________________
૨૫
વસતગઢ ખંડિત જિનમંદિરઃ - ગઢમાં એક વિશાળ જૈન મંદિર ખંડિત અવસ્થામાં પડેલું છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શિખર, મૂળ દરવાજાથી બંને બાજુની ભમતીમાં ઓરડીઓ તથા ગેખલાના ખંડ ૨૦ (ત્રણ ખંડમાં ગેખલા કે દેરી કાંઈ નથી), શૃંગારચોકી અને ભમતીના કેટયુક્ત બનેલું છે. આ મંદિરનાં શિંગારકી, દેરીઓ, સભામંડપ, અને છોકી તથા જૂને કોટ હજુ સાબૂત ઊભે છે. મૂળગભારે, શિખર અને ગૂઢમંડપ પડી ગયેલાં છે. તેને સમરાવવા માટે થોડાં વર્ષો પહેલાં જ કામ શરૂ કરેલું હતું અને ૮–૧૨ ફૂટ સુધીની ઈટાની ભીંત તૈયાર થયા પછી કામ બંધ પડયું છે પણ બંધ પડવાનું ખરું કારણ જાણી શકાયું નથી. સંભવત: જેન વસ્તી અહીં બિલકુલ ન હિાવાથી તથા બીજું રક્ષણનું સાધન ન હોવાથી જીર્ણોદ્ધાર કરાવવાનું બંધ લખ્યું હશે; એમ લાગે છે.
પહેલાં જ્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવી ફરી પ્રતિષ્ઠા થઈ ત્યારે મૂળના તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરેલી હતી, જે અત્યારે ખંડિત અવસ્થાવાળી ચીકીમાં મૂકવામાં આવી છે. આ મૂર્તિ અત્યંત - મનહર અને ભવ્ય છે. તેને આરસ તાંબાની માફક અવાજ કરે છે અને એ મૂર્તિ ઉપર સં૦ ૧૫૦૭નો લેખ છે.
આ મંદિર ક્યારે બન્યું અને કેણે બંધાવ્યું, એ જાણવાનાં ખાસ સાધને મળ્યાં નથી, છતાં પરિકરની સફેદ મકરાણાની ગાદી; જેમાંના લેખના સંવને ભાગ ખંડિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org