SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. મદુઆજી - મૂંગથલાથી ઉત્તર પશ્ચિમમાં ૧ માઈલ અને ખરાડીથી પશ્ચિમમાં ૫ માઈલ “મદુઆજી” (મધુસૂદન) નામનું વિષ્ણુ મંદિરનું ધામ છે. તેની બહાર ચંદ્રાવતીના મંડલિક પરમાર રાજા ધારાવર્ષના સમયને વિ. સં. ૧૨૪૨ ને લેખ છે. આ મંદિર ઉક્ત સમયથી પૂર્વનું હોવું જોઈએ. તે લેખમાં જણાવ્યું છે કે “વશિષ્ઠાશ્રમ અને ફિલિણી ગામની મઠની વાડીમાં સુંદર વૃક્ષો વાવવાં, ઉછેરવાં, વધારવાં, જે આ વૃક્ષનો નાશ કરશે તે દંડપાત્ર થશે.” લેખ નીચે સ્ત્રી–ગર્દભનું ચિહ્ન છે. મંદિરના દરવાજા બહાર મકરાણાના નકશીદાર પથ્થરનું એક સુંદર જૈન મંદિરનું તેરણ લાગેલું છે. તે કદાચ ચંદ્રાવતીથી આવેલું હશે. મંદિરમાં વિષ્ણુની મૂર્તિ છે. અહીં એક મહંત રહે છે તેના ગુરુ હૃષીકેશમાં રહે છે. કહેવાય છે કે હૃષીકેશનું મંદિર અંબરીષ રાજાએ અને આ મદુઆજીનું મંદિર તેની રાણી તેરાદેએ બંધાવ્યું હતું. આ મંદિરની વાડીના બગીચામાં એક વાવ છે. તેના ગોખલામાં સં. ૧૯૨૧ નો લેખ છે, જેમાં વાવ કરાવ્યા સંબંધી ઉલ્લેખ છે. મંદિરના એક થાંભલા પર સં. ૧૬૫૪ ને બીજો લેખ પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy