________________
હાર્દિક અંજલિ
[ડ કાઉ અને મીસ. જોહન્સન નામની બે વિદેશી મહિલાઓએ પૂ. મુનિરાજ શ્રીજયંતવિજયજી પાસે અધ્યયન કર્યું હતું. તેમણે મહારાજશ્રીના સ્વર્ગવાસ પ્રસંગે પોતાની
હાર્દિક અંજલિઓ આપી છે તે અહીં મૂકવામાં આવી છે. Bharatiya Sahitya Visharada
Charlotte Krause, Dr. Phil (Lips.), H. M B. S. ( Lah. )
નવાબ હાઉસ, કંકુ કાઠી
લશ્કર: તા. ૨૬-૧૨-૪૯ પૂજયપાદ મુનિરાજ શ્રીવિશાલવિજયજી અને મુનિરાજ શ્રી. જયાનંદવિજયજી મહારાજ
સાદર વંદના. હું હપણું જ ૧૧/૨ મહિનાના સરકારી નિરીક્ષણ પ્રવાસથી પાછી આવી છું. શિવપુરીમાં શ્રીગુરુદેવના દર્શનાર્થ ઘેડ કલાકેને માટે ઉતરતાં જ મને પૂજ્યપાદ શાંતમૂર્તિ શ્રી જયંતવિજયજી મહારાજના સ્વર્ગવાસના સયાચાર મળ્યા. એ પણ પ્રતીત થયું કે આપે મને તાર દ્વારા તેની ખબર આપી છે. તે તાર પ્રવાસના મુકામથી મુકામ મારી પાછળ ફરતો ફરતો મને હજુ પ્રાપ્ત નથી થયો. એટલે હું સમય પર લખી શકી નહીં, માટે ક્ષમા કરશોજી.
આ ખબરથી મને જે દુઃખ થયું તેનું વર્ણન હું કરી શકતી. નથી. પૂજ્યપાદ શાંતમૂર્તિ શ્રી જયંતવિજયજી મહારાજ પ્રાચીન શ્રમણ સંસ્કૃતિના ખરા પ્રતિનિધિ અને મહાવીરદેવના ખરા પુત્ર હતા. એમને ગંભીર વૈરાગ્ય, એમની ક્ષમાભાવના અને એમની શાંતતા એક ખરા સંત પુરુષને શેભે તેવી હતી. એમનું પવિત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org