________________
૧૯૮
અબુદાચલ પ્રદક્ષિણા
( કાર્યાલય )ની ગાયા, ખળો, વાછરડાં, ત્રણ-ચાર ઘેાડા વગેરે મળીને આશરે ૬૦-૭૦ પશુઓનું કાયમખાતે કાર્યોલય તરફથી પાલન થાય છે.
દેખરેખ અને વ્યવસ્થા :
આ તીર્થની દેખરેખ પહેલાં “ વીરવાડા ” ગામના સંઘ રાખતા હતા. હાલમાં ઘણાં વર્ષોથી સિરાહીના સંધ દેખરેખ રાખે છે. સિરાહીના સઘમાંથી નિમાયેલી કમિટી આ તીર્થને વહીવટ કરે છે. અહીં એક મુનિમ ( કામદાર ) કાયમખાતે રહે છે. તેના હાથ નીચે એક ભંડારી રહે છે. તે સિવાય નાકરા, પૂજારીઓ, સિપાહીઓ વગેરે રહે છે. યાત્રાળુઓને માટે સીધુ–સામાન, વાસણ, ગાઢડાં વગેરેની અધી સગવડ કારખાના તરફથી અપાય છે. જૈન કે અજ્જૈન આ તીર્થના યાત્રાળુઓને બની શકે તેટલી સર્વ પ્રકારની સગવડ કારખાના તરફથી અપાય છે. તેમજ અજૈન મુસાફ઼્રાને પણ અહી વિશ્રાંતિ લેવાની, કે રાત્રિ નિવાસ કરવા વગેરેની પણ સગવડ કારખાના તરફથી કરી આપવામાં આવે છે.
વળી ગામ ‘ ઉંદરા ’ અને ‘ સીવેરા’નાં એ જિનમંદિરા તથા સિરાહીમાંના થભની વાડીના શ્રીમહાવીરસ્વામીના મન્દુિરની દેખરેખ અને ગાડીઓના પગાર તથા પૂજા વગેરેના કુલ ખર્ચ શ્રીખામણવાડજી તરફથી થાય છે.
ગામ માંડવાડા, મીરપુર (હમીરગઢ) અને ખાલાના જિનાલયાના પૂજારીઓને પગાર અને પૂજા વગેરેના કુલ ખર્ચ આબુ-દેલવાડાના કારખાના વતી સિરોહીની પેઢી તરફથી અપાય છે પણ દેખરેખ તે ખામણુવાડજીના મુનિમની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org