SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારિયાજી આથી જણાય છે કે પ્રથમ આ મંદિરમાં ઉક્ત આચાર્ય પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા વિરાજિત હશે. પરંતુ પાછળથી કઈ કારણથી તે ખંડિત કે નષ્ટ થઈ જવાના લીધે તેના સ્થળે, વેહરા રાજપાલે આ નવી પ્રતિમા બનાવરાવી શ્રીવિજયદેવસૂરિજીના હાથે પ્રતિષ્ઠિત કરી હોય એમ જણાય છે. મૂળ નાની આસપાસ એક તીર્થનું પાષાણનું મેટું આરાધના કરી. પાસિલના ભાગ્યયોગથી અંબિકાએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે, “સીસાની ખાણ મારા પ્રભાવથી રૂપાની થશે. તે વડે તું જેને પ્રાસાદ બંધાવજે.” આવા પ્રકારનો આદેશ મેળવીને તેણે આરાસણમાં શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવવાને આરંભ કર્યો. એક સમયે વિહાર કરતા ગુરુ મહારાજ ત્યાં પધાર્યા અને પાસિલને પૂછ્યું: “ભદ્ર! ચૈત્યનિર્માણનું કામ સમાધિપૂર્વક બરાબર ચાલે છે ને ?” તેણે કહ્યું: “દેવ અને ગુરુના પ્રસાદથી ઠીક ચાલે છે.” આ જવાબથી અંબિકા દેવી કુપિત થઈ કે, ખરેખર આ પાસિલ કૃતન છે. મારે ઉપકાર તે માનતો નથી. આથી તે ચૈત્યનું કામ શિખર સુધી બનીને અટક્યું. પાસિલે પાટણથી ગુરુ મહારાજ અને હાંસી શ્રાવિકાને સાદર આમંત્રણ કર્યું; ગુરુ મહારાજ શ્રીવાદી દેવસૂરિના હાથે શ્રીનેમિનાથ ભગવાનની મોટા સમારોહ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી, તે જ વખતે હાંસી શ્રાવિકાએ પાસિલને વિનવણી કરી કે, “જે તમે કહો તો હું અહીં મંડપ કરાવવાને ઇચ્છું છું, તેને માટે વસ્ત્ર લાવી આપો.” આથી તે હાંસી શ્રાવિકાએ નવ લાખ રૂપિયાના ખર્ચથી “મેઘનાદ” નામનો મોટો મંડપ રચાવ્યો. વ્યાપારીઓએ ત્યાં બીજા પણ પ્રાસાદે રચાવ્યા. ત્યારથી આ નગરી તીર્થરૂપ બની ગઈ. ” આ મંદિર શ્રી નેમિનાથ ભવનું મંદિર જ હશે કે બીજું તે જાણવાને કશું સાધન પ્રાપ્ત નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy