________________
: ૩૫૬ :[૮૯૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ એકવિંશતિતમતરંગ
શ્રી જ્ઞાનપંચમીસ્તુતિઓ + ૧ (રાગ-શત્રુંજયમંડનઋષભજિકુંદદયાલ) શ્રીનેમિ જિનેસર ત્રિભુવન તારણ દેવ, કરજેડી જિનની સુપેરે સારે સેવ; પંચમીતપ કરતાં દુરગતિ વારે હવ, નાણસંપદ જપતાં નાણુ લો તતખેવ. ૧ આદીસર જયકાર શાન્તિનાથ સુખકાર, નેમિસર જિનવર પાસ વીર મહાર; પંચ જિન નમતાં પંચમગતિ દાતાર, નાણુ પંચે લહીયે એહ તણે આધાર. ૨ પંચમીને દિવસે તપ કીજે ઉપવાસ, પડિકમાં બેહુ કરિયે મન ઉલ્લાસ; દેવવંદન કરીને નાણુ સંપદ સુવિલાસ, સહસ દેય જપે વલી આગમ એહ વિભાસ. ૩ પંચમીને મહિમા ભાખે નેમિજિકુંદ, વિધિ વિધિનું કરતાં અંબા દે આણંદ તપ પાંચ વરસ ને પાંચ માસ સુખકંદ, જયવિજયપંડિતને મેર લહે સુખ વૃદ. ૪
+ ૨ (રાગ –મનેહરમૂરતિમહાવીરતણી) પ્રથમ નેમિજિનેસર ઉપદિસિઉ, સરસતી રાણી તે મન વસીઉ; ત ૫ કરી સે નાણુ પંચમી, લહુ જિમ સુખ ગતિપંચમી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org