________________
વિશિષ્ટ હકીકતો (૧) આબુના પરમાર રાજાઓમાં કૃષ્ણરાજ પ્રથમ જે અરણ્ય
રાજનો ઉત્તરાધિકારી હતા, તેને એક લેખ આ સંગ્રહના લેખાંકઃ ૪૮૬ પર છે. અત્યાર સુધીના લેખોમાં આવેલી રાજાવલીમાં તેનું નામમાત્ર મળે છે. પણ તેના રાજત્વકાળને નિર્દેશ અદ્યાપિ ક્યાંય જોવા નથી. જ્યારે આ લેખ વિ. સં. ૧૦૨૪માં તેના રાજત્વકાળમાં ભગવાન મહાવીરની પ્રતિમા ભરાઈએ ઉલ્લેખ કરે છે. તેના પુત્ર ધરણીવરાહને રાજત્વકાળ પણ નિશ્ચિત નથી. જો કે આ ઐતિહાસિક નિર્દેશથી કૃષ્ણરાજ કે ધરણવરાહના રાજત્વકાળનાં વર્ષોને નિર્ણય થઈ શકતો નથી, પરંતુ સં. ૧૦૨૪ માં કૃષ્ણરાજ પ્રથમ આબુ-પ્રદેશ ઉપર નિશ્ચિતરૂપે રાજ્ય કરતો હતો. એટલે કૃષ્ણરાજને કાળનિર્ણાયક આ લેખ પરમારાના રાજત્વકાળને
પૂર્વ સીમાસ્તંભ બની રહે છે એટલું નક્કી થાય છે. (૨) રાણકપુરનું પ્રસિદ્ધ લક્ષદીપક નામનું ભવ્ય મંદિર સં.
૧૪૯૬ માં બંધાવી પ્રતિષ્ઠા કરાવનાર સંઘવી ધરણુ શાહના. પૂર્વજોની કંઈક વધુ પેઢીઓનાં નામે લેખાંકઃ ૩૭૪ માંથી પ્રાપ્ત થાય છે. તેમાં જણાવ્યું છે કે શ્રેષ્ઠી સાંગાના પુત્ર પૂર્ણસિંહ, તેના પુત્ર કુરપાળ અને તેને પુત્ર રત્ના અને
પ્રસ્તુત ધરણા શાહ હતા. (જુઓ વંશવૃક્ષ પૃષ્ઠ: ૧૦૪) જેનેના પ્રભાવની વિગતઃ (૩) લેખાંકઃ ૫૧ પરથી જણાય છે કે સં. ૧૪૪રના જેઠ સુદિ
૮ ને સોમવારે રાજા કાન્હડદેવના પુત્ર વિસલદેવે ભ૦ મહાવીરના (મૂંગથલાના) મંદિરના નિર્વાહ અર્થે વાડી સહિત
આઘાટ આયો. (૪) લેખાંકઃ ૫૫ પરથી જણાય છે કે, ચંદ્રાવતીના મહારાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org