________________
ચીડવાડા
૧૦૧ ચારિત્રના લાભ માટે સંવત ૭૪૪માં સાક્ષાત પિતામહ જેવા સમગ્ર પ્રકારનાં રૂપ (શિ૯૫) બનાવનાર શિપી શિવનાગ દ્વારા આ બે જિનેશ્વર ભગવાનની જોડી બનાવી.
(૩૬૬) સં૦ ૧૦૮૮માં શ્યામનાગના પુત્ર મહત્તમ ચચ્ચ અને સજજન નામના બુદ્ધિશાળી શ્રાવકેએ શ્રદ્ધાપૂર્વક, પુણ્યને માટે કરંટકગચ્છના મોટા મંદિરમાં આ (શ્રીપાર્શ્વનાથ ભવની) પંચતીર્થીનું બિંબ ભરાવ્યું. મનુષ્યથી પૂજાતું આ બિંબ સૂર્ય અને ચંદ્રમા રહે ત્યાં સુધી જય પામે.
(૩૬૭) સં. ૧૧૦૨માં શ્રીનાણકીયગચ્છવાળા વીરે આ બિંબ ભરાયું.
(૩૬૮) સં. ૧૧૩૩માં શ્રીનાથુકીયમચ્છવાળા યશોદેવના પુત્ર વામદેવે આ બિંબ ભરાવ્યું.
(૩૬૯) - સં. ૧૧૪૧માં શ્રી નાણકીયગ૭વાળા પાસિલના પુત્ર ધીરક શ્રાવકે કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું.
(૩૭૦) સં. ૧૧૫૧માં વિહિલના પુત્ર શ્રાવક યશવર્ધને યશસ્વી અને સુંદર આ ચતુવિંશતિપટ્ટ કરાવ્યું.
(૩૭૧). સં. ૧૨૦૮ ના શ્રાવણ સુદિ ૧૦ ને ગુરુવારે નાણા ગામના વેપારી ખેખા અને પાલા, તેની ભાર્યા દેમતિ તેના પુત્ર વેવા, પુનચંદ............વગેરેએ આ સ્તંભ કરાવ્યું.
(૩૭૨) સં. ૧૨૨૯ માં આ બિબ ભરાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org