SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અબુદાચલ પ્રદક્ષિણા અહીં પિોરવાડ શ્રાવકનાં ૭ ઘરે છે. ઉપાશ્રય લે છે. ધર્મશાળા વગેરે નથી. વિઠ્ઠલાજીનું મંદિર : - ઓડ ગામના જૈન દેરાસરાથી ઉત્તરમાં જરા ઊંચાણમાં “બતરિયા” નામના નાળા ઉપર વિઠ્ઠલાજી (વિઠ્ઠલ)નું એક વિષણુ મંદિર છે. તેના મૂળગભારામાં શ્યામવર્ણની વિષ્ણુની ઊભી મૂર્તિ છે. તે મૂર્તિના ઉપર સફેદ-પીળા. આરસનું સુંદર કેરણીદાર પરિકર છે. પરિકરમાં બંને બાજુએ અને બીજા ભાગમાં દેવીઓની મૂર્તિઓ કતરેલી છે. પણ ઉપરના ભાગમાં બરાબર વચ્ચે એક નાની બેઠી તીર્થકર ભગવાનની મૂર્તિ કોતરેલી છે. એટલે આ પરિકર ચંદ્રાવતીના અથવા બીજા કોઈ ગામના જૈન મંદિરમાંથી લાવેલું હોવું જોઈએ. વિષ્ણુના ગભારાની બંને બાજુના ગભારામાં મહાદેવનાં લિંગો છે. આ મંદિરના સભામંડપને મુખ્ય દરવાજે પણ ઉપર પ્રમાણેના સુંદર સફેદ-પીળા રંગના આરસને મનહર કરણયુક્ત છે. તેના ઉતરંગાની વચ્ચે ઉપર નીચે બે ઠેકાણે તીર્થકર ભગવાનની મંગળમૂર્તિ કોતરેલી હતી, પણ ઉપરની મૂર્તિ તે કોતરીને તેડી નાંખી છે, અને નીચેની મૂર્તિને છોલી નાંખીને ત્યાં ગણપતિની મૂર્તિ બનાવેલી છે. એ મૂર્તિ નવી બનાવી હોય તેમ સ્પષ્ટ માલમ પડે છે. એટલે આ દરવાજે પણ જૈન મંદિરમાંથી લાવીને અહીં લગાડ્યો હોય તેમ જણાય છે. બાકી આખું મંદિર તે. વૈષ્ણનું હોય તેમ સ્પષ્ટપણે લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy