________________
હષ્ણુદ્રા
લખેલું મળે છે. આ ગામમાં પહેલાં શ્રાવકેની વસ્તી સારી હતી. સંભવતઃ જૈનમંદિરે પણ તે સમયમાં વધારે હશે. કેમકે સં૦ ૧૭૪૬ માં શ્રી શીતવિજયજીએ રચેલી તીર્થમાઢામાં પાર્શ્વનાથ પ્રભુના મંદિરનું વર્ણન છે.
આબૂરોડ સ્ટેશન અને ત્યાંથી આબૂ ઉપર ચઢવા માટેની ૧૮ માલિની પાકી સડક નહતાં, બન્યાં ત્યાં સુધી આબૂ ઉપર ચઢવા માટે અહીંથી જ મુખ્ય રસ્તો હતો, તેથી સંઘ, યાત્રાળુઓ, આબૂ કંપની ફેજ, અને રૈયત વગેરે અહીંથી જ ચઢતાં ઉતરતાં, અને તેઓ માટે બધો સામાન પણ અહીંથી જ ચઢતો. વળી સરકારી ઓફીસરના તથા રાજપૂતાનાના રાજામહારાજાઓ અને વકીલના ડેરા ( ઉતારા) અહીં બનેલા હતા. તેમાં તેઓના કરો અને વાહને. વગેરે રહેતાં, તેથી ત્યાં સુધી આ ગામ ઘણું આબાદ હતું. અત્યારે તેની આબાદી તદ્દન તૂટી ગઈ છે. '
અહીંથી અગ્નિખૂણા તરફ ૧ માઈલ જતાં સિરોહી સ્ટેટને ડાક–બંગલે આવે છે. ત્યાંથી બે માઈલ આગળ જતાં આબૂની તળેટી આવે છે. અહીંથી આબૂ ઉપર ચડવાની નાની પણ સુંદર સડક બાંધી છે. આ તરફના લોકે હજી પણ આ રસ્તે આબૂ ઉપર ચડે છે. અને માલ લાદેલા પિઠિયા, પાડા, ઘેડા વગેરે આ રસ્તે થઈને આબૂ ઉપર જાય છે. બીજું કંઈ પણ વાહન આ રસ્તે ચડી શકતું નથી. ૧ ગિરિ ભેટીપાજિ ઉતર્યા ગામ હણાદ્રામાંહિ સંચર્યા; પુન્યિ પેખ્યા પારસનાથ સુરનર જેડી સવિ હાથ.
પ્રાચીન તીર્થમાથી સંગ્રહ ૫૧, કડી પૃ. ૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org