________________
N
સંગહીત જ્ઞાનભંડાર (જાની શેરી - વડોદરા)માં રહેલી ““સિદ્ધહેમશબ્દાનુશાસન ઢુંઢિકાવૃત્તિ – પંચમાધ્યાયપર્યત” પત્ર૨૯૫, પ્રતિ નંબર ૨૦૨૦ને આધારે અજ્ઞાતકર્તૃકા ઢુંઢિકાના ચોથા ભાગનું સંપાદન કાર્ય કર્યું છે. અધ્યયન-અધ્યાપનમાં સુગમતા રહે તે હેતુથી વ્યાકરણ સંબંધી ધાતુપારાયણ-ક્રિયારત્નસમુચ્ચયાદિ અનેકવિધ ગ્રંથોના ઉદ્ધરણો આપ્યાં છે. તથા પાટણ જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલી બીજી હસ્તલિખિત પ્રતિને આધારે ઉદ્ધરણો-પાઠાંતરો આપવામાં આવ્યાં છે ત્યાં રે કરવામાં આવ્યો છે.
બાલબ્રહ્મચારી તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ્રવચન પ્રભાવક તેજોમૂર્તિ પરમપૂજય આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વધર્ય શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય શ્રીવિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા-કૃપાથી ચોથા ભાગનું સંપાદન કાર્ય કરી શક્યો છું.
સંપાદન કાર્યમાં શંકાસ્પદ સ્થાનોનું સમાધાન કરી આપનાર પંડિત ચંદ્રકાન્તભાઈ સંઘવી (પાટણ) તથા પંડિત રાજેન્દ્રભાઈ સંઘવીનો પણ ઘણો આભાર.
ગ્રંથનું સંપાદન કરતાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારી લેવા વિનંતિ.
શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ આસો સુદ-૫
મુનિ વિમલકીર્તિવિજય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org