________________
ર૫૬
અબુદાચલ પ્રદક્ષિણ ઉલ્લેખ છે. પણ હાલમાં આ મંદિરની નજીકમાં ક્યાંઈ વાવડી હેય તેમ જણાતું નથી. કદાચ આ મંદિરની પાસે હશે પણ પાછળથી પૂરી નાખવામાં આવી હશે એમ લાગે છે. ગામના ઝાંપામાં શિવાલય પાસે એક જૂની વાવડી મેજુદ છે; આ વાવ ઉક્ત લેખવાળી હોવાનો સંભવ નથી. વળી એ જ લેખમાં “નંદિયકચૈત્ય” લખ્યું છે, એ ઉપરથી આ ગામ ૧૨મી શતાબ્દિથી યે પ્રાચીન હોવાનું સિદ્ધ થાય છે. ચંડકૌશિક-દશ સ્થાપના :
આ મંદિરની પાસે જ એક દેરીમાં પહાડના જ પથ્થરમાં એક પગલું કરેલું છે, અને ચરણની પાસે જ પથ્થરમાં મેટી અને લાંબી સર્ષની એક આકૃતિ કેતરેલી છે. કહેવાય છે કે –શ્રી મહાવીર સ્વામી ભગવાનને ચંડકૌશિકદંશને પ્રસંગ અહીં જ આ સ્થળે બન્યું હતું, તેથી તેની
સ્થાપના અહીં કરેલી છે. આ સ્થાપના હશે કે સત્ય હશે તેને નિર્ણય કરવાની જરૂર છે. એ જ ચરણ અને સર્ષની આકૃતિવાળા પથ્થરમાં જ જરા ઊંચે બહુ જ પ્રાચીન લિપિમાં એક લાઈનમાં ૭-૮ અક્ષરો લખેલા છે. તેને ભાવાર્થ સમજાય તો કંઈક નિર્ણય થઈ શકે. જીર્ણોદ્ધાર
પ્રસ્તુત મંદિર કોણે ક્યારે બંધાવ્યું તેની માહિતી માટે લેખાદિ સામગ્રી મળી શકી નથી. પરંતુ મંદિરના સભામંડપના તંભ પર, સં. ૧૨૦૧માં એ સ્તંભ કરાવ્યાને ઉલ્લેખ છે. આ ઉપરથી જણાય છે કે, ઉક્ત સમયમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે હશે. મૂળ મંદિર તેથી પણ પ્રાચીન હશે એમ લાગે છે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org