________________
૨૭૪
અબુદાચલ પ્રદક્ષિણ કેર :
દીયાણાથી ના માઈલ પર કેર” નામનું ગામ છે. અત્યારે કેરમાં એક પણ શ્રાવકનું ઘર નથી, મંદિર કે ઉપાશ્રય પડી ગયું છે. પહેલાં આ ગામ તથા માંડવાડા, ઈસરી વગેરે ઉજ્જડ થઈ ગયાં હતાં. પણ લગભગ ૧૦૦ વર્ષમાં ફરીને વસ્યાં છે.
અહીં રાવળ પૂજારીનાં ૬ ઘરે છે, આ પૂજારીઓ શ્રી મહાવીર સ્વામી ભ૦ના મંદિરની, તેના વારાના અનુક્રમ પ્રમાણે પૂજા કરે છે અને આખા ધામની દેખરેખ રાખે છે. જે કંઈ ચડાવ આવે તે બધું તેઓ લે છે. વળી જેને વારે હોય તે પૂજારી, સાધુ-સાધ્વી તથા યાત્રાળુઓને ઊતરવા વગેરેની બધી સગવડ કરી આપે છે. અહીં એક ધર્મશાળા બનાવવાની જરૂર છે.
કેર ગામ પહેલાં મોટું નગર હતું. શેઠ મનસુખભાઈ ભગુભાઈ અહીંના રહેવાસી હતા. અમદાવાદમાં કેરની પિળ છે. સુરતમાં કેરથી ગયેલા ૩૦૦ કુંભારે વસે છે. કહેવાય છે કે–નીતાડા બાવનીમાં તેડુ થાય ત્યારે કેરને સાથે હોય છે.
દિયાણાથી કેર થઈને માંડવાડા પાછા આવ્યા.
૭૫. પેશ્વા માંડવાડાથી પૂર્વમાં ૪ માઈલ અને બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૧ માઈલ દૂર પેશવા” નામનું ગામ આવેલું છે. આ ગામ રહિડા તહેસીલમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org