેવનો ૨૬મો ભવ બતાવ્યો છે. વિમાનમાં વચ્ચે બેઠેલો
દેવ એ જ ભગવાનનો જીવ છે. એ દેવભવનું આયુષ્ય પૂર્ણ થતાં ૨૭ મા ભવમાં અગાસીમાં સૂતેલા દેવાનંદા બાહ્મણીની કુક્ષિમાં અવતરવા નીચે ઊતરી રહ્યો છે તે તેજના ચૈત વર્તુકારા સૂચિત કર્યું છે.
ચિત્ર ૬: ચિત્રને બે ભાગમાં વિભકત કર્યું છે. ઉપરના વિભાગમાં વિમાનસ્થિત સૌધર્મેન્દ્ર પોતે ડાબી બાજુએ ઊભેલા હિરણૈગમેષી દેવ જેનું હરણ જેવું મુખ બતાવ્યું છે. અને હાથ જોડીને ઊભા છે તેને ગર્ભાપહરણ માટે આદેશ કરે છે. નીચેના ભાગમાં બ્રાહ્મણી દેવાનંદા પોતાને આવેલાં ૧૪ સ્વપ્નોને બ્રાહ્મણપતિ ૠષભદત્ત સમક્ષ કહી રહેલાં અને ઋષભદત્તને તેનું ફળ જણાવતાં બતાવ્યાં છે. ચિત્ર ૭ઃ ચિત્રને ત્રણ વિભાગમાં વિભકત કરીને ચિત્રકારે ત્રણ ઘટનાઓનું દર્શન
કરાવ્યું છે. ઉપરના ભાગે શયનગૃહમાં ગર્ભાપહરણ થયા બાદ શોકગ્રસ્ત દેવાનંદાનું, વચ્ચે ભગવાનને ત્રિશલાની કુક્ષિમાં પધરાવવા આકાશ દ્વારા ક્ષત્રિયકુંડ જઈ રહેલા હિરણૈગમેષીનું, અને નીચે સેવા કરતી દાસીઓ સાથે તન્દ્રાગ્રસ્ત ત્રિશલાનું સૂચનગૃહ બતાવ્યું છે.
ચિત્ર ૮: પલંગમાં સૂતેલા મહાપુણ્યવતી તન્નાગ્રસ્ત રાણી ત્રિશલાની કુક્ષિમાં કુશળતા પૂર્વક દેવે ગર્ભનું સ્થાપન કર્યું, પછી તરત જ ગર્ભના પ્રભાવે આવેલાં ચૌદ મહા
૬. હરિâગમેષીનું નામ વહેવારમાં 'હરિજ઼ગમેષી' બોલાતું થયું એટલે લોકોએ એ દેવને હરણના મુખવાળા બનાવી દીધા. વાસ્તવિક રીતે તે તેવા મુખવાળા હોતા નથી. અલબત્ત એવું રૂપ જરૂર પડે તો દૈવિક શકિતથી અવશ્ય બનાવી શકે.
૭. દિગમ્બર પરંપરા ૧૬ સ્વપ્નો માને છે.
૮. ત્રિશલાની કુક્ષિમાં રહેલા પુત્રીરૂપ ગર્ભને કાઢીને દેવાનંદાની કુક્ષિમાં મૂકયો હતો.
चक्रेश्वरी
વાહન વવું, વાઘ, પા નાના પત્ર, વા,
Jain Education International
अजितादेवी
दुषितारि देवी
વાન પર્વ, ચીની યુક્ત પત્ર પત્ર,
વર્ષે પાર.
વ્યા,
ય,
ન
મન
कालीदेवी
સ્વપ્નોને પૂર્ણચન્દ્રવદન માતા ત્રિશલા તન્દ્રાવસ્થામાં જોઈ રહ્યાં છે તે બતાવ્યું છે. ચિત્ર ૯ઃ હૃદય અને નયન તૃપ્તિ અનુભવે એવું અને સહુથી વધુ સુંદર આ ચિત્ર છે. બ્લૂ બેક ગ્રાઉન્ડ બહુ જ આકર્ષક બની છે, અને તે આખા ચિત્રને ઉઠાવદાર-રૂઆબદાર બનાવે છે. આમાં મેં બે બાબત તરફ વાચકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
આ ચિત્ર જોતાંની સાથે જ આપણી નજરને આકર્ષી લે છે. સ્વપ્નાં રાત્રે આવતાં હોવાથી બેક ગ્રાઉન્ડ કાળા રંગની થઈ શકે, પરંતુ કાળા રંગની પસંદગી ધાર્મિક ક્ષેત્રમાં ખાસ થતી ન હોવાથી બ્લૂ-ભૂરો રંગ વાપર્યો છે. એ રંગથી સોલીડ ચિત્ર વધુ ઉઠાવદાર બન્યું છે. ચૌદ સ્વપ્નમાં ત્રણ સ્વપ્નો પ્રસિદ્ધ પંચેન્દ્રિય જાનવરનાં છે. હાથી, સિંહ અને બળદ એ ભારતીય, ધાર્મિક સંસ્કૃતિના તેમજ કલાના ક્ષેત્રના માનીતા અને જાણીતાં પ્રતીકો છે. ચોવીશ તીર્થંકરના લાંછનમાં ત્રણેયને સ્થાન છે. તીર્થંકરની મૂર્તિના પરિકરની ગાદીમાં સિંહ અને હાથીને અવિચલ સ્થાન મળ્યું છે. અહીંયા જાણી જોઈને ત્રણેય પ્રતીકોને એક સાથે અને કેન્દ્રમાં મુકાવરાવ્યાં છે. સ્વપ્નનાં સાચા ક્રમ મુજબ પ્રથમ હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીજી એમ ચીતરાવાય, પરંતુ એમ ન કરતાં ક્રમભંગ કરીને ગોઠવ્યાં એની પાછળ એક પ્રબળ કારણ બન્યું હતું.
પેપર કટીંગ કલાના શ્રેષ્ઠ કલાકાર ભૈયાજી પાસે પાટણમાં પેપર કટીંગમાં મારા ચિત્રસંપુટના છાપેલા ચિત્રો ઉપરથી ચૌદ સ્વપ્નનું ચિત્ર જયારે કોતરાતું હતું ત્યારે ભૈયાજીને ત્યાં જોવા માટે કેટલાક આચાર્યો અને સાધુઓ આવ્યા હશે. એમાં પહેલાં સ્વપ્નમાં સિંહને કોતરેલો જોઈને જોનારાએ કહ્યું કે યશોવિજયજીની ભૂલ થતી લાગે છે. ભૈયાજીએ પૂછયું કેમ? ત્યારે તેઓ કહે છે કે, પહેલાં સ્વપ્નમાં હાથી આવે છે માટે તે ચીતરવો જોઈએ. સિંહ તો ત્રીજા સ્વપ્નમાં આવે. એ વાત ભૈયાજીએ મુંબઈ મારા પર વિગતવાર જણાવી હતી. કાગળ વાંચીને નવાઈ લાગી. પછી ભૈયાજીને મેં લખ્યું કે અમારા આચાર્ય મહારાજો અને મુનિરાજો દર સાલ પર્યુષણમાં કલ્પસૂત્ર ગ્રન્થ વાંચે છે, એ ગ્રન્થમાં સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે બાવીશ તીર્થંકરની માતાઓ પહેલાં સ્વપ્નમાં હાથીને જૂએ છે ને છેલ્લા ભગવાન મહાવીરની માતા સિંહને જૂએ છે આ રીતે સ્પષ્ટ વાત લખી છે. એમ લખીને સાથે એનો પાઠ પણ લખી મોકલ્યો ને જણાવ્યું કે હવે પછી કોઈપણ સવાલ કરે ત્યારે મોકલેલો પાઠ વંચાવી દેવો.
આ ખ્યાલ રહી જવાના કારણમાં કલ્પસૂત્ર વરસમાં એકવાર વંચાય. વાંચવાની ઉતાવળ, લક્ષ્ય ન રહે, ભૂલી જવાય એ હતું. જયારે સ્નાત્ર રોજેરોજ ભણાવાતું હોય છે. એમાં ‘પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈક્રો, ત્રીજે કેસરી સિંહ' આ ગુજરાતી કડી સુવિખ્યાત છે, અનેકને મોઢે હોય છે એટલે સહુને ચૌદ સ્વપ્નમાં પહેલો હાથી જ હોય એવો ખ્યાલ રહે. સ્નાત્રમાં પહેલાં સ્વપ્નમાં હાથીનું નામ લીધું તેનું કારણ એ છે કે બાવીશ તીર્થંકરોની માતાઓને પ્રથમ સ્વપ્નમાં હાથી જ આવે છે એટલે બહુમતી હાથીની જ છે.
ચૌદ સ્વપ્નમાં જાનવરોનાં સ્વપ્ન ત્રણ છે, અને ત્રણને અનુલક્ષીને આ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકી છે.
અમોએ ચિત્રમાં પણ એ બહુમતીના ન્યાયને માન આપીને કેન્દ્રમાં સ્વતંત્ર હાથી બતાવ્યો. તેની ઉપર વૃષભ અને સિંહ બે ચિતરાવ્યા એટલે હવે કોઈપણ વ્યકિત ભ્રમમાં નહીં રહે તેવી આશા રાખીએ.
એકલાં સ્વપ્નાં બતાવવાં તેના કરતાં જેને સ્વપ્નાં આવે એ માતાને પણ બતાવાય તો આખું ચિત્ર સંપૂર્ણ બને અને ઝટ સમજાઈ જાય, એટલા માટે ચૌદ સ્વપ્નાંની મુખ્યતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખીને ઠેઠ નીચે માતાનું ભવ્ય લાક્ષણિક રેખાચિત્ર સુંદર પોંગ સાથે ચિતરાવ્યું છે,
આ ચિત્ર કોઈપણ તીર્થંકરના ચરિત્ર પ્રસંગમાં વાપરી શકાય છે. એ તો શાશ્વત બાબત છે કે જન્મ આપવાનો અધિકાર સ્ત્રીઓનો છે, એટલે અનાદિથી અનંતકાળ સુધી ૧૪ સ્વપ્નાંનો દર્શન કરવાનો અધિકાર સ્ત્રીઓનો જ છે. પુરુષો ચૌદ સ્વપ્નાંને કદી જોવા પામવાના નથી. તીર્થંકરને જન્મ આપવાની જવાબદારી એ સ્ત્રીના માથે છે. આથી સમગ્ર સ્ત્રીજાતિ માટે આ એક ગૌરવભરી, નોંઘપાત્ર બાબત છે.
દિવસે
આ ચિત્ર બનાવવાનાં અનેક કારણો પૈકી એક કારણ એ હતું કે સંવચ્છરીના । કલ્પસૂત્ર-બારસાના વાંચન પ્રસંગે સભા સમક્ષ સ્વપ્નનું વર્ણન ઠીક ઠીક લાંબું
महाकाली देवी
५.
ન્યુયાથી
૨૦, પા,
vir,
T
For Personal & Private Use Only
ન વાર, પા, વાહન વર, વાળા, વાહન कम्मल बीजी अंकुश मनुष्य धनुष, अभय
elh
शान्ता देवी
બાય
भृकुटि देवी
Ivy
હાસ્યું, ”
www.jainulltbrary.org