________________
તેમાંથી સં૦ ૧૬૫૯ ના ભાદરવા સુદિ ૭ ને શનિવારે મહાવીરદેવની સત્તરભેદી પૂજા, સારસંભાળ, કેસર, દીવેલ માટે
એક સાઈરાવને અરટ ભેટ કર્યો. (૯) લેખાંક ૪૫૦ પરથી જણાય છે કે, સં૦ ૧૨૨૪નાં ભાદરવા
વદિ ૪ ને શુક્રવારે કાજરાના શ્રી પાર્શ્વનાથના ચૈત્યમાં રાણું
રાયસીની ભાર્યા શૃંગારદેવીએ થાંભલો કરાવી આપો. (૧૦) લેખાંક ૪૯૦ પરથી જણાય છે કે, સં. ૧૩૯૧ ના અષાડ
વદિ ૧૦ ને રવિવારે રાજશ્રી તેજપાલ અને મંત્રી કુપાએ દીયાણાના શ્રી મહાવીરદેવના મંદિર માટે વાવડી ભેટ કરી.
કેટલીક વિગતે લેખોની રચના પર દષ્ટિપાત કરતાં જણાય છે કે, જેમ લેખ પ્રાચીન હશે તેમ ગદ્યમાં બહુ ટૂંકે અને મુદ્દાસરને હશે. તેમાં કોણે કઈ સાલમાં મૂર્તિ ભરાવી એટલે જ માત્ર નિર્દેશ કરવામાં આવતે, પછી તો ધીમે ધીમે તેમાં પ્રતિષ્ઠાપક આચાર્ય અને તેમની ગુરુપરંપરા, ગ૭ અને ગછની શાખા, ઉપશાખા, મૂત ભરાવનાર છીની પેઢી દર પેઢીનાં નામે, સંતાનો વગેરેની હકીકતને ઉમેરે થવા માંડ્યો. આ ઉપરથી આપણને કેટલીક વંશપરંપરા, ગચ્છ, જ્ઞાતિ, રાજકીય પદવી અને ઓડકાનાં નામ જાણવા મળે છે. ગામના નિર્દેશથી તેની પ્રાચીનતા કેટલી તેનું જ્ઞાન થાય છે તેમજ કયા ગચ્છના સાધુઓ પ્રતિષ્ઠા કરાવે છે કે તે ન કરાવતાં માત્ર પ્રતિષ્ઠાને ઉપદેશ આપે છે વગેરેની માહિતી મળી રહે છે.
એ સિવાય આ લેખે ઉપરથી જણાય છે કે, સ્ત્રીઓનાં નામે
૧.
એ સમયે દીવા માટે ઘી કે કોપરેલના બદલે દીવેલ વપરાતું હશે. આ રાણા રાયસી એટલે રાજા ધારાવર્ષ અને તેની ભાર્યા તે ઉપર જણાવેલ ઝાડેલીના શિલાલેખવાળી ગારદેવી જ છે, કેમકે સં. ૧૨૨૪માં ત્યાં ધારાવર્ષનું જ રાજ હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org