________________
૫૮'
અબુદાચલ પ્રદક્ષિણ થઈ ગયું છે. પબાસણ ઉપરનું પરિકર અને ગેખલાના પથ્થર વગેરે કઈ કાઢી ગયું છે. આ મંદિરની મૂર્તિઓ કેણ કયારે કયાં લઈ ગયું એ જણાયું નથી. સભામંડપની આસપાસની કેટલીક છત પડી ગઈ છે. કોટની નીચેનો અરધો ભાગ સફેદ પથ્થર બનેલો છે. તે હજુ વિદ્યમાન છે. તે ઉપરને ભાગ ઈ ટેથી ચણેલે છે, તેમને કેટલાક ભાગ પડી ગયો છે.
આ મંદિરમાંથી મળેલા ત્રણ લેખો ઉપરથી જણાય છે કે, આ મંદિર ઘણું પ્રાચીન છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આ મંદિર હતું અને આ ગામનું નામ “દંતાણું” હતું. તેમાંના પહેલા લેખમાં વિ. સં. ૧૨૧૬માં એક શ્રાવકે આ મંદિરની એક દેરીના ઘુમ્મટની એક પદ્મશિલા કરાવ્યાને ઉલ્લેખ છે. બીજા લેખમાં વિ. સં. ૧૨૮૮માં આ મંદિરની ચોકીમાં એક શ્રાવકે સ્તંભ કરાવ્યાને ઉલ્લેખ છે. આ બંને લેખેથી એ સારી રીતે સમજી શકાય તેમ છે કે ઉક્ત સંવતેમાં જીર્ણોદ્ધાર તરીકે સ્તંભ અને એક પદ્ધશિલા કરાવવામાં આવી છે, ત્યારે આ મંદિર વિ. સં. ૧૨૧૬ પહેલાં અવશ્ય બનેલું હોવું જોઈએ. .
ત્રીજા લેખમાં ( ગુજરાતના મહારાજાધિરાજ) શ્રીસારંગદેવના વિજયી રાજ્યમાં તથા ચંદ્રાવતીના મહારાજાધિરાજ શ્રીવિસલદેવના વિજયી રાજ્યમાં શ્રીમદેવે આ પાર્શ્વનાથ ભગવાનના મંદિરને બે ક્ષેત્ર (ખેતર) કાયમને માટે ભેટ કર્યા. તેમજ રા૦ મહીપાલ દેવના પુત્ર રા. સુહડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org