________________
પ્રકાશકનું નિવેદન પૂજ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજ્યજી મહારાજશ્રીના દેહવિલયથી અમારી સંસ્થાને જે ફટકો પાડ્યો છે એ હજી તાજે જ છે. જેમની આસપાસ અમે વીંટળાઈને ગ્રંથમાળાના વિકાસની
જનાઓના સંદેશ ઝીલતા ને ચર્ચા કરતા એ મહાત્મા અમારી વચ્ચેથી ચાલ્યા ગયા તેથી અમારી સ્થિતિ આજે નિરાધાર જેવી બની છે; જાણે સંસ્થાનું એક મુખ્ય અંગ વિકલ થઈ ગયું હોય.
એમને છેલ્લે સંદેશ હતું કે, “ ગ્રંથમાળાને બની શકે તેટલી પ્રગતિશીલ બનાવજે.”
આજે એ સ્વર્ગસ્થ મહાત્માની એક મહિનાની પુણ્યતિથિએ તેમનું આદરેલું એક પુસ્તક પ્રગટ કરતાં અમે કંઈક કૃતજ્ઞતા અનુભવીએ છીએ. આ પુરતક આબુના પાંચમા ભાગરૂપે પ્રગટ થાય છે.
આ શિલાલેખે તેઓશ્રીએ જાતે લીધેલા છે. શિલાલેખ આમ તે ઐતિહાસિક દૃષ્ટિએ અમૂલ્ય ગણાય પણ આપણે જેન સમાજ એ શિલાલેખોનું મહત્ત્વ ભૂલી ગયા હતા. તે શિલાલેખો છૂટા પથ્થરોની જેમ રઝળતા પડ્યા હતા. સ્વ. શ્રી જયંતવિજયજી મહારાજશ્રીએ તે શિલાલેખેને પુનરુદ્ધાર કર્યો, તેમને બેલતા કર્યા, અને ભુલાયેલાં સ્થળનું અતિહાસિક માહાઓ રજુ કર્યું છે. તેમણે તે માટે વિહાર કરવામાં કષ્ટદાયક જે સાહસ, વૈર્ય અને સહન શીલતા વેઠયાં હશે તેની તો આપણે નરી કલ્પના જ કરવી રહી.
આબુના ચોથા ભાગમાં જે ૯૭ ગામેનું વર્ણન આપ્યું છે તે પૈકીનાં ૭૧ ગામોમાંથી શિલાલેખે મળી આવ્યા છે, તેનો સંગ્રહ અનુવાદ સાથે મુનિશ્રીએ તૈયાર કરી રાખેલે અમે પ્રગટ કરીએ છીએ. આના પર ખાસ ટિપ્પણીઓ લખવાની તેમની ભાવના હતી, પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org