________________
श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः । પ્રાક્ થન
વિશ્વમાં સહુ કોઈ ને એ સુવિદિત છે કે, સર્વ પ્રકારના લૌકિક કે લોકોત્તર વ્યવહારમાં મુખ્યત્વે ભાષાજ્ઞાન ઉપયોગી તેમજ અતિશય આવશ્યક છે.
ભાષાના બે પ્રકારો છે. શાસ્ત્ર આદિમાં આલેખન પામતી લીપિપ અને ઉચ્ચાર દ્વારા વ્યક્ત થતી વર્ણ શ્રેણીરુપ, આ બે ભાષાઓથી જીજ્ઞાસુઓને બોધ થાય છે. આમાં વધુ શ્રેણીરૂપ શ્રુતજ્ઞાન અન્ય સકલ જ્ઞાનોમાં સ્વપરને અત્યંત ઉપકારક હોઈ મુખ્ય ગણાય છે.
ભાષાનો પ્રયોગ કરનાર અગ્નિશાલીએ તે પ્રયોગને શુદ્ધ અને વ્યવસ્થિત કરવો જોઈએ, કારણ કે, વિરૂદ્ધ, અશ્લીલ યા અવ્યવસ્થિત શબ્દ પ્રયોગ; લૌકિક કે લોકોત્તર ધર્મ દર્શનોમાં સર્વથા નિષિદ્ધ છે. આથીજ જૈનશાસ્ત્રોમાં ધર્મસૂત્રોનો ઉચ્ચાર; અસ્ખલિત આદિ વિશેષણોથી કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. કારણકે, તે તે વિધિપૂર્વક સૂત્રોનો ઉચ્ચાર નહિ કરનાર દોષ પાત્ર બને છે.
આ પ્રકારની ભાષાશુદ્ધિ; શબ્દશાસ્ત્રનાં સર્વાંગજ્ઞાન પરજ નિર્ભર છે. કારણ સ્પષ્ટ છે, શબ્દશાસ્ત્રનાં જ્ઞાન વિના ભાષાશુદ્ધિ આકાશ-કુસુમવત્ અસંભાવ્ય છે. ભાષાની સંસ્કારિતા, તેની પ્રૌઢતા, અર્થગંભીરતા અને સૌષ્ઠવતા; વ્યાકરણના જ્ઞાનથીજ થઈ શકે છે.
મુદ્ધિશાલી વર્ગની ભાષા, જેમ અશ્લીલ તથા નિરર્થક ન હોય તેમ વિરૂદ્ધ પ્રયોગમય-અશાસ્ત્રીય અને અસંસ્કારી ન હોય; આથીજ અર્થજ્ઞાનની પૂર્વે શબ્દજ્ઞાન આવશ્યક ગણાય છે. પ્રથમ; પ્રકૃતિ, પ્રત્યય ઇત્યાદિના પૃથક્કરણુ પૂર્વક ભાષા જ્ઞાનથી અર્થજ્ઞાન નિવ્રુત થઈ શકે છે. અને કાવ્ય, અલંકારઆદિ સાહિત્ય ગ્રંથોની રચના; શુદ્ધ અને વ્યવસ્થિત ભાષાજ્ઞાનથીજ થઈ શકે છે. માટેજ અન્યશાસ્ત્રોનો સર્વાંગ અભ્યાસ કદાચ ક્ષયોપશમની મંદતાથી ન થઈ શકે, તોપણ ભાષાશુદ્ધિને માટે વ્યાકરણનો અભ્યાસ ખાસ આવશ્યક ગણાય છે. તે વિના; અનેક પ્રકારના અનર્થોનો સંભવ છે.
શબ્દજ્ઞાનમાં એ ક્રમ છે કે, પ્રથમ પદજ્ઞાન, ત્યારબાદ અર્થજ્ઞાન, અને ક્રમશઃ તત્વજ્ઞાન થાય છે. એટલે પદ, વાક્ય યા મહાવાક્યાર્થ આદિનું જ્ઞાન ભાષાજ્ઞાનથી શક્ય છે. આ ભાષાજ્ઞાન વ્યાકરણના વ્યવસ્થિત અને સંગીન અધ્યયન દ્વારાજ સંવિત છે.
ઉપરોઢંત ઉલ્લેખોથી એ સ્પષ્ટ થાય છે કે, વ્યવહારમાત્રના નિયામક ભાષાજ્ઞાનને માટે વ્યાકરણના અભ્યાસની અનિવાર્ય આવશ્યકતા છે. આવ્યાકરણગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ અનેક ભાષાઓમાં વિભક્ત છે. તદુપરાંત, આ બધા ગ્રંથોની રચનામાં; ભિન્ન ભિન્ન પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યો છે, છતાં આ બધા વ્યાકરણ ગ્રંથોમાં શ્રી સિદ્ધહેમચંદ્ર' નામનું વ્યાકરણ સર્વ શ્રેષ્ઠ ગણાય છે.
ગૂર્જર દેશાધિરાજ સિદ્ધરાજ જયસંહની નમ્ર પ્રાર્થનાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીમહારાજે, પોતાની પ્રૌઢ વિદ્વત્તાથી આ વ્યાકરણ ગ્રંથની રચના કરી છે. ને તેનું સિદ્ધ હેમચંદ્ર' વ્યાકરણ એ યથાર્થ નામ રાખ્યું છે,
આચાર્ય ભગવાન શ્રીહેમચંદ્રસૂરીધરજી મહારાજ એક અદ્વિતીય, મહાન વૈયાકરણુ હતા. ઉપરાંત પ્રખરસાહિત્યિક તથા સમથૅ તાર્કિક પણ હતા. કાવ્યાનુશાસન, પ્રમાણુમીમાંસા આદિ કૃતિઓ તેના ઉદાહરણ તરીકે કહી શકાય તેમ છે. તેઓશ્રીની કાવ્યશૈલી અપૂર્વ પ્રતિભાથી તેજસ્વી હતી. આને અંગે દ્વાશ્રયકાવ્ય, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર આદિ ગ્રંથોનાં નામો મૂકી રાકાય તેમ છે.
જેમ અધ્યાત્મ ક્ષેત્રમાં તેઓશ્રી અગ્રગામી હતા. તેજ રીતે સાહિત્યના ક્ષેત્રમાં તેઓશ્રી પુરોગામી અને સમર્થ સાહિત્યસર્જક મહાપુરૂષ હતા. એઓશ્રીની સર્વતોમુખી પ્રતિભાશક્તિ, પ્રૌઢ વૈભવ, અપૂર્વ શાસન રાગ અને તેજસ્વી વ્યક્તિત્વ આ બધી શક્તિઓ, તેઓશ્રીનાં કલિકાલસર્વજ્ઞ' વિશેષણને સાચે સાર્થક કરે છે.
એ હકીકત સ્પષ્ટ છે કે, ગૂર્જરદેશાધિરાજ મહારાજા સિદ્ધરાજ જયાસંહની અભ્યર્થનાથી પૂજ્ય પાદશ્રીએ; અનેક વ્યાકરણગ્રંથોનાં સૂક્ષ્મ પર્યાલોચન અને મનનના પરિણામે અર્થથી પ્રૌઢ છતાં સરલ અને હૃદયંગમ ભાષાથી સિદ્ધ્હેમશબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org