________________
નાણા
વંશના કાઠડગેત્રીય દેશી સૂરા, તેના પુત્ર દેશી ઊદા, તેની ભાર્યા ઉમાદે, તેના પુત્ર દેશી રૂપા, દોશી દેપા, અમરા, નાથા અને રંગા–તેમાંથી દોશી દેપાની ભાર્યા દાડિમદે, તેના પુત્ર પરિરાજ વગેરે પરિવાર સાથે જાઉરના રહેવાસી દોશી દેપાએ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની ખંડેરગચ્છીય શ્રી શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૩૫૯) સં. ૧૯૨૨ના વૈશાખ સુદિ ૩ ને સોમવારે ભટ્ટારક શ્રીસુમતિવિજયે પદણા, પા (વગેરે વ્યવહારીઓ પાસે બિંબ ભરાવી પ્રતિષ્ઠા કરી?)
(૩૬૦) સં. ૧૬ર૩ના વૈશાખ માસની ૧૦ ને શુક્રવારે ઈડર નગરના રહેવાસી ઓશવાલજ્ઞાતીય મંત્રી શ્રીલહૂઆ, તેના પુત્ર મંત્રી જસા અને મોટા શ્રાવકમંત્રી શ્રીરામાએ, તેની ભાર્યા રમાદે મંત્રી સિંધરાજ વગેરે સમગ્ર કુટુંબ સાથે, શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય યુગપ્રધાન શ્રીવિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૩૬૧) સં. ૧૯૩૦ના વૈશાખ વદિ ૮ના રોજ શ્રીબહડાગામમાં ઓશવાલજ્ઞાતીય અને તિલહરા નેત્રવાળા શા. સૂદા, તેની ભાર્થી સેહલાદે, તેના પુત્ર નાસણ અને વિદા, તેમાં નાસણની ભાયો નકાગદે અને વીદાની ભાય કનકાદે, તેના પુત્ર વલાએ, શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીહીર. વિજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org