SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે ચિત્રોની સપાટી વૃધ્ધ એટલે પોચી થઇ હતી, કલર ઝોખાં પડી ગયાં હતાં, એના ઉપ૨ સુધારા કરવાનું તદ્દન અશકય બન્યું હતું. અમારા માટે આ એક ચિન્તાનો મોટો વિષય બન્યો હતો. એના ઉપરથી નેગેટીવ પણ લઇ શકાય તેમ નહોતું. પરિણામે શરૂઆતમાં લખ્યું તેમ ચિત્રસંપુટમાં પ્રગટ થએલાં છાપેલાં ચિત્રો ઉપરથી જ નેગેટીવો લેવાનો વખત આવ્યો.ચિત્રોનો એક યુગ વીતી ગયો હતો. છાપેલા કાગળ ઉપર તો પીંછી ફેરવવાની જ જગ્યા ન હતી, પછી ક્ષતિવાળાં ચિત્રો કઈ રીતે સુધારી શકાય ? એટલે અતિ દિલગીરી સાથે લખવું પડે છે કે થોડાંક ચિત્રોમાં થોડી ઘણી ક્ષતિ રહી જ ગઇ. એમાં બે ચિત્રો તો તદન નવેસરથી જ કરાવવાનાં હતાં પણ હવે તો આવું ભગીરથ કાર્ય ફરીથી ભાવિકાળમાં કરાવનારા કોઇ પુણ્યાત્મા નીકળે તો સુધારો થઇ શકે પણ હવે તવા નીકળશે કે કેમ ! તે પ્રશ્ન છે. કયા કયા ચિત્રો નવેસરથી કરવાનાં હતાં તે અને કયા કયા ચિત્રમાં કયા સુધારા કરવાના હતા તેનો ઉલ્લેખ અહીં કરતો નથી પણ ભગવાન મહાવીરનું આ ચિત્રસંપુટ કેમ તૈયાર થયું તેની આદિથી અંત સુધીની નાનકડી કથા લખવા વિચારું છું. અનેક મુશ્કેલીઓ, વિકટ પરિસ્થિતિ અને મને થયેલા જાતજાતના રસપ્રદ અનુભવો પણ એમાં હશે. આ એટલા માટે પ્રસિધ્ધ કરવી જરૂરી છે કે એથી ભવિષ્યમાં કામ કરનારી નવી પેઢીને માર્ગદર્શક બની રહે. * ૨૩ તીર્થકરોનું બહાર પડનારું સંપુટ, અન્ય મનોરથો અને ભાવિ ચિંતા * ભગવાન મહાવીરના આ ચિત્રસંપુટની ત્રીજી આવૃત્તિનું કાર્ય પૂર્ણ થયું. હવે પછીના કાર્યક્રમમાં બાકીના ૨૩ તીર્થકરોના પરિચય સાથેના ચિત્રોનું સંપુટ પ્રકાશિત કરવાનું કાર્ય બાકી છે. ૨૪ તીર્થકરો પૈકી, ફકત શ્રીમદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રીનેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી મહાવીરસ્વામીજી આ પાંચ તીર્થકરો ઉપરાંત ફક્ત બીજા બે તીર્થકરી શ્રી મલ્લિનાથ અને શ્રી મુનિસુવ્રતસ્વામીના જીવનનાં ચિત્રો બનાવી શકાય તેવી ઘટનાઓ મળે છે. બાકીના તીર્થકરોના પૂર્વભવની કે અંતિમ ભવની કોઇ વિશેષ ધટના મળતી નથી. કેટલાંક લોકો એવું સમજે છે કે બાકીના ચાર તીર્થકરોનાં જુદાં જુદાં ચાર આબમાં બહાર પડવાનાં છે પણ તેવું નથી. હવે ચારેય તીર્થકરોનું અને બીજા જે હોય તે આમે ૨૩ તીર્થકરોનાં ચિત્રોનું એક જ સંપુટ (આભમ) બહાર પડવાનું છે, પરિણામે બે સચિત્ર ગ્રન્થો દ્વારા બધાય તીર્થકરોના જીવન અને કાર્યનો પરિચય મળી જશે. અત્યારે હવે ભગવાન મહાવીરના ચિત્રસંપુટનું કામ જલદી પુરું થઇ જાય એટલે મારી ઇચ્છા ૨૩ તીર્થકરોનું કામ શરૂ કરવાની છે, આ સિવાય ભગવાન મહાવીરના પ્રગટ થયેલાં ચિત્રોની સાઇઝથી નાની સાઇઝમાં એટલે કે ડબલ ડેમી સાઇઝ (૪ પેજી) અથવા ટાઉન ૮ પૈઇમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર બહાર પાડવાની બહુ જ અગત્ય છે, કેમકે મોટું સંપુટ હેરફેર કરવું ભારે પડી જાય તેવું છે પણ પોર્ટેબલ એટલે નાની સાઇઝ હોય તો પ્રવાસમાં બેગ વગેરેમાં મૂકીને લઇ જઇ શકાય. જો કે આ કાર્ય ૧૨ વર્ષ પહેલાં થવાનું હતું. વળી ભગવાન મહાવીરને લગતી બીજી યોજનાઓ પણ હતી. પરંતુ તે કાર્ય પણ થઇ શકયું નહિ, બાકીનાં કામો નબળી પડેલી શારીરિક પરિસ્થિતિ, ઘણાં બધાં પ્રકાશનોનાં કારણે હવે મારા હાથે થવા પામશે કે કેમ ? તે બાબત પ્રશ્નાર્થક બની છે. ભવિષ્યમાં કોઇ સાધુ મહાત્મા કે સંસ્થા આવું કાર્ય કરવા ધ્યાનમાં રાખે તેવી સાદર વિનંતિ છે, આપણે ત્યાં યુરોપ, અમેરિકાની જેમ સારાં પ્રકાશનો તેમજ પોતાના ખર્ચે છાપે તેવી કોઈ સંસ્થા જોવા મળી નથી. આપણે ત્યાં જ્ઞાનના ક્ષેત્રમાં વિશેષ રસ નથી. વેપારીઓને સાહિત્યના ક્ષેત્રમાં રસ નથી, પ્રચારનું મૂલ્ય તેમને સમજાયું નથી, સમજાયું શ્રેય તો ભોગ આપવા તૈયાર નથી એટલે અમારા જેવા માટે એક ચિન્તાનો વિષય બન્યો છે. અરે ! અમારી સાહિત્યકલાને લગતી કાચી સામગ્રી ભાવિ માટે ઉપયોગી થાય તે માટે કોને સુપ્રત કરવી તે વાત પ્રશ્ન બનીને ઊભી રહે છે. કેમકે એવી કોઇ વ્યવસ્થા કે સંસ્થા આપણે ત્યાં નથી. આ ત્રીજી આવૃત્તિનું કાર્ય અનંત આત્માઓને મોક્ષે જવામાં નિમિત્ત બનેલા એવા પરમપવિત્ર શાસ્વત તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજની શીતળ છાયામાં, યુગાદિદેવ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાન, કલિકાલ કલ્પદ્રુમ શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા અનિલમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીજી આદિની કૃપા અને આ સાલ (સં. ૨૦૪૮)માં ફાગણ સુદિ બારસે પાલીતાણા જૈનસાહિત્યમંદિરમાં રાતના ૯ થી ૧૧ સુધી આંખ બંધ ઉઘાડનો સેંકડો માણસો વચ્ચે અભૂતપૂર્વ અજોડ ચમત્કાર બતાવનાર તેમજ જેમની સાથે પૂર્વભવના કોઇ કણાનુબંધ હશે જેના કારણે મારા પ્રત્યે વરસોથી જેમની કૃપાવણ વરસી રહી છે તે ભગવતી શ્રી પદ્માવતી માતાજીની સહાય, મારા તારક પરમ ઉપકારી ત્રણેય ગુરુદેવોની અનરાધાર અસીમકૃપા તથા સંધા ડાના અનેક સાધુ-સાધ્વીજીઓની શુભકામનામો, શતાવધાની આ. શ્રી જયાનંદસૂરિજી આદિ મુનિરાજો જેઓ એ ક યા બીજી રીતે મારા પ્રત્યે શુભેચક અને સહાયક બની રહૃાા તથા અન્ય સમુદાયના, અન્ય ગછના મુનિરાજ જેઓએ આ સંપુટનાં ચિત્રો તપાસી આપ્યાં તથા અન્ય સહાય કરી તેથી તે સહુનો આભારી બેન્યો છે. પાનાંની મર્યાદાના કારણે મને સહાય ક થનારાઓની વ્યકિતગત સેવાઓને યાદ કરી પ્રત્યેકનો આભાર ન માનતાં પ્રથમની બે આવૃત્તિમાં સમૂહ રૂપે જે આભાર માન્યો છે તે આ આવૃત્તિમાં પણ છાપ્યો છે. હવે ત્રીજી આવૃત્તિમાં જેઓ મને સહાયક બન્યાં છે તેમની વાત કરૂં. હવે અંતિમ આભાર દર્શન કરતાં ગુરુકૃપા અને મા ભગવતીજીની અદેશ્ય પ્રેરણાથી જ માત્ર ચિત્રસંપુટમાં જ નહીં પણ મારા ચાલુ અનેક કાર્યોમાં જેઓ સહાયક બન્યા છે તેમનો ઉલ્લેખ પ્રથમ કરી લઉં. સહુથી પ્રથમ ભકિનવંતા, વિનમ્ર, ગુણીયલ સાધ્વીજી શ્રી પુખયશાશ્રીજીના વિનયશીલા, અથાગ ઉત્સાહી શિષ્યા સાધ્વીજી પુનિતયશાશ્રીજીને કેટકેટલા ધન્યવાદ આપું ! એમને ચિત્રસંપુટનું લેખનકાર્ય સુંદર અક્ષરોમાં પ્રેસ કોપી તૈયાર કરવી, તે પછી પૂરી કાળજીપૂર્વક ખંતથી પ્રકો તપાસવા અને એ અંગેની બીજી અનેક નાની મોટી જવાબદારીઓ અપાર ઉત્સાહ અને ભકિતભાવથી પાર પાડી. અરે ! તેઓ માત્ર ચિત્રપુટના જ નહીં પણ બીજા અનેક પ્રકાશનોમાં સમર્પિત થઇ ગયા હતા. એમાં ચિત્રસંપુટની કાર્યવાહી તો એટલી વિશાળ હતી કે જો ગુણી-શિષ્યાનો પૂરો સાથ-સહકાર ન હોત તો ત્રીજી આવૃત્તિનું પ્રકાશન ખરેખર ! ચિંતામાં મુકાઇ જાત, એટલે એમની સફળ મહાવીરભકિત અને શાસનસેવાની હાર્દિક અનુમોદના જ કરવી રહી! અનિવાર્ય સંજોગોમાં વરસોથી એક જ સ્થાને રહેવાનું થવા છતાં આનંદથી અને ભકિતભાવથી પોતપોતાની ફરજો અદા કરતા રહીને મને વિવિધ રીતે સહાયક થનારા અમારા સેવાભાવી અન્તવાસીઓ-મુનિપ્રવર પં.શ્રી વાચસ્પતિવિજયજી અને ઉત્સાહી, સદા ખાનંદી મુનિરાજ શ્રી જયભદવિજયજી બંનેને હું કેટકેટલા ધન્યવાદ આપુ ! અહીંયા જે જે કાર્યો થયાં અને થઇ રહ્યાં છે તે બધાયમાં તેમજ આ ચિત્રસંપુટના કાર્યમાં પણ તેમનો મમતાભર્યો અનુમોદનીય ઉત્તમ ફાળો રહયો છે, જેના કારણે ચિત્રસંપુટનું પ્રકાશન સરળ બન્યું. જૈન ચિત્રકલા નિદર્શન, જૈન સંસ્કૃતિ કલા કેન્દ્ર, પાર્શ્વ પદ્માવતી ટ્રસ્ટ તથા જૈન સાહિત્યમંદિર વગેરે સંસ્થાના કાર્યકર્તાઓએ આ કાર્યમાં જે સાથ-સહકાર આપ્યો છે તે માટે તેઓ સહુને ધન્યવાદ ઘટે છે. ઓસ્ટ્રેલિયા સિવાયના વિશ્વના બધા ખંડોના જૈનસંઘોમાં પહોંચી જઇને હજારો લોકોને પ્રેરણાપ્રદુ અને નયનાનંદકારી બનેલું આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આ ચિત્રસંપુટ, અજુ પણ વિવિધ માધ્યમો દ્વારા વાચકોને વધુમાં વધુ મોકલક્ષી અહિંસા, સંયમ, તપ અને ત્યાગમાર્ગના આરાધક બનાવે એ જ શુભેચ્છા ! મહાન અને પવિત્ર ભૂમિ ઉપર ત્રીજી આવૃત્તિના મુદ્રણનો પ્રારંભ અને પૂર્ણાહુતિ થઇ તેવો આ ગ્રન્ય તૈયાર કરવામાંછમસ્યભાવે જાણે અજાણે શાસ્ત્ર કે પરંપરા વિરુદ્ધ કંઇપણ ચિત્રાંકન, વિધાન કે ઉલ્લેખ થયો હોય તો તે માટે શાસનદેવની સાક્ષીએ ક્ષમા યાચું છું. વિ.સં. ૨૦૪૮, જૈન સાહિત્યમંદિર પાલીતાણા - વિજય યશોદેવસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy