________________
પ્રતિમાલેખને અનુવાદ
૧ ખરાડી.
સં. ૧૫૦૯ના વૈશાખ વદિ ૧૧ને શુક્રવારે શ્રીકેટગછના શ્રીનનાચાર્ય સંતાનમાં ઊકેશ વંશના શંખવાલેચા ગોત્રમાં શ્રેષ્ઠી લખમસીની ભાર્યા સાંસલ, તેના પુત્ર રામાની ભાર્યા રમાદેના પુત્ર તેજાએ પોતાના માતાપિતાના કલ્યાણ માટે શ્રીવાસુપૂજ્ય ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની સાથદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
(૨) સં. ૧૫૨૮ના માહ સુદિ ૧૩ ને ગુરુવારે શ્રીઉદયસાગરસૂરિના ઉપદેશથી શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેણી મેઘાની ભાર્યા મણિકદેના પુત્ર શ્રેષ્ઠી નાંઈયાકે, તેની ભાર્યા વાહીના પુત્રો ગહિગા, રાઘવ અને ઠાઈયા તથા બીજી ભાર્થી નામદે વગેરે કુટુંબ સાથે, શ્રીસંભવનાથ ભવને ચતુર્વિશતિપટ્ટ કરાવ્યો અને તેની શ્રીવૃદ્ધતપાગચ્છના શ્રીજ્ઞાનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૨ કુંભારિયા
(૩). સં. ૧૧૧૮ના ફાગણ સુદ ૯ને સોમવારે આરાસણા (કુંભારિયા) નામના ગામમાં તીર્થનાયકની પ્રતિમા ભરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org