SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮.૪૮.48 ૪૮, સુવર્ણકમલસ્થિત શ્રી ગૌતમસ્વામીજીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, અને પ્રથમ ધર્મ દેશના ભગવાન શ્રી મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ ગોત્રીય શ્રીઇન્દ્રભૂતિ હતા. તેઓ * ગૌતમ' (ગોત્ર) નામથી જ વિશેષ પ્રસિદ્ધિને પામ્યા હતા. પૂર્વાવસ્થામાં તેઓ બ્રાદ્વાણુ કુલોત્પન્ન અને વેદ-વિદ્યામાં પારંગત હતા. તેઓ ગણધર પદે આવ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેઓ હંમેશા સેંકડો શિષ્યોને શાસ્ત્રની વાચના આપતા અને ખુદ મહાવીર ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી અને લાખો-કરોડો શ્રાવક શ્રાવિકારૂપ સંઘની યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી સંભાળતા હતા. ગૌતમસ્વામીને મહાવીર ઉપર અવિહડ સ્નેહ-રાગ હતો અને એ રાગ પ્રશસ્ત છતાં એમની આત્યન્તિક સિદ્ધિ (મોક્ષપ્રાપ્તિ)ની આડે આવતો હતો. એ બંધન તૂટી જાય એટલા ખાતર ઉપકારી ભગવાને નિર્વાણુના દિવસની સાંજે જ એમને બોલાવીને કહ્યું કે, “ ગૌતમ, તું સામેના ગામમાં રહેલા દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબધ કરવા જા. ' પડતો બોલ ઝીલનાર પ્રખર આજ્ઞાંકિત, ગૌતમસ્વામીજી ત્યાં ગયા. પ્રતિબોધ કરીને પાછા ફરતાં માર્ગમાં જ એમણે ભગવાનનું નિર્વાણ (મૃત્યુ) સાંભળ્યું. સાંભળતાં જ વન્દ્રઘાત થયો ! શુન્યમનસ્ક બની ગયા ! પોતાને ખરે અવસરે વેગળો કર્યાના કારણે ભગવાનને ઉપાલંભ આપવાપૂર્વક કરુણ વિલાપ કરવા લાગ્યા ! પછી, ‘વીર ! ઓ વીર !' રટતા રહ્યા. એકાએક મોહનાં પડલો ખસી ગયાં. ત્યાં એમને સાચો જ્ઞાનપ્રકાશ લાયો. સમજાયું કે “ અરે ! નિર્મોહીને મોહ શેનો હોય ! મારા એક પક્ષીય સ્નેને ધિકકાર હો !' આમ વૈરાગ્ય ભાવના ભાવતાં તેમને પ્રભાતે કેવલજ્ઞાન થયું. પછી એમણે દેવોએ રચેલા સુવર્ણકમળ ઉપર પદ્માસને બેસીને ધર્મોપદેશ આપ્યો. બાર વર્ષ સુધી અનેક સ્થળે વિચરી, લાખો લોકોને તારીને અંતે એક માસના ઉપવાસ કરી એઓ મોક્ષે પધાર્યા. ગૌતમસ્વામીને તદ્દભવે મોગામી ૫૦ હજાર શિષ્યો હતા. તેમનું નામ પ્રભાવશાળી હોવાથી હજારો જેનો નિરંતર પ્રભાતમાં અનેક લબ્ધિથી સમ્પન્ન ગૌતમસ્વામીની પ્રાર્થના-પૂજાદિક કરતા આવ્યા છે અને આજે પણ કરે છે. ४८. केवलज्ञान-प्राप्त, पद्मासनस्थित श्रीगौतमस्वामीजी की प्रथम धर्म देशना भगवान् महावीर के ज्येष्ठ शिष्य गौतमगोत्रीय श्रीइन्द्रभूति थे। वे 'गौतम' (गोत्र) नाम से प्रसिद्ध थे। पूर्वावस्था में वे ब्राह्मणकुलोत्पन्न और वेद-विद्या में पारंगत थे। वे दीक्षित एवं गणधर-पद पर आरूढ हुए तब उनकी आयु ५० वर्ष की थी। वे सदा सैंकड़ों शिष्यों को शास्त्र-याचना देते थे और महावीर भगवान् के १४ हजार साधु, ३६ हजार साध्वियों और लाखों श्रावकश्राविकारूप संघ की व्यवस्था और उत्तरदायित्व संभालते थे। गौतम को श्री महावीर पर अडिग स्नेह था किन्तु यह स्नेह उनकी आत्यन्तिक सिद्धि में विघ्न-रूप था। यह बन्धन टूट जाय इसलिये उपकारी भगवान् ने निर्वाण के दिन शाम को ही गौतम को बुलाकर कहा कि'तू सामने गाँव में स्थित देवशर्मा ब्राह्मण को प्रतिबोध करने के लिए जा ।' आज्ञापालक गौतम वहाँ गये, प्रतिबोध देकर लौटते समय मार्ग में ही भगवान् के निर्वाण (मृत्यु) की बात सुनी। सुनते ही वज्राघात सा हुआ। अवाक हो गये। आप को ऐसे समय पर दूर करने के कारण भगवान् को उपालम्भ देते हुए करुण विलाप करने लगे। 'वीर ! ओ वीर!' रटते रहे। उसी समय उनको तात्विक ज्ञान हुआ। मोह के परदे खुल गये। समझ गये कि निर्मोही को मोह कैसा? मेरे एकपक्षीय स्नेह को धिक्कार है। ऐसी वैराग्य-भावना करते हुए उन्हें प्रातःकाल में केवलज्ञान हुआ। बाद में देवनिर्मित स्वर्णकमल पर पद्मासन से बैठकर आपने धर्मोपदेश किया। १२ वर्ष तक अनेक स्थानों में विचरण कर लाखों लोगों का उद्धार किया। अन्त में एक मास के उपवास कर मोक्ष में गये। गौतमस्वामी के मोक्षगामी ५० हजार शिष्य थे। इनके नाम की भारी महिमा है। 48. GAUTAMASWAMI ATTAINS ABSOLUTE KNOWLEDGE AND FIRST SERMON Indrabhuti, of Gautama Gotra, was the senior-most disciple of Bhagavan Mahavira. He became Ganadhara at the age of fifty and was in charge of a large number of monks and nuns. But he had great attachment and affection for Bhagavän Mahāvīra and this proved to be an obstacle in his attaining the absolute knowledge. In order to cut asunder the bonds of affection, Bhagavān Mahavira sent him on a mission to preach the gospel to a brahmin who was staying in a nearby village, on the very eve of his Nirvana. On his return journey he learned about Bhagavān Mahāvīra's Nirvana and was completely broken down with grief. He went on lamenting and bewailing throughout the night. But then all of a sudden he realised the folly and futility of it and at that very moment he attained absolute knowledge. Then, seated in the Padmāsana posture on a golden lotus, he commenced his first sermon. सूत्रज्ञान सहरथयात्रा Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy